રાશિફળ ૧૬ જુલાઇ : બ્રમ્હાજી ની કૃપાથી આ ૪ રાશિઓની આવકમાં થશે વધારો, જીવન નવી દિશા તરફ આગળ વધશે

Posted by

મેષ રાશિ

આજે કોઇ નવા વ્યક્તિ પ્રત્યે આકર્ષણ મહેસુસ થઈ શકે છે. રોજગાર મળશે. કપડા નો વ્યવસાય કરો છો તો આજે તમને લાભ મળવાના યોગ છે. આજે કોઈ મિત્રની મદદથી તમારા જીવનમાં કોઈ મોટી ખુશખબરી આવી શકે છે. બુદ્ધિમાની થી કરવામાં આવેલ રોકાણ ફળદાયી રહેશે, એટલા માટે પોતાની મહેનતની કમાણી સમજી-વિચારીને લગાવો. આર્થિક કાર્યોમાં સફળતા મળશે. મનોરંજનનાં અવસર પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

આજે પોતાની આવડત અને રચનાત્મક રીતે પ્રદર્શિત કરી શકો છો. બિનજરૂરી ચીજો પર રૂપિયા ખર્ચ કરીને તમે પોતાના જીવનસાથીને નારાજ કરી શકો છો. પ્રેમની બાબતમાં આજે ગેરસમજણ ઉભી થઈ શકે છે. જો કોઈ જગ્યાએ તકરાર અથવા વિવાદ થયો છે તો પોતાની વાતને યોગ્ય રીતે રાખી શકશો નહીં અને બધા લોકો તમને ખોટા સમજશે. વેપાર ધીમો ચાલશે. સંપત્તિનાં મોટા સોદા લાભ આપી શકે છે.

મિથુન રાશિ

આજે તમે પરિવારજનોની સાથે લાંબા અંતરની યાત્રાનો પ્લાન બનાવશો. વેપારીઓને મોટો ધનલાભ થશે. તમે પોતાની ધીરજ અને પ્રતિભાથી શત્રુ પર વિજય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. સંધ્યા સમય થી રાત્રી સુધી પ્રિય વ્યક્તિઓના દર્શનથી મન પ્રફુલ્લિત રહેશે. સંબંધીઓના ઘરે આવવાથી ખુશીઓનું વાતાવરણ રહેશે. રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. તમારા યશ, પ્રતિષ્ઠા અને ઐશ્વર્યની વૃદ્ધિ થશે. ઉતાવળ તથા બેદરકારી થી નુકસાન થઈ શકે છે.

કર્ક રાશિ

આજે પોતાના પરિવારજનો તથા પાડોશીઓ સાથે તકરાર કરવાથી બચવું. કારણ કે નાની તકરારથી મોટો ઝઘડો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં અચાનક તમારી ઉર્જાનું સ્તર ખુબ જ નીચે જઇ શકે છે, જેના કારણે તમારે ઘણી કઠણાઈઓનો સામનો કરવો પડશે. પરિવારજનો સાથે સંબંધો સારા બનશે. ઓફિસમાં કામમાં ઉપલા અધિકારીની પ્રશંસા પ્રાપ્ત થશે. પરિવાર તથા મિત્રોની સાથે સમય સારો પસાર થશે. પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા રહેશે. સ્વાસ્થ્યનો પાયો કમજોર રહેશે.

સિંહ રાશિ

આજે તમે મિત્રોની સાથે ફરવા જવાનું આયોજન બનાવી શકો છો. વ્યવસાયમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ માંથી રાહત મળશે. તમને લાગશે કે હવે ધીરે ધીરે ભાગ્ય તમારો સાથ આપી રહેલ છે. પોતાના જીવનસાથીને કોઈ પણ બાબતમાં ફરિયાદ કરવી નહીં, કારણ કે તેમનો મિજાજ પહેલાથી ખરાબ છે જેના કારણે દિવસ ખરાબ થઈ શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. કાયદાકીય અડચણ દૂર થવાથી મન હર્ષિત રહેશે.

કન્યા રાશિ

જીવનસાથીની સાથે એક આરામદાયક દિવસ પસાર થશે. તમારા પ્રયાસ સકારાત્મક પરિણામ અપાવશે. કોઈ આધ્યાત્મિક ગુરૂ અથવા વડીલ તમારી સહાયતા કરી શકે છે. જીવનસાથીને કારણે અમુક નુકસાન થઈ શકે છે. ભૌતિકતાનાં આધાર પર થોડો અસંતોષ થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. ઉચ્ચ અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. જીવનસાથીની સલાહથી કાર્ય પૂર્ણ થશે. કોઈ કાગળ પર જોયા વગર હસ્તાક્ષર કરવા નહીં.

તુલા રાશિ

ઘર પરિવારમાં અમુક મહેમાનોનું આગમન થઈ શકે છે. નવી નોકરી અથવા પ્રમોશનમાં કોશિશ કરો છો તો તમારી કોશિશ પૂર્ણ થઇ શકે છે. તમારી ઉત્સુકતા પણ ચરમ પર હશે. આજે તમે નવા લોકો સાથે સંપર્ક કરી શકો છો. તમારી ખુશી બમણી થઇ શકે છે. પોતાના પર કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો સફળ જરૂરથી બનશો. પૈસાના ક્ષેત્રમાં નવા અને સારા અવસર મળી શકે છે. સામાજિક કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

આજે જોશમાં આવીને કોઈ પણ વચન આપવું નહીં. કોઈ નજીકના સંબંધી તમારી મદદ માટે આગળ આવશે. તમારા અનુભવને કારણે તમારા સાથી તમારા પાસેથી સલાહ લઇ શકે છે. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. વેપારની બાબતમાં તમારી યાત્રા કરવી પડી શકે છે. કોઈ પડકારજનક સમસ્યાનો સામનો કરવા માટે તમારે પરિવારજનોની મદદથી તથા માર્ગદર્શનની જરૂરિયાત રહેશે. તમને રોજગારના અવસર મળી શકે છે.

ધન રાશિ

આજે કોઇ મિત્ર સાથે દિલની વાત શેર કરી શકો છો. કોઈ મુશ્કેલ ભરેલી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉકેલ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ઓળખાણને લીધે મદદ મળશે. નવા સોદા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગાયને રોટલી ખવડાવવાથી તમારા ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. ક્રોધ પર કાબૂ રાખો અને આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં. સરકારી કામમાં બેદરકારી રાખવી નહીં.

મકર રાશિ

ઘરેલું જીવનને લઇને મનની અંદર ઉથલપાથલ રહી શકે છે. આજે બાળકોનાં ભવિષ્યને લઈને ચિંતા જળવાઈ રહેશે. તમારા જીવનસાથી તમારી ખુબ જ પ્રશંસા કરશે. તેનાથી તમારું મન ખુશ થઈ જશે. સાંજના સમયે ઘરે મહેમાનોનું આગમન થશે, જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે. વેપારમાં પ્રગતિ થશે. સ્થાન પરિવર્તનનાં યોગ બની રહ્યા છે. તમારી ઉતાવળ આજે તમને કોઇ પરેશાનીમાં મુકી શકે છે. આજે પોતાના નિર્ણય તમારે જાતે લેવાના રહેશે.

કુંભ રાશિ

આજના દિવસે તમારી યોજનાઓમાં છેલ્લા સમયે બદલાવ થઈ શકે છે. સામૂહિક અને સામાજિક કામ માટે દિવસ સારો છે. પરિવારમાં મોટા ભાગના કાર્ય પૂર્ણ કરી શકો છો. મિત્રોની સાથે સમય પસાર કરી શકશો. કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની યોજના બની શકે છે. આજે જોખમ ભરેલું કાર્ય કરવું નહીં તથા મોટા નિર્ણય લેવા નહીં. રમતમાં દિલચસ્પી રાખનાર લોકો આજે સારું પ્રદર્શન કરી શકશે. લવ મેટ માટે આજનો દિવસ સારો રહેશે.

મીન રાશિ

આજનો દિવસ ભાવનાત્મક રહેશે. અટવાયેલા કાર્ય વિવાદ તથા સમસ્યાનું નિરાકરણ થશે. તમને જીવનસાથી તરફથી કોઈ એવી ચીજ મળી શકે છે, જેની રાહ તમને ઘણા લાંબા સમયથી હતી. તમારી મુલાકાત કોઇ જૂના મિત્ર સાથે થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી હોવાની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. માતા-પિતાની ખુશી જોઈને તમને માનસિક ખુશી પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *