મેષ રાશિ
આ રાશિના લેખક અને મીડિયાકર્મીઓને આજે મોટી ખ્યાતિ પ્રાપ્ત કરી શકે છે. ઉતાવળ નુકશાનનું કારણ બની શકે છે. ગૃહસ્થ જીવન સુખમય રહેશે. મિત્ર અથવા સગા-સંબંધીના સહયોગથી કાર્ય સિદ્ધ થશે. અજ્ઞાત ભયથી ચિંતા રહેશે. આર્થિક રૂપથી સમય શુભ છે અને આગળ પણ ધનલાભના સંકેત છે. પરંતુ ખર્ચ પણ વધી શકે છે. તમારે પોતાની વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે. બુદ્ધિ કૌશલથી કરવામાં આવેલ કાર્ય સંપન્ન થશે. જ્યારે પારિવારિક સમસ્યાઓ રહેશે. આજે તમને કિસ્મતનો સાથ મળશે.
વૃષભ રાશિ
આજે મોજ-મસ્તી નાં અમુક અવસર મળી શકે છે. રચનાત્મક કાર્યોમાં રહેલા લોકોને સફળતાનો દિવસ છે. તેમને નામ અને ઓળખ મળશે, જે લાંબા સમયથી તમે શોધી રહ્યા હતા. તમે સંપત્તિમાં રોકાણ કરી શકો છો અથવા વાહન ખરીદી શકો છો. કાર્ય સંબંધી યાત્રા લાભકારી રહેશે. વિરોધી સક્રીય થશે. વાદ-વિવાદમાં પડવું નહીં. દાંપત્યજીવનમાં ગેરસમજ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.
મિથુન રાશિ
આજે બધા જ કાર્યોમાં તમારા માટે પ્રવેશ દ્વાર ખુલતા નજર આવશે. તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સંપતિ અથવા વાહનની ખરીદી અથવા વેચાણ સંભવ છે. નોકરી કરતા જાતકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાની આવશ્યકતા પડી શકે છે. નવા કામકાજની યોજનાઓ પણ બની શકે છે. મિત્રો સાથે સંબંધોમાં સુધારો આવી શકે છે.
કર્ક રાશિ
આજે તમારી ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. જે લોકો કલાક્ષેત્ર સાથે જોડાયેલા છે, આજે તેમને કોઈ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની આવશ્યકતા છે, કારણ કે તમે નાની મોટી બીમારીઓનો સામનો કરી શકો છો. ઉતાવળમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવો નહીં. શાસન-સત્તા નો સહયોગ મળશે, પરંતુ મહિલા અધિકારી સાથે તણાવ વધી શકે છે. આ રાશિના વેપારી વર્ગને ધન લાભના અવસર મળી શકે છે.
સિંહ રાશિ
આજે તમને જીવનસાથીની સલાહથી ધનલાભ થઈ શકે છે. સંબંધોમાં મધુરતા આવશે. પારિવારિક જીવનમાં ગરબડ અને સંપત્તિના મામલે વિવાદ થવાથી તમે નિરંતર તણાવ માં રહેશો. કોઈ વ્યક્તિ પર ખૂબ જ જલ્દી વિશ્વાસ કરવો નહીં. પોતાના રહસ્યો અન્ય વ્યક્તિને ન જણાવવા, નહીંતર મુસીબતમાં પડી શકો છો. જુનો રોગ ફરી આવી શકે છે. નોકરીની શોધખોળમાં ભાગદોડ જળવાઈ રહેશે. આર્થિક પક્ષ મજબૂત બનશે.
કન્યા રાશિ
આજે વેપારમાં પણ લાભપ્રદ રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મનોરંજન કાર્યો પર ખર્ચ થશે. સાંજના સમયે સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થશે. પરિવારજનો સાથે સુખમય સમય પસાર થશે. કંઈ પણ બોલતા પહેલા જરૂરથી વિચાર કરવો. જીવનમાં આવનારી બધા જ પ્રકારની મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. ઘર-પરિવારમાં પ્રતિષ્ઠામાં વધારો થશે.
તુલા રાશિ
આજનો દિવસ લવ લાઈફ માટે ખૂબ જ સારો છે. તમને જૂના રોગ પરેશાન કરી શકે છે. તમારા જૂના રોકાયેલા કામ ફરીથી શરૂ થઈ શકે છે. આર્થિક રૂપથી તમે સુરક્ષિત રહેશો. આજે તમે અમુક ચોક્કસ પગલાં ઉઠાવશો જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થવાની સંભાવના વધશે. અમુક લાભદાયી અવસર હાથમાંથી નીકળી શકે છે. કોઈ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ અથવા ચોરાઈ જવાની આશંકા છે.
વૃશ્ચિક રાશિ
આજે મિત્રો સાથે સારો સમય પસાર થશે. પોતાની ભાવનાઓને પ્રકટ કરવાથી જરાપણ અચકાવું નહીં. ધનની બાબતમાં આજે તમને નિરાશા હાથ લાગી શકે છે. વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થઈ શકે છે. તમને અચાનક કોઈ મોટી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે. દુર્ઘટના પ્રત્યે સાવચેત રહેવાની આવશ્યકતા છે. કોઇ મહિલા મિત્રનો સહયોગ મળવાને કારણે ઉન્નતિના અવસર બની રહ્યા છે. કર્મક્ષેત્રમાં અડચણ ઊભી થઈ શકે છે.
ધન રાશિ
વાણી પર સંયમ રાખો અને પોતાના લક્ષ્ય પ્રત્યે સચેત રહો. અઢળક પ્રમાણમાં ધનનું આગમન થશે, જે તમારા વિસ્તાર માટે નવા અવસર શોધવામાં મદદ કરશે. સંતાનના સ્વાસ્થ્યને કારણે વિશેષ ચિંતા રહી શકે છે. ખર્ચમાં પણ વધારો થશે. કુલ મળીને આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. સ્ત્રી મિત્ર તરફથી તમને લાભ મળી શકે છે. સમયસર પોતાના કાર્યને કરતા શીખી જવું. જીવનસાથીની ચિંતા તમને રહેશે. શુભ સમાચાર મળી શકે છે.
મકર રાશિ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પ્રસિદ્ધ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારના લોકો થી તમને સહયોગ પ્રાપ્ત થશે. ભાઈ અથવા બહેનને કારણે તમારું અટકાયેલું કાર્ય પૂર્ણ થશે. જોખમ અને અનિશ્ચિતતા નો ત્યાગ કરો. પોતાના વિવેકથી રોકાયેલા કાર્ય પૂર્ણ કરશો. આર્થિક પક્ષ મજબૂત બનશે. શારીરિક પીડાનો સામનો કરવો પડી શકે છે. અન્ય લોકોના કામકાજમાં દખલ દેવાથી બચવું. શિક્ષાના ક્ષેત્રમાં કાર્ય કરતાં લોકોને થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
કુંભ રાશિ
આજે તમે પોતાના કામની ઉન્નતી ને લઈને ખુબ જ ઉત્સાહિત રહેશો. કોઈપણ કાર્ય જે તમારા અટવાયેલા હોય તેને આજે ફરીથી કરવાની કોશિશ કરો, સફળતા જરૂર મળશે. મિત્રોથી આજે તમને દરેક પ્રકારનો સહયોગ મળશે. તમને શિક્ષા, નોકરી અને વેપાર ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની સંભાવના નજર આવી રહી છે. જે લોકો તમારા કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરતા હતા, તેઓ આજે પોતે તમારા કાર્યોની પ્રશંસા કરશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે.
મીન રાશિ
આજે ધાર્મિક સ્થળ પર તમારી આસ્થા વધશે. તમારું મન પ્રસન્ન રહેશે. રોકાણ ની બાબતમાં અથવા કોઈ સાથે ડીલ કરતાં પહેલાં સારી રીતે સમજી વિચારી લેવું અને પોતાનો ફાયદો-નુકસાન જાણીને જ સોદો નક્કી કરવો. દાંપત્યજીવનમાં જીવનસાથી પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવશો. બહેનો સાથે કોઈ બાબતને લઈને મતભેદ સંભવ છે, જેથી તેનાથી બચવું અને પરસ્પર નારાજગી ન વધારવી. ભાવુકતા પર નિયંત્રણ રાખવું. વ્યર્થ સમસ્યાથી ગ્રસિત થઇ શકો છો.