મેષ રાશિ
આજે વ્યવસાયમાં વિસ્તાર તથા લાભ થઈ શકે છે. સમાજના કાર્યમાં તમે ભાગ લઈ શકશો અને પરોપકારના કાર્ય કરશો .તમારી વાતો થી બધા લોકો પ્રભાવિત થશે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવાનો અવસર આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. ધન કમાવવાની યોજના બનાવવા માટે સારો દિવસ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા જીવનમાં આવનારી બધા જ પ્રકારની ખરાબ શક્તિઓ નષ્ટ થઈ જશે. ખોટા ખર્ચ કરવાથી બચવું.
વૃષભ રાશિ
તમારા અટવાયેલા બધા સરકારી કાર્ય પૂર્ણ થશે. બૌદ્ધિક કાર્ય અથવા સાહિત્ય લેખન જેવી પ્રવૃત્તિ માટે અનુકુળ સમય છે. પરિવાર અને કાર્યક્ષેત્રમાં પ્રતિકૂળ વાતાવરણ હોવાને કારણે મન ઉદાસ રહેશે. સ્નેહના બંધન જાળવી રાખવા માટે તમારે પરસ્પર સન્માન અને વિશ્વાસ ઊભી કરવાની જરૂરિયાત છે. બીમારીના કારણે દવાખાનામાં ખર્ચો થઈ શકે છે. ક્રોધ અને વાણીને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. પારિવારિક સદસ્યો સાથે મતભેદ થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોની ધર્મમાં રુચિ વધશે. નોકરીમાં પરિશ્રમ-નિષ્ઠાનું સારું પરિણામ પ્રાપ્ત થશે. જીવનસાથીની સાથે સંબંધોમાં આત્મીયતાનો અનુભવ કરી શકશો. ભાઈ બહેન સાથે તથા વડીલો સાથે રહેવાનો અવસર મળશે. તમારું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તમે જે ઇમાનદારીપૂર્વક મહેનત કરી રહ્યા છો, તમને તેનું સારું પરિણામ પ્રાપ્ત થશે. માનસિક શાંતિનો અનુભવ થશે.
કર્ક રાશિ
આજે તમે પોતાના પરિવારને ઓછો સમય આપી શકશો. આર્થિક યોજનાઓ સારી રીતે પૂર્ણ કરી શકશો. પરિવારની સમસ્યાઓમાં ધ્યાન આપવું. દાંપત્ય સંબંધ મધુરતાથી ભરપૂર રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. વેપારમાં અચાનક ધન લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે. હાથમાં આવેલ અવસર તમે ગુમાવી પણ શકો છો. તમારા જિદ્દી વ્યવહારને કારણે અન્ય લોકો સાથે સંઘર્ષ થવાની પણ સંભાવના છે. વાણી દ્વારા તમે બધાનાં મન જીતી શકશો.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોને આજે અચાનક આવક વધી જશે. આજે કોઈ નાના કામમાંથી પણ તમને મોટો ફાયદો મળી શકે છે. વ્યવહારિક જીવનમાં અનુકૂળતા જળવાઈ રહેશે. કોઈ અટવાયેલી સ્થિતિને તમે આજે સમજદારીપૂર્વક ઉકેલ લાવી શકશો. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. નવા લોકોની સાથે મળવું અને તેની સાથે વાત કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આર્થીક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. જો આજે કોઈ તમારી મદદ કરે છે તો તેનો આભાર માનવાનું ભૂલવું નહીં.
કન્યા રાશિ
તમારો આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. પારિવારિક રિવાજોને નજરઅંદાજ કરવા નહીં. કોઈ નવા વ્યવસાયને લઈને આજે તમારી મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે. તમારી આજની આવક પણ ખૂબ જ સારી રહેશે. કાર્યસ્થળ પર માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાન પક્ષ તરફથી સુખની અનુભૂતિ થઈ શકે છે, જેનાથી તમારી પ્રસન્નતામાં વધારો થશે. વેપાર કરતા લોકોને પોતાના વેપારમાં સારો લાભ જોવા મળશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકોના અધૂરા સપના આજથી પુરા થવા લાગશે. તમારા પ્રેમ જીવનમાં થોડી મુશ્કેલી આવી શકે છે. તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની દખલ તમારી વચ્ચે અંતર પેદા કરી શકે છે. તમારા મનમાં પ્રેમ અને ઉલ્લાસની વૃદ્ધિ થશે. તમારા પોતાના ખાન-પાન થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે. જંકફૂડ ખાવાથી તમારે બચવું. રોકાણ અને લેવડ દેવડના મામલામાં થોડું સમજી વિચારીને નિર્ણય લેવો, જેનાથી તમને ફાયદો થશે.
વૃશ્ચિક રાશિ
આજે ફેલાયેલા કામોને નજર અંદાજ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તમને પોતાના કોઇ નજીકના અથવા ભરોસાલાયક વ્યક્તિની સલાહ લેવી જોઈએ. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. સમજી વિચારીને રોકાણ કરવું. માતા-પિતા પોતાના બાળકોના અભ્યાસમાં તેમની મદદ કરે. આજે તમે કોઇ નવું કામ કરવા વિશે વિચારી શકો છો. દરેક વ્યક્તિ તમારી વાતને ધ્યાનથી સાંભળશે પરિવારના સદસ્યોની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ તમને માનસિક પરેશાની આવી શકે છે.
ધન રાશિ
આજે અનાવશ્યક ખર્ચ તમારા બજેટને અસંતુલિત કરી શકે છે. પરિવારમાં તમારી સાથે થોડા મતભેદ થઈ શકે છે, પરંતુ ભાઈ બહેન ની મદદ મળવાની સંભાવના છે. આજે તમે અમુક ખાસ સંબંધોને મજબૂત બનાવવાની કોશિશ કરી શકો છો. મિત્રો સાથે તમારા સંબંધો સારા રહેશે. તમારા માટે જરૂરી છે કે તમે પૈસાને નિયંત્રિત કરો અને સુરક્ષિત ભવિષ્ય માટે થોડું ફંડ બચાવીને રાખો. જીવનસાથી સાથે સંબંધોમાં સુધાર આવી શકે છે. મન દુવિધામાં રહેવાથી નિર્ણય લેવામાં અડચણ ઊભી થઈ શકે છે.
મકર રાશિ
આજનો દિવસ ખૂબ જ સારા પ્રદર્શન અને ખાસ કામો માટે છે. આજે જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે. તેમનો વ્યવહાર થોડો રહસ્યમય અને ચીડિયો પણ રહેશે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે. આજે તમારે વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આજનો દિવસ પ્રેમ અને ધનની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છે.
કુંભ રાશિ
પ્રશાસનિક અધિકારીઓની સહાયતા મળી શકે છે. આજે તમે આનંદ, ઉત્સાહ અને પ્રસન્નતાનો અનુભવ કરશો. નવા કાર્યની શરૂઆત લાભદાયક સાબિત થશે. આર્થિક મામલામાં કરવામાં આવેલ પહેલ લાભ આપી શકે છે. પરિવારનો માહોલ ખુશનુમા રહેશે. બાળકોની સાથે કોઈ પાર્કમાં ફરવા માટે જઈ શકો છો. ધનલાભના કોઈ મોટા અવસર તમને મળવાની સંભાવના છે. કારકિર્દીમાં ઉન્નતિ કરવા માંગો છો, તો મનને નિયંત્રિત કરીને મહેનત કરતા રહેવી, તમને જરૂર સફળતા મળશે.
મીન રાશિ
આજે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન થવાના અણસાર છે અને પરિણામ પણ તમારી અનુકૂળ રહેશે. આજે લોકો તમારાથી ખૂબ જ પ્રભાવિત થશે. અમુક નવા લોકોથી શુભ કામમાં મદદ મળશે. આજે ખંભા નાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે. તમારે પોતાના સ્વાસ્થ્ય બાબતમાં સાવધાન રહેવું જોઈએ. ભાગીદારીમાં લાભ થઈ શકે છે. ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરી શકશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.