રાશિફળ ૧૯ જુલાઇ : આજે મહાદેવની કૃપાથી આ ૭ રાશિઓનું થશે ભાગ્યોદય, પૈસાની થશે બરકત

Posted by

મેષ રાશિ

આજે કોઈ સાથે મતભેદ થઈ શકે છે. ધાર્મિક ક્ષેત્રોની યાત્રા અને પુણ્ય કાર્યો પર ખર્ચ થઈ શકે છે. યાત્રામાં સાવધાન અવશ્ય રહેવું. જીવનસાથીનાં કોઈ અચાનક કામને લીધે તમારી યોજના બગડી શકે છે. હૃદય સંબંધી સમસ્યાઓથી પીડિત લોકોએ સતર્ક રહેવાની આવશ્યકતા છે. તમારા મનની ઇચ્છા પૂરી થશે. ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટે તમે નવા પગલાં ઉઠાવશો. બાળકો પોતાના મિત્રો સાથે મળીને અભ્યાસ કરશે.

વૃષભ રાશિ

આજે તમારે પોતાના દિમાગને શાંત રાખવાની કોશિશ કરવી જોઈએ અને પોતાના પ્રિયજનોને કંઈ પણ ઉલ્ટા સીધું કહેવાથી બચવું જોઈએ. ધર્મ તરફ રુચિ વધશે. બધાં કાર્યોમાં તમને સફળતા જરૂર મળશે. થોડું સંયમ રાખો. દિવસ તમારા માટે સારો રહેશે. એકતરફી પ્રેમ તમને નિરાશ કરી શકે છે. વેપારમાં પ્રગતિનાં યોગની સાથોસાથ કર્મચારીઓ તરફથી પણ સહયોગ મળશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધશે. મિત્રોનો સાથ મળશે. વાણીથી સંબંધો બગડી શકે છે.

મિથુન રાશિ

આજે સેમિનાર અને એક્ઝિબિશન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્ક આપશે. કોઈ જગ્યા વિવાદમાં પડવું નહીં, નહીંતર તમને ભાવનાત્મક તકલીફ થઈ શકે છે. રાત્રે પ્રિય અતિથિઓનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થશે. તમારા સાથી અને તમારી વચ્ચે ઊંડી રોમેન્ટિક વાતચીત થશે. આર્થિક રૂપથી સધ્ધર રહેવાને કારણે તમે જરૂરી ચીજો ખરીદી શકો છો. કાર્યક્ષેત્ર પ્રત્યે પોતાની જવાબદારીને સમજો. ગુસ્સો કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં.

કર્ક રાશિ

વિદ્યાર્થીઓ માટે દિવસ પુસ્તક ફળદાયી રહેશે. આજે તમારી આસપાસ અમુક લોકો તણાવથી બહાર આવવામાં તમારી મદદ કરશે. ફક્ત પૈસા કમાવામાં ન રહેવું, પરંતુ પોતાની જવાબદારીઓ પણ પુર્ણ કરવી. વ્યસ્તતાને કારણે જરૂરી કાર્ય આજે પણ પુર્ણ થઈ શકશે નહીં. આ રાશિના વિવાહિત લોકોનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. કોઈ જરૂરી પ્લાનિંગ કરી શકો છો. વેપારમાં તમને ફાયદો થશે. પરંતુ તમારે પોતાના ખર્ચ પર કંટ્રોલ રાખવો જોઈએ.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે દિવસ સારો રહેવાનો છે. સુખ સુવિધાના સાધનમાં ધન ખર્ચ થશે. વેપારીઓ માટે ધનલાભના યોગ બની રહ્યા છે. કોઈ નવું કાર્ય પ્રારંભ કરવા વિશે વિચારી શકો છો. તમને પોતાની કોઈ જુની સમસ્યાનો ઉકેલ તુરંત મળી શકે છે. પારિવારિક લોકોનો સહયોગ મળશે. પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. કોઈપણ કાર્યમાં તમારે સંકોચ કરવો જોઈએ નહીં. સ્વાસ્થ્ય બાબતમાં શંકા જળવાઈ રહેશે. ઘરની સજાવટનાં સામાન પર ખર્ચ થઈ શકે છે.

કન્યા રાશિ

આજે તણાવપુર્ણ સ્થિતિમાંથી બહાર નીકળવામાં તમારા પ્રિય વ્યક્તિ મદદગાર સાબિત થશે. અમુક જરૂરી કાર્ય પુર્ણ થવાથી મુડ સારો રહેશે. રાજનૈતિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે. શાસન તથા સત્તા તરફથી લાભ મળી શકે છે. નવા અનુબંધ દ્વારા પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો કોઈપણ પ્રકારની ઉતાવળ કરવી નહીં. સંપત્તિને લઈને વિવાદ ઉભો થઈ શકે છે. શક્ય હોય તો ઠંડા દિમાગથી સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરવી.

તુલા રાશિ

આજે તમે પોતાના મિત્રોની સાથે મહત્વનાં પળ પસાર કરી શકો છો. તમારી રુચિ ધાર્મિક કાર્યમાં વધશે, જેના કારણે દાન-પુણ્ય અને ધાર્મિક આયોજનોમાં ધન ખર્ચ થશે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની જવાબદારી પુર્ણ કરી શકો છો. યાત્રા લાભદાયક રહેશે. બાળકો મિત્રોની સાથે પીકનીક અથવા રજાઓ ગાળવાની યોજના બનાવી શકે છે. જુગાર અને ખરાબ આદતોથી દુર રહેવું પ્રેમ તથા રોમાન્સ નો અવસર મળશે.

વૃશ્ચિક રાશિ

આજે કાયદાકીય મામલામાં દખલ અંદાજે કરવાથી બચવું, નહીંતર પરેશાનીમાં પડી શકો છો. આજે તમે પોતાના નવા વિચારોથી પરિપુર્ણ રહેશો. આજે તમે જે કાર્ય કરવાનું નક્કી કરશો. તેમાં તમને અપેક્ષા કરતાં વધારે ફાયદો મળશે. વ્યવસાયની બાબત પર એક પડકારજનક દિવસ રહેશે. તમારા મનમાં વેપાર માટે કંઈક નવા વિચાર આવી શકે છે. જીવનસાથી તરફથી પ્રસન્ન રહેશો. આજે મિત્રો તથા પરિવારજનોની સાથે સંબંધોમાં થોડી કડવાશ ઊભી થઈ શકે છે.

ધન રાશિ

આજે તમારે અમુક સમાધાન પર કામ કરવાની જરૂરિયાત પડી શકે છે. જીવનસાથી તમારી ખુબ જ પ્રશંસા કરશે. તે તમને પોતાના મનની કોઇ વાત કહી શકે છે. બંનેની વચ્ચે એકબીજા પ્રત્યે માન-સન્માન જળવાય રહેશે. તમારી યોજનાઓ તથા વિચારોને માર્ગદર્શનની જરૂરિયાત છે. આજે તમે ખુબ જ દયાળુ મુડમાં છો અને કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માંગો છો. ઘરે કામ પર દબાણ તમને ક્રોધિત અને બેચેન બનાવી શકે છે.

મકર રાશિ

આજે વાહન ચલાવતા સમયે થોડી સાવધાની રાખવી. આજે વ્યવસાયમાં ધન પ્રાપ્તિ થઇ શકે છે. તમે તે લોકો તરફ મદદનો હાથ લંબાવશો જે તમારી પાસે મદદની માગણી કરશે. દાંપત્ય જીવનની તમામ મુશ્કેલીઓ બાદ તમે એકબીજાના પ્રેમમાં રોમાન્સનો અનુભવ કરી શકો છો. કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થઇ શકે છે. સેવાનું પ્રતીક ફળ મળશે. આવકનાં સ્ત્રોત વિકસિત થઇ શકે છે. નોકરીમાં સફળતાની પ્રાપ્તિ થશે.

કુંભ રાશિ

આજે જોખમ ઉઠાવવાની કોશિશ કરવી નહીં. આજે કોઈ વ્યક્તિ તમારાથી નારાજ થઈ શકે છે. માતા-પિતાનાં આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. તમે જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરશો. તમારા ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. નવો અંદાજ લોકોમાં દિલચસ્પી ઉત્પન્ન કરશે. તમારે વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને બાબતો જોવાની રહેશે. નવા કાર્યનો આરંભ કરવો નહીં. સટ્ટાનાં વ્યવસાયમાં નુકસાન થશે. ધાર્મિક આસ્થા જળવાઈ રહેશે.

મીન રાશિ

વ્યવસાયિક મોરચા પર જેના માટે તમે પ્રયાસરત છો, તેમાં થોડો સમય લાગી શકે છે. નવી પરિયોજના અને ખર્ચને ટાળી દેવા. સાંભળેલી વાતો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં અને તેમની સત્યતાની પરખ કરી લેવી. આવનારો સમય તમારા માટે ખુબ જ શુભ રહેવાનો છે. વધારે પૈસાની ઈચ્છા હોય તો તેના માટે વધારે મહેનત કરવી પડશે. આજના દિવસે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ ઉચ્ચ અધિકારી સાથે બૌદ્ધિક ચર્ચા કરવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *