રાશિફળ ૧૫ ઓકટોબર : આજે દશેરા પર બની રહ્યો છે શુભ સંયોગ, આ ૫ રાશિઓનું ભાગ્ય ચમકી જશે

Posted by

મેષ રાશિ

લેખન અને સાહિત્ય સર્જન જેવા કાર્યોમાં રૂચિ વધશે. ધન લાભ થશે. આજનો દિવસ માનસિક શાંતિ તથા આત્મબળમાં વૃદ્ધિ થશે, તો વળી બીજી તરફ સારી વાતોનું શ્રવણ કરવું તમારા માટે ખુબ જ જરૂરી છે. મંદિર જઈને માથું નમાવવું, તમારા બધા કામમાં ફાયદો થશે. પ્રેમીઓ એકબીજાની પારિવારિક ભાવનાઓને સમજશે. કાર્યની સાથે સાથે આરામ ઉપર પણ ધ્યાન આપવાની આવશ્યકતા છે. જો કાર્ય વધારે હોય તો વચ્ચે બ્રેક લેવો. કાર્યક્ષેત્રમાં તમને દરેક લોકો ગંભીરતાથી સાંભળશે.

વૃષભ રાશિ

આજે બહાર નીકળીને પોતાની રચનાત્મક પ્રતિભાવ વ્યક્ત કરવા માટે સારો દિવસ છે. કોઈ ટુ-વ્હીલર ખરીદવાનું મન બનાવી શકો છો. આજે તમે વધારે સંવેદનશીલ બની શકો છો. વેપાર અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી યાત્રા થઈ શકે છે. તમે એકાંતનો આનંદ લઇ શકશો. મુસીબતમાંથી બહાર નીકળવા માટે તમારે પોતાના પરિવારજનોની મદદ લેવી જોઈએ. જુની મહેનતનું ફળ મળી શકે છે, થોડો સમય જરૂર લાગશે.

મિથુન રાશિ

રોજગારમાં લાભકારી સ્થિતિ રહેશે. વધારાની આવક માટે પોતાની સર્જનાત્મક શક્તિની મદદ લેવી. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રોનો પુરો સહયોગ મળશે. ઇન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. ભાગીદાર દગો આપી શકે છે. શેર માર્કેટમાં નુકસાન થઈ શકે છે. વેપારની બાબતમાં ચિંતા વધી શકે છે. સંબંધી અને મિત્રો પાસેથી અચાનક ઉપહાર મળશે. વાહન પ્રક્રિયા સાવધાની રાખવી જરૂરી, નહીંતર ઇજા થવાની સંભાવના છે.

કર્ક રાશિ

નવા લોકો સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. કોઈ વ્યક્તિની સાથે તમારા સંબંધોમાં સુધારો થવાના યોગ છે. પોતાની આદત સુધારવાની કોશિશ કરો. તમારા માટે દિવસ સામાન્ય રહેશે. નાની નાની બાબતોને લઈને તમારા પરસ્પર ઝઘડા આજે વૈવાહિક જીવનમાં કડવાશ ઊભી કરી શકે છે. તમે આજે કોઈ મુસીબતનો ઉકેલ લાવવામાં સંપુર્ણ રીતે સફળ રહેશો. આત્મવિશ્વાસથી કામ કરવું કોઈ કામમાં જીદ કરવી નહીં.

સિંહ રાશિ

તમે એવા સ્ત્રોતમાંથી ધન અર્જિત કરી શકો છો, જેના વિશે તમે પહેલા ક્યારેય વિચાર્યું નહીં હોય. વેપાર સાથે જોડાયેલી ફાયદાકારક યાત્રા થઈ શકે છે. અધિકારીઓ પાસેથી કામમાં સહયોગ મળી શકે છે. પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે. અન્ય લોકોને કામમાં દખલઅંદાજી કરવી નહીં. આજે કરવામાં આવેલ રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે, પરંતુ તમારે ભાગીદારોના વિરોધનો સામનો કરવો પડશે. કામકાજથી ગભરાવું નહીં. કાયદાકીય બાબતોમાં ફસાઈ શકો છો.

કન્યા રાશિ

આજે તમને ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આનંદ અને સંતોષની ભાવનાનો અનુભવ થશે. પરિવારની સાથે કોઇ જગ્યાએ બહાર ફરવા જવા માટેનો પ્લાન બનાવી શકો છો. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે. કોઈ મિત્ર તમને મળવા માટે આવી શકે છે. મિત્ર સાથે અંગત સમસ્યાઓને શેર કરવાથી મનનો બોજ હળવો થશે. ધનનાં રોકાણ માટે સમય અનુકુળ છે. પરિવારમાં સંતાન અને જીવનસાથી તરફથી લાભ થશે. બહેનો સાથે લડાઈ ઝઘડા થઈ શકે છે.

તુલા રાશિ

પોતાની ઇચ્છા વિરુદ્ધ કાર્ય થવાથી ગુસ્સો વધારે રહેશે. દાંપત્યજીવનમાં તમારો પ્રેમ જળવાઈ રહેશે. પાર્ટનર સાથે પ્રેમ અને સુખ મળવાના યોગ બનશે. તમારા વડીલોનો પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. અન્ય લોકો પ્રત્યે ઉદાર વલણ અપનાવવું. દરેક સ્થિતિમાં પોતાનો દ્રષ્ટિકોણ સકારાત્મક જાળવી રાખવો. યાત્રા પર જવું સુખદ રહેશે. આજે તમે કંટાળાજનક સ્થિતિમાંથી બહાર નીકળવાની કોશિશ કરશો.

વૃશ્ચિક રાશિ

મિત્રો તરફથી આપવામાં આવેલી ભેટથી આનંદ મળશે. પાર્ટનરશીપમાં લાભ થશે. તમારા પોતાના નકામા ખર્ચને ઓછો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આર્થિક પક્ષ પહેલાં કરતાં વધારે મજબુત બનશે. ઓફિસમાં એક્સટ્રા કામ કરવાથી તમારું અટવાયેલું કાર્ય જલ્દી પુર્ણ થશે, જેનાથી ખુશ થઈને બોસ તમારી પ્રશંસા કરશે. વિચાર પરિવર્તન જલદી થઈ શકે છે. વેપારમાં કોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ લાભદાયક સાબિત થશે.

ધન રાશિ

પરિવારની સાથે કોઇ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો ઓફિસમાં તમને કોઈ મહત્વપુર્ણ પ્રોજેકટ સોંપવામાં આવી શકે છે. તેવામાં તમે સંપુર્ણ જવાબદારીની સાથે પોતાનું કાર્ય કરો, નહીંતર તમારા હાથમાંથી સુવર્ણ અવસર નીકળી શકે છે. આજનો દિવસ તમારી માટે મિશ્રિત ફળદાયી રહેશે. વ્યવસાયમાં કોઈ નવી વિચારધારા અમલમાં લાવશો. લેખન અને સાહિત્યના વિષયમાં વિશેષ કાર્ય કરશો.

મકર રાશિ

લાંબા સમયથી અટવાયેલો કોઈ કાનુની મુદ્દો આજે ઉકેલી શકાશે. આ મુદ્દો તમને ખુબ જ પરેશાન કરી રહ્યો હતો. જો તમે પોતાની રચનાત્મકતા ને વધારવા માંગો છો તો આજનો દિવસ ખુબ જ સારો છે. આ અવસરનો લાભ ઉઠાવો અને નવી રીતથી કામ કરવાનો કોઈ અવસર હાથમાંથી જવા દેવો નહીં. તમારી બધી પરેશાનીનો ઉકેલ મળશે અને જીવન સામાન્ય રૂપથી ચાલશે. તમે માનસિક તથા ભાવનાત્મક રૂપથી આગળ વધી શકશો.

કુંભ રાશિ

લાઈફ પાર્ટનર અથવા પ્રેમીને લઈને તમે વધારે સંવેદનશીલ બની શકો છો. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં રૂચિ વધશે. સ્વાસ્થ્યને લઈને ખાણીપીણી પર ધ્યાન આપવાની જરૂરિયાત છે, નહીંતર સ્વાસ્થ્ય બગડી શકે છે. કોઈ ગેરસમજણ લીધે તમારો મુડ બગડી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રતિસ્પર્ધીઓને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

મીન રાશિ

આજે તમે જીવનમાં ઝડપથી પ્રગતિ કરીને સફળતાનાં નવા કીર્તિમાન સ્થાપિત કરવામાં સફળ રહેશો. કોઇ એવો ઈર્ષાળુ સ્વભાવનાં સહકર્મી તમારા કાર્યમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરી શકે છે. તે સિવાય તમારી પ્રતિષ્ઠાને ધુળમાં મેળવવાની કોશિશ કરશે. આ પ્રકારના મામલામાં તમારે ખુબ જ હોશિયારીથી કામ લેવાની જરૂરિયાત છે. આજે તમે પોતાની અત્યાર સુધીની સફળતાઓ વિશે વિચારશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *