મેષ રાશિ
આજે અમુક લોકો તમારો વિરોધ કરી શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ તથા પ્રસન્નતા પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલી રહેલ તમારો કોઈ આર્થિક પ્રયાસ સફળ થવાથી અપેક્ષા અનુસાર પરિણામ મળશે. આજે તમે પોતાના પરિવારજનો માટે ખરીદી કરી શકો છો. ભાગ્ય અનુકુળ છે, જેથી લાભ ઉઠાવવો પોતાની વાણી થી અન્ય લોકોને વિચારવા માટે મજબુર કરી શકો છો. કામનું દબાણ ઓછું રહેશે અને આજે તમે બધું જ કાર્ય પુર્ણ કરી શકશો.
વૃષભ રાશિ
પ્રેમીજનો ના સંબંધો મધુર બનશે. બાળકો કારકિર્દી માટે ગુરુનું પરામર્શ લઇ શકે છે. આ રાશીનાં એન્જિનિયર્સ માટે દિવસ ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર કર્મચારી પરેશાન રહેશે. પેટ સંબંધિત વિકાર થઇ શકે છે, યોગ્ય રહેશે કે તમે પોતાના વિચારોને સાંભળો. નવું કામ શરૂ કરી શકો છો. કોઈ નોકરી માટે કંપની માંથી મેઈલ આવી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
મિથુન રાશિ
આજે તમારે અનૈતિક કાર્યોથી દુર રહેવું. તમે છેલ્લા અમુક દિવસોથી સમજી શકતા નથી કે તમારે શું કરવાનું છે, પરંતુ તમારા વિચારમાં સ્પષ્ટતા આવશે. તહેવારનાં સમયમાં બોનસ મળવાથી તમારી ખુશીમાં વૃદ્ધિ થશે. વેપારી વર્ગની ઇન્કમમાં વધારો થશે. મહિલા મિત્રોનો સહયોગ મળશે. નવા સંબંધો બનાવતા પહેલા વિચારવું. જો તમે વેપાર કરી રહ્યા છો તો આજે કોઈ શોધ કરી શકે છે. તમારે પોતાની વાણી પર સંયમ રાખવું જોઈએ.
કર્ક રાશિ
આજે માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વિરોધીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો માંથી મુક્તિ મળશે. વેપારીઓએ પોતાના ગ્રાહકો સાથે આવેશમાં આવીને વાત કરવી નહીં, નહીંતર વિવાદ થઈ શકે છે. જમીન-મકાન સંબંધિત કાર્યો બહારનાં સહયોગથી પુર્ણ થશે. મિત્રો તથા સ્વજનો સાથે મુલાકાત થઇ શકે છે. કોઈપણ વ્યક્તિ ઉપર પોતાના વિચારોને લાડવા નહીં.
સિંહ રાશિ
આજે ગમે તેટલી મજબુરી હોય પરંતુ કોઈપણ પ્રકારના નકારાત્મક નિર્ણય લેવા નહીં, આજે નસીબ તમારો સાથ આપશે. તેમ છતાં પણ પોતાનું સમગ્ર ધ્યાન કામકાજ પર રાખવું. પરિવારને સમય આપવો જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો નારાજગીનો સામનો કરવો પડશે. જો તમે આજે અન્ય લોકોની સાથે હળી-મળીને રહેશો તો ભવિષ્યમાં લાભ થશે. આજનો દિવસ તમારા માટે શાંતિ ભરેલો રહેશે.
કન્યા રાશિ
આજે પરિસ્થિતિઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી શકશો. માનસિક રૂપથી મજબુતી પ્રાપ્ત કરવા માટે ધ્યાન અને યોગની મદદ લેવી. માતા-પિતાનું તમારા પ્રત્યે પ્રેમ વધશે અને તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો. તમે પણ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો અને તેમની કોઈ ઈચ્છા હોય તો તેને પુર્ણ કરો. વિદ્યાર્થીઓ પોતાની સફળતા થી પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં લાભ થી મહર્ષિ રહેશે. કોઈપણ વાત સાથે જોડાયેલ નકારાત્મક વિચારો પર વધારે ધ્યાન આપવું નહીં.
તુલા રાશિ
આજે લોકો તેમને સાંભળશે અને તમારી વાતોનો પ્રભાવ તેમના પર પડશે, એટલા માટે વાતચીત દરમિયાન પોતાના શબ્દોની પસંદગી સાવધાનીપુર્વક કરવી ખુબ જ જરૂરી છે. આજનો દિવસ પોતાના પરિવારજનોની સાથે કોઈ યાત્રા પર જવાની યોજના માટે ખુબ જ સારો રહેશે. પરિવારજનો સાથે તમારી યાત્રા ખુબ જ સારી રહેશે, તેનાથી તમારો પરસ્પર પ્રેમ વધશે અને તણાવ ઓછો થશે. પોતાના નિસ્વાર્થ ભાવથી કામ કરશો તો તેનું ફળ અવશ્ય મળશે.
વૃશ્ચિક રાશિ
આજે પોતાના કોઈ સંબંધોની કડવાશથી બચાવવા માટે મૌન રહેવાનું રહેશે. આજે તમને કોઇ સરપ્રાઇઝ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. તેમના અભ્યાસમાં આવી રહેલી અડચણ દુર થશે. પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરશો તો સફળતા અવશ્ય મળશે. આજનો દિવસ લાઇફમાં આવી રહેલી પરેશાની દુર થશે. અવિવાહિત લોકોનાં લગ્નની વાત આગળ વધી શકે છે. બાળકોની સાથે પિકનિક પર જવા માટે કોઈ સારી જગ્યાએ જઈ શકો છો.
ધન રાશિ
આજે નવા અવસર પ્રાપ્ત થશે. જથ્થાબંધ વેપારીઓ માટે દિવસ શુભ રહેશે. તેમના નફામાં વધારો થઈ શકે છે. મહિલાઓને પારિવારિક યોજનાઓમાં બધા તરફથી સકારાત્મક પ્રોત્સાહન મળશે. પોતાને કોઈ પણ ખોટી અને બિનજરૂરી ચીજોથી દુર રાખો. કારણ કે તેના લીધે તમે મુશ્કેલીમાં પડી શકો છો. આજે લોકો તમારી પ્રશંસા કરશે, જેને તમે હંમેશા થી સાંભળવા માંગતા હતા. તમારા દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત કોઈને દુઃખ પહોંચાડી શકે છે અને ઝઘડો થઈ શકે છે.
મકર રાશિ
આજે અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. અધુરા કાર્ય પુર્ણ કરવા માટે દિવસ સારો છે. જમીન મકાન સાથે જોડાયેલા નિર્ણય આજે લઈ શકો છો. પોતાની શારીરિક ઉર્જાનું સ્તર ઊંચું જાળવી રાખો, જેથી સખત મહેનત કરીને ખુબ જ જલદી સફળતા પ્રાપ્ત કરી શકો. વકીલની પાસે જઈને કાનુની સલાહ લેવા માટે દિવસ સારો છે. જુની સમસ્યાનો ઉકેલ મળી શકે છે. કોઈ મોંઘી ચીજ ગુમ થઈ શકે છે. તમે પોતાના કાર્ય ઈચ્છા અનુસાર પુરા કરી શકશો.
કુંભ રાશિ
એકાગ્રતાથી સફળતા મળવાના યોગ છે. પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ થવો જોઈએ. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પુર્ણ થયેલ કાર્ય તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આગળ વધવાના નવા અવસર મળી શકે છે. ઘરમાં વડીલોનું સ્વાસ્થ્ય પરેશાનીનું કારણ બનશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રૂપથી તમારી મદદ કરી શકે છે.
મીન રાશિ
આજે તમને સરકારી લાભ મળવાની સંભાવના છે. ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિ રહેશે. બગડેલી વાત ફરીથી સુધરી શકે છે. વેપારનાં દ્રષ્ટિકોણ થી આજનો દિવસ સારો છે. પારિવારિક સંબંધોમાં તણાવ વધી શકે છે. નોકરીમાં સહકાર સાથ આપશે પારિવારિક ચિંતા જળવાઈ રહેશે. ધન પ્રાપ્તિના સ્ત્રોત પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. કોઈ ફાયદાકારક સોદો થઈ શકે છે. ખર્ચમાં ઘટાડો કરવાની કોશિશ કરશો વેપાર અને નોકરીમાં કોમ્પિટિશન વધી શકે છે.