રાશિફળ ૧૭ ઑક્ટોબર : આજે શનિદેવની કૃપાનો લાભ ઉઠાવશે આ ૭ રાશિનાં જાતકો, સફળતાનાં દ્વાર ખુલશે

Posted by

મેષ રાશિ

મેષ રાશિના વિદ્યાર્થીઓનું મન આજે પુસ્તકો માંથી હટીને પોતાના મિત્રોની સાથે મોજ મસ્તી કરવામાં રહેશે. સ્વજનો સાથે મુલાકાત થશે. માનસિક રૂપથી પણ પ્રસન્નતા જળવાઈ રહેશે. ધાર્મિક પ્રવાસ થી મનમાં આનંદનો અનુભવ થશે. વેપારમાં લાભનાં અવસર પ્રાપ્ત થશે. બદલાતા વાતાવરણને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. માતા પિતા સાથે મતભેદ થવાની સંભાવના છે. અનાવશ્યક ક્રોધ કરવો નહીં યાત્રા મનોરંજક રહેશે.

વૃષભ રાશિ

આજે મિત્રો અને સંબંધીઓ સાથે થોડી પરેશાની થઈ શકે છે. વૈચારિક રૂપથી નકારાત્મકતા તમારા પર પ્રભુત્વ જમાવી ના દે તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય બગડી શકે છે. મન ગ્લાનિથી ભરેલું રહેશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળવાની સંભાવના જણાઈ રહી છે. ભાગ્ય અને ધર્મ વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત થશે. આજીવિકાનાં ક્ષેત્રમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. ગૃહસ્થી તથા દાંપત્ય સંબંધ મામલામાં તણાવ સામાન્ય રહેશે. વેપાર માલિકો અને નોકરી કરતા બંને જાતકો માટે ધનલાભ થવાનો સમય છે.

મિથુન રાશિ

આજે તમે શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશો. આજે તમને સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે. પરિવારમાં માંગલિક પ્રસંગ બનશે. આજે નવા કાર્ય સંપાદીત થશે. જટિલ સમસ્યાઓનુ સમાધાન મળશે. બગડતી ધનની સ્થિતિ હવે થોડી રાહત આપનારી સાબિત થશે. સ્વજનોની સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. માનસિક રૂપથી તમારી માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારના કષ્ટ સમાપ્ત થઈ જશે.

કર્ક રાશિ

આજે કોઈ ખોવાયેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો. જવાબદારીઓનો બોજ વધારે રહેશે. શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક પ્રસન્નતામાં કમી નો અનુભવ થશે. પરિશ્રમ અનુસાર ફળ પ્રાપ્ત ન થવાથી નિરાશાનો અનુભવ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, નહીંતર સમસ્યા ઊભી થઈ શકે છે. આજે કોઈ નવા કાર્યનો શુભારંભ કરવો નહીં. ખાણીપીણીમાં ઉચિત અનુચિત નો વિવેક રાખવો. આજે કાર્યભાર વધારે રહેશે. ભાઈ-બહેનો તરફથી સહયોગ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

આજે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે. કોઈ વ્યક્તિ સાથે વાદવિવાદ અથવા મતભેદ થઈ શકે છે. ક્રોધમાં વૃદ્ધિ થઇ શકે છે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક વિષયોમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. કાર્યમાં સફળતા મળવાને કારણે તમારા ઉચ્ચ અધિકારી તમારા પર પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પદોન્નતિના પણ યોગ બની રહ્યા છે. વેપારીઓને વેપારમાં લાભ તથા તેમના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. તણાવ ખતમ થવાને કારણે તમારા કાર્યની ગતિ વધશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઇ શકે છે.

કન્યા રાશિ

આજે વેપારમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ પ્રાપ્ત થશે. વેપારમાં પદોન્નતિના પણ યોગ બની રહ્યા છે. પત્ની સાથે કલેશ નો પ્રસંગ બની શકે છે અથવા તો મતભેદ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સંપત્તિના કાર્યોમાં સાવધાની રાખવી. વેપારીઓને વેપારમાં લાભ તથા તેમના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. કોઈ કરવામાં આવેલ રોકાણ તમને લાભ પ્રાપ્ત કરાવી શકે છે. સફળતાના રસ્તા ખુલશે અને નવા સંબંધો થી ફાયદો થશે.

તુલા રાશિ

આજે નોકરી અને વ્યવસાયમાં પરિશ્રમથી સફળતા પ્રાપ્ત થશે અને તણાવ વધી શકે છે. પૈસાની સ્થિતિમાં સુધાર લાવવાના અવસર પ્રાપ્ત થશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતા રહેશે. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ પ્રાપ્ત થશે. પોતાની વાણી પર સંયમ રાખવું. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી. પરિવારજનોના વર્તનમાં ફરક પડશે. આકસ્મિક ધન લાભના અવસર પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

તમે વ્યવહારિક અને તર્ક સંગત વાતો તરફ આકર્ષણ મહેસૂસ કરશો. સ્નેહીજનો અને મિત્રો સાથે મુલાકાત થશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. થાક અને અશક્તિ રહેવાને કારણે સ્વસ્થતાનો અનુભવ કરશો. મકાન સુખમાં વૃદ્ધિ થશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. પોતાના ક્રોધ પર સંયમ રાખવું, જેનાથી માનસિક એકાગ્રતા જળવાય રહેશે. કોઈ નવો અનુભવ તમને બદલી શકે છે. મિત્રોના સહયોગથી રસ્તો સરળ બનશે.

ધન રાશિ

આજે તમે પોતાની મહેનતથી પોતાના કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ વધારશો. પરિવારજનોની સાથે આજે આનંદપૂર્વક સમય પસાર થશે. માનસિક રૂપથી તમે સંપૂર્ણ સ્વસ્થ અનુભવ કરશો. પરિશ્રમ વધારે રહેશે. તમારી માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. લાભ પ્રાપ્ત થશે. આજે મિત્રોની સાથે મનોરંજક દિવસ પસાર થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. તમને શિક્ષા નોકરી અને વેપારનાં ક્ષેત્રમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

મકર રાશિ

ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. કોઈ ચીજ સુધી પહોંચવા માટે તમારે કોઇની મદદ લેવી પડી શકે છે. આજે કાર્યભાર વધારે રહેશે, એટલા માટે શિથિલતા રહેશે. આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે. વાંચનનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વાદ વિવાદ થઈ શકે છે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. યોગ્ય રહેશે કે તમે આજે કોઈ કાર્ય પાછળ માનસિક સુખ શાંતિ ગુમાવવાને બદલે યોગ ધ્યાન અને આધ્યાત્મિકતાનો આશ્રય લો. સફળતા ખૂબ જ જલ્દી તમારા માટે દ્વાર ખોલશે.

કુંભ રાશિ

જે લોકો દિવસ-રાત કરીને મહેનત કરી રહ્યા છે. આજે તેઓ આરામ કરવા વિશે વિચાર કરી શકે છે. મિત્રો અને પરિવારજનોને સાથે પ્રવાસ અથવા પર્યટન સ્થળ પર હરવા ફરવાનો આનંદ ઉઠાવી શકશો. આવક વૃદ્ધિના સ્ત્રોત વિકસિત થઇ શકે છે. સંતાનોનાં સ્વાસ્થ્યમાં ચિંતા રહેશે અને તેમની સાથે મતભેદ થઈ શકે છે. સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લઈ શકશો અને નવા વસ્ત્રોની ખરીદી પણ કરશો. માનસિક શાંતિ રહેશે. પરંતુ વાતચીતમાં મધુરતા રાખવી.

મીન રાશિ

આજે તમે ખૂબ જ સારું પ્રદર્શન કરશો, જેના કારણે તમને લોકો તરફથી તમારા કામની પ્રશંસા પ્રાપ્ત થશે. માનસિક રૂપથી વ્યાપકતા અને બેચેની થવાને કારણે કોઇ કાર્યમાં તમારું મન લાગશે નહીં. આજનો દિવસ તમારા માટે લાભકારી રહેશે. મિત્રોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. આકસ્મિક ધન લાભ મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ ધાર્મિક સ્થળ અથવા માંગલિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *