રાશિફળ ૧૫ સપ્ટેમ્બર : આ ૪ રાશિઓ માટે મોટું પરિવર્તન લાવશે આજનો દિવસ, પરેશાનીઓ ઓછી થશે

Posted by

મેષ રાશિ

આજે તમને પરિવારજનોનો પુરો સહયોગ મળશે. જો નવું કામ શરૂ કરી રહ્યા છો તો આગળ ચાલીને તેનાથી ફાયદો મળશે. વિવાહિત લોકોએ જીવનસાથી સાથે વાદવિવાદ કરવાથી બચવું. દુશ્મન તમારી પાસે મિત્રતા માટે હાથ આગળ વધારી શકે છે. શહેરથી બહાર યાત્રા વધારે આરામ દાયક રહેશે નહીં. પરંતુ આવશ્યક ઓળખ બનાવાના દ્રષ્ટિકોણથી ફાયદાકારક સાબિત થશે. આર્થિક મામલાઓમાં અમુક ઉપલબ્ધિઓ તમારા હિસ્સામાં આવી શકે છે.

વૃષભ રાશિ

હાલનો દિવસ પરાક્રમ તથા સાહસમાં વધારો કરશે. પોતાની નવી તથા આધુનિક વિચારધારા ની સાથે વેપાર માટે તમે કોઇ મોટો નિર્ણય લઈ શકો છો, જે આગળ જઈને સફળ થશે. અંગત સંબંધોમાં દેખાડો કરવો નહીં. લોકો દ્વારા તમને બતાવવામાં આવેલી ખામીઓને નેગેટિવ લેવાને બદલે શાંતિથી સમજો અને પોતાના માં સુધારો લાવવો. યાત્રા તમારા માટે આનંદદાયક રહેશે અને ખુબ જ ફાયદાકારક થશે. દાંપત્યજીવનના દ્રષ્ટિકોણથી આજનો દિવસ મુશ્કેલી ભરેલો રહેશે. આજે તમે પોતાની વાતોને ખુબ જ પ્રભાવશાળી રીતે રાખવામાં સફળ રહેશો.

મિથુન રાશિ

આજે તમારે પોતાને ગુસ્સાથી બચવા માટે તુલસીને પાણી આપવું અને સારું સંગીત સાંભળવું. પહેલાંથી બનાવવામાં આવેલી યોજના પુરી થશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. કોઈ જગ્યાએ બહાર જવા માટેનો પ્લાન બની શકે છે. બાળકોની સફળતાથી તમે પોતાને ગૌરવ મહેસુસ કરશો. આર્થિક તંગીને કારણે પૈસા ઉધાર લેવા પડી શકે છે. હાલનો સમય તમારા માટે સારો ચાલી રહ્યો છે અને તમે પોતાના જીવનમાં સુધારો કરી શકશો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે.

કર્ક રાશિ

આજે કાર્યમાં દિલચસ્પી વર્ષે નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. આવકમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થવાથી મન હર્ષિત રહેશે. તમારા મિત્રો તમારી અંગત સમસ્યાઓને દુર કરવામાં મદદ કરી શકે છે. જો પહેલાથી કોઈ સંબંધી સાથે તકરાર થયેલી છે તો તેની સાથે સંબંધોમાં સુધારો લાવવા માટે દિવસ સારો છે. તમે અને તમારા મિત્રો આજનો દિવસ યાદગાર બનાવશો. તમારા વિચારોની પ્રશંસા થશે.

સિંહ રાશિ

પ્રવાસમાં વિઘ્ન આવવાની સંભાવના છે, પરંતુ બપોર બાદ સ્થિતિ તમારા પક્ષમાં આવી જશે. સંબંધીઓ તરફથી આનંદદાયક સમાચાર મળશે. કાળાનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખુશખબરી મળશે. તમે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરશો. તમારા માટે પોતાના પ્રિય વ્યક્તિથી દુર રહેવું મુશ્કેલ બનશે. આજે કાર્યક્ષેત્રમાં તમે પોતાની તાકાત અને કમજોરીને જાણી શકશો. પિતા અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

કન્યા રાશિ

વાંચન લેખન કાર્યોમાં રૂચિ વધશે. કામને લઈને તમારો ઉત્સાહ જળવાઈ રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. આજે થોડા વધારે વ્યસ્ત રહેવાને લીધે શારીરિક થાક મહેસુસ થશે. કોઇ વિશેષજ્ઞની સલાહ તમારા માટે આગળ ચાલીને ઉપયોગી સાબિત થશે. તમારા કાર્યની પ્રશંસા થશે, જેનાથી તમને ખુબ જ ખુશી મળશે. તમને કોઈ ઇનામ પણ મળી શકે છે. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળવાના યોગ છે.

તુલા રાશિ

આજે તમારા પ્રેમ સંબંધો એક નવો વળાંક લઇ શકે છે. ઉતાવળમાં કોઇ જગ્યાએ રોકાણ કરવું નહીં. ભાગ્યનો સાથ તમને ખુબ જ સારો મળશે. ભુતકાળમાં કરવામાં આવેલ કાર્ય થી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને અધિકારીઓ તરફથી સન્માન મળશે. ઓફિસમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તમારી થોડી બેદરકારી તમને પરેશાનીમાં મુકી શકે છે જરૂરી કાર્ય પુર્ણ ન થવાને લીધે મન અશાંત રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા આત્મસન્માન માં વૃદ્ધિ થશે તથા ઘર પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પાર્ટી તથા પિકનિકનો કાર્યક્રમ બની શકે છે. આજે આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. નોકરીમાં અથવા વેપારમાં તમારી પ્રગતિ થશે. તકરાર તથા કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવું. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો. રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. પોતાની મધુર વાણીથી લોકોને આકર્ષિત કરી શકશો.

ધન રાશિ

આજે જુના પૈસા મળી શકે છે. નવી યોજના તમારી સામે આવી શકે છે. ભાગ્યનો સાથ મળશે. વ્યવસાય સારો ચાલશે. દિવસની શરૂઆત નવી ઉર્જાની સાથે થશે. વિચારેલા કાર્યો સમયસર ન થવાને લીધે મન અશાંત રહેશે. પરસ્પર સહમતિથી કાર્ય કરીને આગળ વધવું. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. આવકનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. કોઇ નવી વાત પણ શીખવા મળશે. વેપારમાં વિસ્તાર થવાની સંભાવના રહેલી છે.

મકર રાશિ

આજે જરૂરી કામકાજ પુર્ણ થઇ શકે છે. તમારે પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂરિયાત છે, નહીંતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો. પરિવારના લોકો તમારો સાથ આપશે અને તમારી દરેક વાત સમજશે. આજનાં દિવસે સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ધન સંપત્તિની બાબતમાં તમને લાભ થશે. નોકરીમાં પોતાના નિયમિત કામથી કંઈક અલગ કરવાની કોશિશ કરશો, તેમાં સફળ રહેશો. મહેનતથી સફળતા મળવાના યોગ છે. મનમાં ઘણા વિચાર ચાલી રહ્યા હોય તો તેને ધીરે ધીરે પુરા કરો.

કુંભ રાશિ

આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી બચવાનું રહેશે, નહીંતર નુકસાન થઈ શકે છે. જો પહેલાથી કોઇ જમીન લીધેલી છે તો તેને વેચીને તમે ફાયદો કમાઇ શકો છો. આ રાશિના જે લોકો સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાયેલા છે, તેમનો દિવસ ઉત્તમ રહેવાનો છે. આજે તમારે મહત્વપુર્ણ બાબત પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. પારિવારિક ચિંતા જળવાઈ રહેશે. યોગ્ય સમય પર તમને મદદ મળી શકે છે. પોતાના અંગત જીવનમાં અન્ય લોકોને પ્રવેશ આપવો નહીં. પોતાના પરિવાર પ્રત્યે પોતાની જવાબદારીઓને સમજો.

મીન રાશિ

આજે કંઈ પણ થાય પરંતુ કાર્યાલય તથા સાર્વજનિક જગ્યા પર ઝઘડો કરવાથી બચવું. અમુક મામલામાં તમને રાહત મહેસુસ થશે. કોઈ વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં આકર્ષણની ભાવના વધી શકે છે. આજનો દિવસ ખુબ જ વ્યસ્ત રહેશે, પરંતુ સાથોસાથ પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. કોઈપણ નવું કામ સાવધાનીથી કરો. રજાઓ ગાળવા અથવા હરવા ફરવાનું મન થઇ શકે છે. કોઇ મોટો ફાયદો મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી વ્યાપારિક સમસ્યાઓનું સમાધાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *