મેષ રાશિ
નવા કામની શરૂઆત કરવા માટે આજે દિવસ શુભ છે. તમે કોઈ મોટું કામ કરી શકો છો, જેનાથી તમને ફાયદો મળશે. નોકરી કરી રહેલા લોકોને અન્ય ક્ષેત્રમાંથી સારી ઓફર મળશે. કોઈપણ એવા અવસરને હાથમાંથી જવા દેવો નહીં અને યોગ્ય રીતે તેની તપાસ કરી લેવી. અનિયમિત દિનચર્યાને કારણે તમને થોડી આળસ અને થાક રહી શકે છે. સંપત્તિના મોટા સોદા થઈ શકે છે, જે લાભદાયક રહેશે. કાર્યસ્થળમાં ઉન્નતિ મળશે.
વૃષભ રાશિ
આજે તમને પોતાની પ્રતિભા બનાવવાનો અવસર મળી શકે છે. તમે ઘરના કોઈ વડીલ પાસેથી પૈસા અને વ્યવસાય સંબંધિત સલાહ લઇ શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નવા લોકો સાથે પ્રોફેશનલ સંબંધ વિકસિત થઇ શકે છે. સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી દિવસ થોડો નરમ રહેશે. લાઈફ પાર્ટનરની અમુક આદતો પરેશાન કરી શકે છે. તમારો દિવસ આજે ઘરમાં ખુશીઓથી ભરેલો રહેશે.
મિથુન રાશિ
આજે તમે નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન મળવાના યોગ દેખાઈ રહ્યા છે. ભાવનાઓમાં ઉતાર-ચઢાવ અને જીવનમાં બદલાવ મહેસુસ થઇ શકે છે. કોઇ વાતની વધારે ચિંતા કરવી નહીં, તમારા માટે વધારે સારું રહેશે. સાથે કામ કરી રહેલા લોકો મદદગાર સાબિત થશે. મકાન બદલવાથી લાભ થશે. વૈવાહિક યાત્રા સફળ રહેશે. ઉચ્ચ પદાધિકારીઓનું પ્રોત્સાહન તમારો ઉત્સાહ વધારશે. તમારા કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.
કર્ક રાશિ
આજે તમે કોઇ પ્રતિયોગી પરીક્ષા તથા ઈન્ટરવ્યુનાં કાર્યમાં સફળતા મેળવશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. આજે માન-સન્માન મળવાના યોગ બની રહ્યા છે. તમારા વિચારેલા બધા જ કાર્ય આજે પુર્ણ થઇ શકે છે. ગૃહસ્થ સુખ મળશે. તમારું કોઇ જુઠ પકડાઈ શકે છે. આજે તમારે કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવાનું રહેશે. પોતાની વાણી પર નિયંત્રણ રાખો. કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે.
સિંહ રાશિ
આજે ધર્મ તરફ આકર્ષણ વધશે. સમાજ સેવાથી તમારા મનને માનસિક શાંતિ મળશે. રાજકારણનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ મોટું પદ મળવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં મોટો ફાયદો થવાના યોગ છે. તમે રોજિંદા કાર્યોથી અલગ કંઈક કરવા માંગશો, પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. અમુક લોકોને કારણે તમે પરેશાનીમાં મુકાઇ શકો છો. પરિવારજનોની સાથે તમે ખુબ જ સારો સમય પસાર કરશો.
કન્યા રાશિ
આજે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે, તેનાથી પરેશાન થવાની આવશ્યકતા નથી. આજે તમે પોતાના પરિવારનું મહત્વ સમજી શકશો. તમારા પરિવાર દ્વારા આપવામાં આવેલ સહયોગ તમારું હૃદય પરિવર્તન કરશે. આજે બપોર બાદ થોડો તણાવ મહેસુસ થઇ શકે છે. કામકાજની બાબતમાં તમારા ઉપરી અધિકારીઓનો બોજ વધી શકે છે. બપોર સુધી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.
તુલા રાશિ
તમારા પ્રિય વ્યક્તિને ગેરહાજરી આજે તમારા દિલને અશાંત બનાવી શકે છે. જો વેપારમાં પરેશાની આવી રહી હોય તો હાલમાં ધીરજ જાળવી રાખો. ધનલાભ માટે ખોટા રસ્તાની પસંદગી કરવાથી બચવું જોઈએ. ઘરની મહિલાઓ કાર્યોને લઇને વ્યસ્ત રહેશે. નોકરી કરતા લોકો માટે સમય યોગ્ય નથી. તન અને મનનું આરોગ્ય સારું રહેશે, પરંતુ જુના રોગો પ્રત્યે સાવધાન રહેવું. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. મિત્રોની સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આજે જોખમ ભરેલા કાર્ય કરવાનું ટાળવું. છુપાયેલા દુશ્મન તમારા વિશે અફવા ફેલાવવા માટે અધીરા બનશે. તમારું આકર્ષણ ધર્મ તરફ વધશે. સમાજ સેવાથી તમને માનસિક શાંતિ મળશે. તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય પોતાની ઉપર વિશ્વાસ જાળવી રાખવો. સમયસર કાર્ય પુર્ણ થવાને લીધે તણાવ રહેશે. વ્યવસાય સામાન્ય ચાલશે. પરિવારનાં વડીલોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. ભાગદોડ ભરેલા જીવનને આરામ આપવા માટેનો યોગ્ય સમય છે.
ધન રાશિ
આજે તમારી મુલાકાત અમુક એવા લોકો સાથે થઈ શકે છે, જે તમને વિચારસરણી બદલવા માટે પ્રેરિત કરી શકે છે. તમારી રચનાત્મક કાર્યોમાં રૂચિ વધશે. નોકરીમાં થોડી જવાબદારી વધી શકે છે, પરંતુ ખુબ જ જલ્દી બધું ઠીક થઈ જશે. ભવિષ્યને લઈને મનમાં જે આશંકા છે તેને પોતાના મિત્રોની સાથે વાત કરો. તમને જરૂરથી કોઈ સમાધાન મળી શકે છે. સમયની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને કામ કરો.
મકર રાશિ
આજે તમારી ઉપર ખોટા આરોપ લાગવાની સંભાવના રહેલી છે. કામ પ્રત્યે તમારી બેદરકારીને લીધે અધિકારી તમારા પર ગુસ્સે થઈ શકે છે. યોગ્ય રહેશે કે તમે સંપુર્ણ એકાગ્રતાની સાથે કામ કરવાની કોશિશ કરો. નવા કાર્યના આરંભમાં અસફળતા મળી શકે છે. વેપારમાં જો કોઈ પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હોય તો હાલનો સમય અનુકૂળ નથી. તમને નિયમિત કામકાજમાંથી થોડા સમય માટે છુટકારો મળી શકે છે. સ્ત્રી મિત્રો તરફથી હાનિ થઇ શકે છે.
કુંભ રાશિ
આજે વેપારમાં તમને ખુબ જ મોટી સફળતા મળવાની સંભાવના જોવા મળી રહી છે. કોઈ મોટો સોદો ફાઇનલ થઈ શકે છે, જેનાથી તમારો આર્થિક પક્ષ મજબુત બનશે. પરિવારના લોકોની સાથે ખુબ જ સારો સમય પસાર કરશો. સફળતા પ્રાપ્ત કરવા માટે સમયની સાથે તમારા વિચારોમાં બદલાવ લાવવો જરૂરી છે, તેનાથી તમારો દ્રષ્ટિકોણ વ્યાપક બનશે. મિત્રો અને પરિવારના લોકોનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ રાશિના અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે.
મીન રાશિ
આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે. પારિવારિક જીવનમાં સ્થિતિ અનુકૂળ રહેશે. ઘરનાં સદસ્યોની સાથે તાલમેલ જળવાઈ રહેશે. પૈસાની બાબતમાં આજનો દિવસ ખર્ચાળ સાબિત થઇ શકે છે. ખોટા ખર્ચ કરવાથી બચવું. પરિણીત લોકોને આજે પોતાના સંતાનની શિક્ષા અને નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રોફેશનલ લાઇફમાં ઉતાર-ચડાવ આવવાની સંભાવના રહેલી છે. આજે પ્રેમ-પ્રસંગમાં મામલાથી પોતાને દુર રાખવા.