રણવીર સિંહની સાળીને જોઈ લેશો તો દિપીકાને પણ ભુલી જશો, વિશ્વાસ ન હોય તો તસ્વીરો જોઈ લો

Posted by

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે. રણવીર અને દીપિકા બોલીવુડનાં બેસ્ટ કપલ માંથી એક માનવામાં આવે છે. આ પતિ-પત્ની હંમેશા એકબીજાની ઉપર પ્રેમ વરસાવતા પણ જોવા મળે છે. તેવામાં હાલમાં જ સોશિયલ મીડિયા પર આ કપલનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં અન્ય એક યુવતી પણ હતી. જેની તરફ લોકોનું ધ્યાન ગયું. તમને બતાવી દઈએ કે આ યુવતી બીજું કોઈ નહીં, પરંતુ દીપિકા પાદુકોણની નાની બહેન અનિશા પાદુકોણ છે.

અનિશા દીપિકાની જેમ જ સુંદર અને ટેલેન્ટેડ છે. અનિશા એ બહેનનાં સ્વાગત માટે રોયલ બ્લુ કલર લહેંગો પહેર્યો હતો. તેમના મંચ પર પહોંચતાં જ મહેમાનોએ જોઈ. દીપિકાથી અનિશા પાંચ વર્ષ નાની છે. તેનો જન્મ વર્ષ ૧૯૯૧માં થયો હતો. પ્રોફેશનલી અનિશા એક ગોલ્ફ પ્લેયર છે. તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અનિશા નો પોતાની બહેનની જેમ બોલીવુડમાં આવવાનો કોઇ ઇરાદો નથી. અનિશા નો અભ્યાસ માઉન્ટ કાર્મેલ કોલેજથી થયો છે. ગોલ્ફ સિવાય અનિશાને ક્રિકેટ, હોકી, ટેનિસ અને બેડમિન્ટનમાં રુચિ છે. દીપિકા અને અનિશાનો ઉછેર બેંગ્લોરમાં થયો છે.

એક ઇન્ટરવ્યુમાં અનિશાએ જણાવ્યું હતું કે તેમની ફેવરીટ સ્પોર્ટ પર્સન સાઈના નેહવાલ છે. તેમણે પોતાની બહેન દીપિકા વિશે બતાવ્યું કે, “તેની બહેન તેની ધ્યાન એકદમ માતાની જેમ ધ્યાન રાખે છે. તે એકદમ માતાની જેમ જ ચિંતા કરે છે. કામના કારણે બન્ને પાસે એક બીજા સાથે વિતાવવા વધારે સમય નથી હોતો. પરંતુ જ્યારે અમે મળીએ છીએ તો એકબીજા સાથે સારો સમય પસાર કરી લઈએ છીએ.”

અનિશાએ એક ઇન્ટરવ્યુમાં દીપીકાની ફિલ્મો વિશે વાત કરતા કહ્યું હતું કે, “તે દીપીકા ની બધી ફિલ્મો જુએ છે અને કહ્યું હતુ કે મને દીપિકાની યે જવાની હે દીવાની અને લફંગે પરિંદે માં  કરેલું કામ સારું લાગ્યું અને મને જ્યારે દીપિકા ની એક્ટિંગ પસંદ નથી આવતી તો હું તેની સાથે વાત પણ કરું છું અને મને દીપિકાની ચેન્નઈ એક્સપ્રેસ જરા પણ પસંદ નથી.

જાણીતા બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ અને ઉજ્જવલા પાદુકોણની બંને દીકરીઓ પોતાના આવડતમાં હોશિયાર છે. આ બંને સારું ખાવાનું પણ બનાવે છે. બંને અલગ અલગ ક્ષેત્રમાં દેશનું નામ ઊંચું કરી રહી છે. અનિશા પોતાના માતા-પિતા સાથે જ રહે છે. જ્યારે દીપિકા મુંબઈમાં રહે છે. દીપિકાને જ્યારે પણ અવસર મળે છે તો તે પોતાના પરિવાર પાસે સમય વિતાવવા ચાલી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *