રાશિફળ ૧૯ જુન : આજે આ ૩ રાશિઓનાં જીવનમાં થઈ શકે છે અનહોની, સમજી વિચારીને નિર્ણય લેવા

Posted by

મેષ રાશિ

તમારી આર્થિક બાબતમાં આજનો દિવસ થોડો અસ્થિર બની શકે છે. રચનાત્મક પ્રયાસ સફળ થશે, છતાં પણ અજ્ઞાત ભયથી ગ્રસિત રહી શકો છો. આવકના નવા સ્ત્રોત તમારી પાસે આવશે, પરંતુ ખર્ચામાં પણ વધારો થશે. ચીજો તમારી આશા અનુસાર નહીં બને એટલા માટે કોઈ પણ મહત્વનો નિર્ણય આજે લેવો નહીં. કામનું ભારણ વધારે હોવાને કારણે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી.

વૃષભ રાશિ

તમારા જીવનસાથીની માંગણી તમારા માટે તણાવનું કારણ બની શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે. સ્વાસ્થ્યની બાબતો પર વિશેષ ધ્યાન આપવું અને ધ્યાન રહે કે નિવારણ ઇલાજ કરતાં વધારે સારું હશે. ગેરસમજ થી બચવું. નવા અનુભવો પણ તમને પ્રાપ્ત થઇ શકે છે. અમુક એવા લોકો સાથે મુલાકાત થશે, જેમની પાસે પૈસા કમાવવાના ખૂબ જ સારા વિચાર હશે. આજે તમારે થોડું સહનશીલ બનવું પડશે. ક્રોધ કરવાથી કામ બગડી શકે છે.

મિથુન રાશિ

આજે તમને વેપાર નોકરી અને ઉદ્યોગના કાર્યમાં સફળતા મળશે. પિતા સાથે વૈચારિક મતભેદ રહેશે. ભાગ્યથી દરેક કાર્ય સંપન્ન થશે. આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. તમારા વધુ પડતા ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે. કોઈ આધ્યાત્મિક સ્થાનનું ભ્રમણ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થશે. અમુક કઠિન પરિસ્થિતિઓ સામે આવી શકે છે. વેપારમાં તમને ફાયદો થવાની સંભાવના છે.

કર્ક રાશિ

તને પોતાના જૂના કરજને ચૂકવવામાં આજે સફળ થશો. પદોન્નતિ થવાની સંભાવના બની રહી છે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. સંઘર્ષ સમાપ્ત થશે. વિવાદોમાં પડવાથી બચવું. તમે આજે સમજદારીપૂર્વક નિર્ણય લેશો. રચનાત્મક કાર્યોમાં રહેલા લોકો માટે સફળતા ભરેલ દિવસ છે. તેમને નામ અને ઓળખ બંને મળશે. પરિવારના સદસ્યો સાથે ભાવનાત્મક અંતરને દૂર કરવા માટે સારો સમય છે. સ્વાસ્થ્ય નો પાયો કમજોર રહેશે.

સિંહ રાશિ

ભાગ્ય આજે તમારા પક્ષમાં છે એટલે આજે તમારો મૂડ સારો રહેશે. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે. રોજગારના અવસર મળશે. પત્ની સાથે વૈચારિક મતભેદ રહેશે. આજે તમે થોડા વિચારમાં રહી શકો છો. બિઝનેસ કાર્યમાં કોઈ સહયોગીનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ પણ પ્રકારના વિવાદને તુરંત જ નિપટાવી લેવા માટે આજનો દિવસ સારો છે. આર્થિક નીતિઓમાં બદલાવ થઈ શકે છે.

કન્યા રાશિ

તમારું કમ્યુનિકેશન અને કામ કરવાની ક્ષમતા અસરદાર સિદ્ધ થશે. ધેર્યપૂર્વક કરવામાં આવેલ વિચાર ફળદાયી સાબિત રહેશે. પોતાને થોડું સકારાત્મક રાખવાની જરૂરિયાત છે. તમારી આવકમાં વધારો બનવાના યોગ બની રહ્યા છે. હ્રદયને બદલે મગજથી નિર્ણય લેવો વધારે હિતકારી રહેશે. ગુપ્ત ધનની વૃદ્ધિ થશે. સવારે યોગ કરવાથી તમે તંદુરસ્ત રહેશો. જૂની લેણદારી વસૂલીનાં પ્રયાસ સફળ રહેશે.

તુલા રાશિ

સટ્ટા, જુગાર અને લોટરી થી દૂર રહેવું. તમને પોતાની ભાવનાઓને નિયંત્રિત કરવામાં પરેશાની થશે. પત્ની સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. નાની-નાની વાતને લઈને તણાવની સ્થિતિ બની શકે છે. આજે સિનિયર વ્યક્તિ સાથે દલીલ કરવી નહીં. નાની-નાની બાબતો પર પરેશાનીઓ આવી શકે છે. તમારી જીવન ઊર્જા અને તમારા સ્નેહની આભા અન્ય લોકોને પ્રેરિત કરશે અને તેમને ઉત્સાહિત કરશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. વેતન વૃદ્ધિ અથવા પદોન્નતિના સમાચાર મળે તો કોઈ આશ્ચર્ય પામશો નહિ. કાર્યક્ષેત્રમાં બાધાઓ આવી શકે છે, જ્યારે શિક્ષાના ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે. નોકરી અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં તમને અનુકૂળ વાતાવરણ રહેશે. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. અજ્ઞાન સ્ત્રોત થી ધન આવશે. ગાયને રોટલી ખવડાવવી, તમારી પરેશાની ઓછી થશે.

ધન રાશિ

આજે તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તેની સાથે શાનદાર સમય પસાર કરી શકશો. પોતાના વ્યક્તિત્વનાં દમ ઉપર તમે અમુક લોકોને પોતાની ફેવરમાં કરી શકશો. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. વ્યવસાયિક પ્રયાસ ફળીભૂત થશે. તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠા માં ખૂબ જ વધારો થશે. અજ્ઞાત વ્યક્તિ સાથે વેપાર કરવો નહીં, નહીંતર પૈસા ડૂબી શકે છે. નવી નોકરી મળી શકે છે. સ્વાભિમાનને નુકસાન પહોંચી શકે છે.

મકર રાશિ

તમારા અંગત સંબંધોમાં મધુરતા આવશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે. બુદ્ધિ કૌશલથી કરવામાં આવેલ કાર્ય સંપન્ન થશે. તમારે આર્થિક ચડાવ ઉતારની સ્થિતિ જોવાનો સમય આવી શકે છે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં ઉચ્ચ પદાધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. વધારે પડતાં ખર્ચથી મનમાં થોડો તણાવ રહેશે. સમયની અનુકૂળતાનો લાભ લેવો.

કુંભ રાશિ

આજે અચાનક આવેલ ખર્ચથી આર્થિક બોજ વધી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સરકારી કર્મચારી અને અધિકારી આજે પોતાના કામમાં સફળ રહેશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરો છો, તો તમને લાભ મળશે. ભાઈ-બહેનોનું સુખ મળશે. સંબંધોમાં કોઈ પણ પ્રકારની અસહમતી સરળતાથી દૂર થશે. ભાવના ઉપર જરૂરથી અંકુશ રાખવું. હિતશત્રુઓથી સાવધાન રહેવું. ક્રોધ તથા ઉત્તેજના પર નિયંત્રણ રાખવું.

મીન રાશિ

આજે તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાની સંભાવના છે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. ગૃહ ઉપયોગી વસ્તુઓમાં વૃદ્ધિ થશે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. પરિવાર સાથે એક મજેદાર દિવસની યોજના બનાવવામાં આવશે. પૈસા સાથે સંબંધિત મુદ્દાઓ પર પોતાના ભાગીદાર સાથે વિવાદ થવાની સંભાવના છે. લોકો પાસે પોતાની વાત મનાવી લેવામાં સફળ થશો. સ્વાદિષ્ટ વ્યંજનનો આનંદ પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *