રણવીર સિંહ પાપા બનવાના છે, બોલીવુડની આ ઍક્ટ્રેસે કર્યો ખુલાસો

Posted by

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલીવુડનાં સૌથી બેસ્ટ કપલ માં ગણવામાં આવે છે. તેમના રોમાન્સની ચર્ચાઓ આજે પણ જોવા મળે છે. જ્યારે પણ બંને સાથે હોય છે તો તેમને જોઈને લાગે છે કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. પરંતુ તેમના પ્રેમની સાથે-સાથે ફેન્સ એક નાના મહેમાનને પણ સાથે જોવા માંગે છે. જેથી બધા લોકો હવે અંદાજ લગાવી રહ્યા છે કે શું આ કપલ હવે માતા-પિતા બનવા જઈ રહેલ છે? પરિણિતી ચોપડાએ આ વાતનો ખુલાસો પોતાની પોસ્ટમાં કર્યો છે.

શું રણવીર બની ગયા છે પાપા?

લાંબા સમયથી રાહ જોઈ રહેલ ફેન્સને હવે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગુડ ન્યુઝ સંભળાવનાર છે. હાલમાં તો બંનેએ રણવીર સિંહે પોતાની માં નાં બર્થ-ડે ની તસ્વીરો શેર કરી હતી, જેમાં અતરંગી રણવીર અને દીપિકા સાથે ડાન્સ કરતા નજર આવ્યા હતા. પરંતુ તેની વચ્ચે રણવીર નાપા બનવાને લઈને એક મેસેજ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેને ખુદ એક્ટ્રેસ પરિણિતી ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ છે.

પરિણીતીએ કર્યો ખુલાસો

વાયરલ થઇ રહેલ મેસેજમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટી કરવામાં આવેલ નથી. પરિણીતી ચોપડા પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ મેસેજ શેર કરીને રણવીર સિંહ પાસે તેનો જવાબ માંગ્યો છે.

એક્ટ્રેસે માગ્યો જવાબ

હકીકતમાં વાત કંઈક એવી છે કે પરિણીતી ચોપડા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેન્સ સાથે સીધી વાત કરવા માટે એક ચેટ ફેશન રાખેલું હતું, જેમાં ફેન્સ તેને સવાલ જવાબ કરી રહ્યા હતા. પરિણીતી એક બાદ એક બધા સવાલનો જવાબ આપી રહી હતી. તેની વચ્ચે એક ફોલોવરે મેસેજ કરીને પુછ્યું કે, “શું રણવીર સિંહ પાપા બની ગયા છે?” આ મેસેજનો જવાબ મેળવવા માટે પરિણિતી ચોપડાએ તેને શેર કરી દીધો અને રણવીરને ટેગ કરીને તેનો જવાબ આપવા માટે કહ્યું. હવે જોવાનું રહેશે કે રણવીરનું આ મેસેજ પર શું રીએક્શન આવે છે.

ફેન્સને છે શંકા

હાલમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ને એક સાથે હોસ્પિટલમાં જોવામાં આવ્યા હતા. ત્યારથી ફેન્સના મનમાં સવાલ ઉભા થવા લાગ્યા છે કે દીપિકા અને રણવીર નાં ઘરે ખુબ જ જલ્દી મહેમાન આવનાર છે. હવે પરિણીતિની આ પોસ્ટ આશંકાને વધારે હવા આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *