રાશિફળ ૧૬ સપ્ટેમ્બર : આજે માતાજી કરશે આ ૫ રાશિઓનો ઉધ્ધાર, આવકમાં થશે વધારો

Posted by

મેષ રાશિ

હવે તમારે ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓ માંથી ફસાવાથી બચવું જોઈએ. ઇજા થવાની સંભાવના છે. લેવડ-દેવડ અને રોકાણની બાબતમાં નવુ પ્લાનિંગ કરશો. તમારી આસપાસ ચહલ-પહલ જળવાઈ રહેશે. તમારી એકાગ્રતા ચરમ પર હશે અને એક સાથે તમારા ઘણા બધા કાર્ય કરવા પડી શકે છે. તમારા મનમાં ભવિષ્ય સંબંધી ચિંતાઓ આવી શકે છે. કલ્પનાઓમાં જીવવાનું છોડી દો અને ભૌતિક જીવનનો આનંદ લો. પ્રેમ પ્રસ્તાવો માં સફળતા મળવાના યોગ છે.

વૃષભ રાશિ

આજે તમારે અન્ય લોકોની ઝંઝટમાં પડવું જોઈએ નહીં. તમારા માટે આવનારો સમય ઉત્તમ રહેવાનો છે. ઓફીસનું રાજકારણ હોય કે કોઈ વિવાદ બધી જ ચીજો તમારા પક્ષમાં રહેશે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. નોકરીમાં ઈચ્છા વિરુદ્ધ કોઈ વધારાની જવાબદારી મળી શકે છે. મહેનત વધારે રહેશે. પરિવારનો સહયોગ મળશે. વૈવાહિક જીવનના સૌથી નકારાત્મક સમયનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ

બિઝનેસમાં સહયોગીઓની મદદથી કામમાં પ્રગતિ મળશે. કોઈ નવા સ્થાન પર જવાના યોગ છે. નવી ચીજો પણ તમે શીખી શકો છો. પ્રેમીની સાથે સંબંધો અને નજીકના સંબંધોમાં પ્રગતિ થશે. તમારા સંબંધો મજબુત બની શકે છે. નોકરીમાં પ્રમોશન મળશે, પરંતુ તમારી અપેક્ષાથી ઓછું રહેશે. અધિકારી તમારા કાર્યોથી સંતુષ્ટ રહેશે. વેપારમાં ભાગીદારીથી લાભ મળશે. પાર્ટનરો સાથે મતભેદ કરવાથી દુર રહેવું. પાર્ટ ટાઈમ જોબ કરી રહેલા વિદ્યાર્થીઓને નોકરી મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ સમાપ્ત થશે. જમીન-મકાન સંબંધી યોજના બની શકે છે. કોઈ નવા ઉદ્યોગ સાથે જોડાવવાથી બચવું, જેમાં ઘણા ભાગીદાર હોય. નજીકના લોકોની સલાહ અવશ્ય લેવી. લાભ તથા ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. કોઈ જાણકાર વ્યક્તિ તમારી પાસેથી પોતાના બાળકોની કારકિર્દી માટે સલાહ માંગી શકે છે. તમારે તેમને નિરાશ કરવા નહીં.

સિંહ રાશિ

આજે તમારા સંબંધોમાં મધુરતા આવશે. સમજી વિચારીને બોલવું અને શબ્દો પર ધ્યાન રાખવું. સામાજિક કાર્યક્રમમાં શામેલ થવાનો અવસર મળી શકે છે. મિત્રોનો સાથ ખુબ જ સારો રહેશે. દિવસ સામાન્ય રહેશે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. ઉતાવળમાં કાર્યો બગડી શકે છે. નોકરી કરતા લોકોની સ્થિતિમાં પહેલાની સરખામણીમાં સુધારો થશે. પારિવારિક સંબંધોમાં મજબુતી આવશે.

કન્યા રાશિ

આજે મિત્રો તથા સંબંધીઓનું ઘરમાં આગમન થઈ શકે છે. સંપત્તિ સાથે આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. આજે વિદેશમાં ઇચ્છિત કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે. પરંતુ તમારે સમજી વિચારીને નોકરી જોઈન્ટ કરવી જોઈએ. રાજકારણમાં તમારા વધતા જનસંપર્ક નો લાભ ઉઠાવવો. તમારા માટે આજનો દિવસ ખુબ જ સક્રિય રહેશે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોએ કોઈપણ બાબતે વાતચીત અને શાંતિથી ઉકેલવાની કોશિશ કરવી. તમારો દિવસ રાહતપુર્ણ રહેશે. આજે તમે પોતાને પ્રિય વ્યક્તિના પ્રેમથી તરબોળ મહેસુસ કરશો. પ્રેમના દ્રષ્ટિકોણથી આજનો દિવસ સુંદર રહેશે. તમે થોડા વધારે સંવેદનશીલ બની શકો છો. નાની અમથી વાત થી તમને દુ:ખ પહોંચી શકે છે. ઓફિસના તણાવને લીધે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ અપ્રિય ઘટના થવાની સંભાવના રહેલી છે. માતાનું સાનિધ્ય તથા આશીર્વાદ વિશેષરૂપથી ફળીભુત થશે. ઘણા સમયથી અટવાયેલા ધન કોઈ મહાપુરુષના સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય બગડવાની લીધે આજે તમારે હોસ્પિટલનાં ચક્કર લગાવવા પડી શકે છે. સંતાન પક્ષથી તથા બૌદ્ધિક ક્ષેત્રમાં સુખદ પરિણામ મળશે. લોકો તમારી પાસે સલાહ માંગશે અને તમે જે કહેશો તે વિચાર્યા વગર માની લેશે.

ધન રાશિ

આજનો દિવસ ખુબ જ સારો રહેવાનો છે. એવા લોકોને સાથે જોડાવવું, જે સ્થાપિત છે અને ભવિષ્યને સમજવામાં તમારી મદદ કરી શકે છે. ટેક્ષ અને વીમા સાથે જોડાયેલા વિષયો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. પૈસાની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આવક વધારવા માટે અમુક સારા અવસર મળી શકે છે, જેનાથી તમે પોતે આશ્ચર્યચકિત થઇ જશો. જીવનસાથી પાસેથી વધારે અપેક્ષા રાખવાથી તમારા વૈવાહિક જીવનમાં ઉદાસી આવી શકે છે.

મકર રાશિ

આજે તમારી આવક ઝડપથી વધશે. તમારે પોતાની મધુર વાણીથી લોકોને આકર્ષિત કરવાના રહેશે. બૌદ્ધિક કાર્ય તથા લેખન વગેરે માંથી આવક થશે. ક્રોધ કરવાથી બચવું. સંતાન પક્ષ તરફથી ઉચ્ચ શિક્ષા અભિયાન સાર્થક પરિણામ મળશે. વૈવાહિક જીવનમાં મુશ્કેલી ભરેલો સમય હવે પુર્ણ થઈ રહ્યો હોય તેવું લાગશે. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે પરિચય થઈ શકે છે. વેપાર સામાન્ય ચાલશે આવકમાં વૃદ્ધિ થવાથી પ્રસન્નતા રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોએ વાદ-વિવાદને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો. પિતાનો સખત વ્યવહાર તમને નારાજ કરી શકે છે, પરંતુ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે શાંત રહેવું. તેનાથી તમને વધારે ફાયદો મળશે. ગુસ્સાને પોતાની ઉપર હાવી થવા દેવો નહીં. પોતાના પ્રિય વ્યક્તિ વગર સમય પસાર કરવામાં તમને મુશ્કેલી થશે. આજના અનુભવો તમને નવી ચીજ શીખવશે. તમારો સમગ્ર દિવસ યાત્રામાં પસાર થશે.

મીન રાશિ

આજે તમે શરીર અને મનમાં બેચેની તથા અવસ્થાનો અનુભવ કરશો. આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિથી શત્રુઓનું મનોબળ તુટી જશે. પરિવારની સાથે આજનો દિવસ હસી ખુશી થી પસાર થશે. અન્ય લોકોની મદદ કરવાથી તમને શાંતિ મહેસુસ થશે. એટલા માટે બની શકે તેટલું વધારે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી. આજે પાર્ટનર પાસેથી જે જવાબની આશા રાખી રહ્યા હતા તે તમને ખુબ જ જલ્દી મળી શકે છે. પોતાના મનનો અવાજ સાંભળો. મિત્રો તથા ભાઈઓ તરફથી મદદ મળતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *