રાશિફળ ૧૯ સપ્ટેમ્બર : આજે આ ૬ રાશિઓએ કરવો પડશે ધન સંબંધી સમસ્યાઓનો સામનો, સંભાળીને રહેવું

મેષ રાશિ

આજે વિદ્યાર્થીવર્ગને સફળતા પ્રાપ્ત થશે. પરેશાનીઓ માંથી મુક્તિ મેળવવા માટે જીવન શૈલીમાં બદલાવ લાવવાનો યોગ્ય સમય છે. જે લોકોને તમે સહયોગ આપ્યો હતો, તેઓ આજે મોઢું ફેરવી શકે છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. કોઈ મોટા સમુહોમાં ભાગીદારી તમારા માટે દિલચસ્પ સાબિત થશે. બીમારીમાં દવા અસર કરશે નહીં, યોગ્ય રહેશે કે પોતાનો ડોક્ટર બદલો અથવા યોગ્ય વ્યક્તિની સલાહ લો.

વૃષભ રાશિ

આજે તમારા સ્વાસ્થ્યમાં નરમાઈ આવી શકે છે, એટલા માટે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. રસ્તા પર બેકાબુ બનીને ગાડી ચલાવી નહીં અને કોઈપણ જાતનો ખતરો લેવો નહીં. પરિવારની સાથે આજે શોપિંગ પર જવાનો અવસર મળી શકે છે. મનમાં નકારાત્મક વિચારોનો પ્રવાહ વહેશે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. નક્કી કરેલા કાર્યમાં વિલંબ થઈ શકે છે. થોડી કોશિશ કરશો તો તમારો આજનો દિવસ વૈવાહિક જીવનમાં સૌથી વિશેષ સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ

લેવડદેવડના મામલા ઉકેલવામાં રાહત મળશે. પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે પ્રાઇવેટ નોકરી કરતા લોકોને સિનિયર્સનો પુરો સપોર્ટ મળશે. કોર્ટ-કચેરીમાં કોઈ બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં હશે, તેનાથી મનમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. તમારી ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. વેપારમાં નવા અનુબંધ બની શકે છે. યાત્રા દરમિયાન ચોરી દુર્ઘટનાનો ભય રહેશે. મિત્રોની સલાહ મહત્વપુર્ણ સાબિત થશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે.

કર્ક રાશિ

આજે જુના રોગમાંથી છુટકારો મળી શકે છે. કાર્યસ્થળ પર યોજના લાભપ્રદ રહેશે. પાડોશીઓની મદદ કરવી પડી શકે છે, પરંતુ વધારે પડતા ક્રોધને લીધે પરિવારજનોનાં નારાજ રહેશે. જો તમે વેપારમાં વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે સમય યોગ્ય નથી. કુટુંબમાં ધાર્મિક સંગીતના કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. આજે તમારા મનમાં નકારાત્મક વિચાર આવશે, જેનાથી મન પરેશાન રહેશે. તમારે ફક્ત પોતાના મન ઉપર ભરોસો રાખવો. પૈસાની સ્થિતિ સામાન્ય રહેશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમે ઘર અથવા બહાર પરિવાર તથા મિત્રોની સાથે મનપસંદ ભોજનનો આનંદ માણી શકો છો. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. તેની સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે. ક્રોધ તથા આ વધારે રહેશે. મિત્રોનો સહયોગ મળશે. નોકરીમાં યાત્રા પર જવું પડી શકે છે. પોતાના સહયોગથી તમે કોઈ જરૂરી કાર્ય આજે પુર્ણ કરી શકો છો.

કન્યા રાશિ

આજે તમે સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. પેટ સંબંધી પરેશાનીઓને ફરિયાદ રહેશે. પ્રેમની બાબતમાં દબાણ બનાવવાની કોશિશ કરવી નહીં. ભાગીદારી સાથે સંવાદ જાળવી રાખવો મુશ્કેલ સાબિત થશે. ઉતાવળમાં નિર્ણય કરવો નહીં, જેથી જીવનમાં આગળ જઈને પસ્તાવો ન પડે. યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઇ શકે છે. રોજગારમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકો પોતાના અદમ્ય સાહસ અને પરાક્રમથી મન સન્માન પ્રાપ્ત કરશે. સંબંધોમાં નવીનતા આવી શકે છે. તમે પોતાની સલાહ અને વાતોથી લોકોને પ્રભાવિત કરી શકો છો. તમારાથી નાના ભાઈ-બહેનોની ચિંતા રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીન રહેવું નહીં. અધૂરા રહેલા કાર્યોને પુર્ણ કરવામાં સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમે લોકોની ઈચ્છાઓને સમજવાની કોશિશ કરશો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકો આજે નોકરીમાં બેદરકાર રહેવું નહીં, વાદ વિવાદ થઈ શકે છે. જુના રોગ મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે. સાવધાની રાખવી આવશ્યક છે. તમારે પોતાના અતિ આત્મવિશ્વાસ થી બચવાની જરૂરિયાત છે, તો વળી બીજી તરફ કોઈ જગ્યાએ મોટો ખર્ચ થતો નજર આવી રહ્યો છે. ઓફિસમાં સહકર્મચારીઓ ઉપહાર આપી શકે છે. વડીલોનાં આશીર્વાદથી ભાગ્યમાં વૃદ્ધિ થશે. કારણ વગર વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. નકામી વાતો પર ધ્યાન આપવું નહીં.

ધન રાશિ

આજે રોમાંસ કરવાના તમને ભરપુર અવસર પ્રાપ્ત થશે, પરંતુ રોમાન્સ માટે વધારવામાં આવેલા પગલાની અસર બતાવતો નહીં. આજે તમે કોઇ નિર્ણય અથવા પરિણામની રાહ જોઇ રહ્યા છો, તો ધીરજ રાખવી મહેનતથી સફળતા મળવાના યોગ છે. મહિલા મિત્રોની સાથે મુલાકાત થશે. સાંભળેલી વાતો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં અને તેની હકીકત જાણવાની કોશિશ કરવી. નિયમિત કામથી અલગ કરવાની કોશિશ કરશો, જેમાં સફળ રહેશો.

મકર રાશિ

આજે કોઈ પણ એવો શબ્દ કહેવો તમારા માટે યોગ્ય નથી, જે અન્ય લોકોને દુઃખ પહોંચાડી શકે છે. આજે વિકાસની દિશામાં ચાલી રહેલ પ્રયાસ સફળ રહેશે. જો તમે વેપાર કરી રહ્યા છો, તો હાલના સમયે તમારે કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ. રાજકીય સહયોગ મળશે. તમને કાર્યક્ષેત્રમાં પોતાના મન અનુસાર પરિણામ પ્રાપ્ત થશે. બોલવાને બદલે સાંભળવા ઉપર ધ્યાન આપવું. કોઈ નવી જાણકારી તમને પ્રભાવિત કરી શકે છે.

કુંભ રાશિ

આજે તમારે પોતાના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. આજનો દિવસ વ્યસ્તતામાં પસાર થશે. વેપારીઓએ ઉતાવળમાં કોઇ નવું રોકાણ અથવા પ્રોજેક્ટ શરૂ કરવો નહીં. થોડા દિવસ બાદ સંપુર્ણ પ્લાનિંગની સાથે પગલાં ઉઠાવવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાની સંભાવના છે. કોઈ વાતને લઈને વધારે જીદ કરવી નહીં, જુના વિવાદ સામે આવી શકે છે. લોકો તમારો સહયોગ કરશે, પરંતુ પહેલા તમારે કરવી પડશે. ઓફિસમાં પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો અને વાદ-વિવાદથી બચો.

મીન રાશિ

આજે તમારે રૂપિયા પૈસાની બાબતમાં સાવધાની રાખવી. સાસરીયા પક્ષ તરફથી સહયોગ થશે. આજે તમારે પોતાના બધા કામને પુર્ણ કરવાની ગતિ ધીમી રાખવાની રહેશે. કારણ કે ઉતાવળમાં કામ પુર્ણ કરવાના ચક્કરમાં તમારાથી ભુલ થઈ શકે છે. ઓફિસમાં કોઈ તમારી સાથે તકરાર કરી શકે છે અથવા કોઈ સંબંધી પણ તમારું મન દુભાવી શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી બોલતા પહેલા વિચાર કરવો. કારણ કે એવું ન બને કે તમારી વાણીથી કોઈને દુઃખ પહોંચે.