રાશિફળ ૨ ઓગસ્ટ : ગ્રહોની શુભ સ્થિતિને કારણે આ ૬ રાશિઓની કુંડળીમાં બની રહ્યો છે ધનનો યોગ

Posted by

મેષ રાશિ

આજે તમને અધિકારી પક્ષ તરફથી સહયોગ મળશે. આ રાશિના વિવાહિત જાતકોને આજે સાસરીયા પક્ષ તરફથી ધન લાભ મળવાની સંભાવના રહેલી છે. આજનો દિવસ ઈશ્વરના સ્મરણમાં પસાર થશે. એવું બની શકે છે કે કોઈનું ભલું કરવા જતાં તમે પોતે પરેશાનીમાં મુકાઇ શકો. કર્મચારીઓ પર વિશેષ ધ્યાન આપવું. પારિવારિક સદસ્યો સાથે ગેરસમજ થવાને કારણે મતભેદ ઊભા થઈ શકે છે. અન્ય લોકોની બાબતોમાં પડીને સમય નષ્ટ કરવો નહીં.

વૃષભ રાશિ

આજે પારિવારિક અડચણો ઊભી થશે. યોગ્યતા અનુરૂપ કાર્ય કરવું. જીવનસાથી સાથે અમુક આ બાબતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં સમાધાન થઈ જશે. મિત્રો તરફથી નવા કાર્યમાં સહયોગ મળશે. સ્વજનો અને મિત્રોની સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. દુર્ઘટનાથી બચવું. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કઠિન રહેશે. બેદરકારી કરશો તો નુકસાન ભોગવવું પડી શકે છે. મન શાંત રહેશે અને તમારા સ્વભાવમાં વિનમ્રતા રહેશે.

મિથુન રાશિ

આજે તમને જીવનસાથી તરફથી કંઈક સારો ઉપહાર મળી શકે છે. આજે અમુક નવું અને સર્જનાત્મક કરવા માટે સારો દિવસ છે. તમને ખુશીઓથી ભરેલા લગ્નજીવનનાં મહત્વનો અહેસાસ થશે. વધારે પડતી સંવેદનશીલતા અને વિચારોના વંટોળમાં તમે માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. તમારા બાળકો પણ ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ મહેસૂસ કરશે. બાળકોની સાથે આજે તમે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો.

કર્ક રાશિ

પારિવારિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. નવી ચીજો પર ધ્યાન લગાવો અને પોતાના સૌથી સારા મિત્રોની મદદ લો. જીંદગીની હકીકતનો સામનો કરવા માટે તમે તૈયાર રહેજો. જે લોકો તમને નીચા બતાવવાની કોશિશમાં રહેલા છે તેઓ નિષ્ફળ બનશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિઘ્ન આવશે. બૌદ્ધિક ચર્ચા તથા વાતચીતમાં ભાગ લેવો નહીં. રોમેન્ટિક લાઇફમાં પ્રેમ અને ખુશીઓ જળવાઈ રહેશે.

સિંહ રાશિ

આજે તમારા જીવનમાં કોઈ નવો વળાંક આવી શકે છે. આર્થિક જીવનની સ્થિતિ આજે સારી કહી શકાય નહીં. આજે તમારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. ક્રોધમાં નિયંત્રણ રાખવું. મોસાળ તરફથી સારા સમાચાર મળશે અને લાભ થશે. પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે. તમારા વૈવાહિક જીવનમાં અમુક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અભ્યાસ સાથે જોડાયેલા લોકોને કોઈ સારા સમાચાર મળશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

કન્યા રાશિ

આર્થિક મોરચા પર તમે આજે સફળ રહેશો. તમે મહેસૂસ કરશો કે મિત્રો અને સંબંધીઓ તમારી જરૂરિયાતોને સમજતા નથી. તમારો અડિયલ સ્વભાવ તમારા પરિવાર માટે ચિંતાનો વિષય બની શકે છે. તમારે પરિવારની સલાહ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિપરીત લિંગનાં વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થશે. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળશે. નાના બાળકો માટે સ્વાસ્થ્ય સંબંધી સાવધાની રાખવાની આવશ્યકતા છે.

તુલા રાશિ

સારા રિટર્ન માટે રોકાણ કરતાં પહેલા સાવધાની પૂર્વક વિચારવું. તમે માતા-પિતાને ખુશ કરવામાં પરેશાની મહેસૂસ કરશો. તેને સમજવાની અને તેમની નજર થી ચીજોને જોવાની કોશિશ કરો, તમને સકારાત્મક પરિણામ મળશે. રોમેન્ટિક દ્રષ્ટિએ વૈવાહિક જીવન માટે આજે ખૂબ જ સારો દિવસ છે. કુટુંબીજનો અને સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે, જેના કારણે તમે માનસિક બેચેની અનુભવ કરશો.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિ ભરેલો રહેશે. સંપત્તિને લઈને વિવાદો ઊભા થઈ શકે છે. પોતાના જબરજસ્ત આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવો, બહાર નીકળો અને કોઈ નવા સંપર્ક તથા મિત્ર બનાવો. જો તમે નોકરી બદલવાનો વિચાર બંધ કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ સુવર્ણ અવસર છે. આજે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલ કાર્ય પ્રશંસનીય રહેશે. ધંધામાં લાભ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સામાન્ય મધ્યમ રહેશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલું રહેશે. માનસિક ઉચાટ અને દુવિધાને કારણે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો નહીં. આજનો દિવસ એવી ચીજો ખરીદવા માટે યોગ્ય છે, જેની કિંમત આગળ જઈને વધી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે સુખદ મુલાકાત થશે. તમે તે ગતિવિધિઓમાં ફસાઈ શકો છો જેમાં તમને રુચિ નથી. આજે તમારે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. જરૂરીયાત કરતા વધારે ખર્ચ કરવાથી બચવું.

મકર રાશિ

આજે તમે પરિવારજનોની સાથે મળીને ઘરેલુ મામલામાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરશો. ક્ષણિક ગુસ્સો વિવાદ અને દુર્ભાવનાનું કારણ બની શકે છે. કોઈપણ ચાલાકી ભરેલ કામ કરવાથી બચવું. માનસિક શાંતિ માટે આ પ્રકારના કામથી દૂર રહેવું. આજે તમારું અટકાયેલું ધન તમને પરત મળી જશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પદ અને ગરીમા માં વૃદ્ધિ થશે. અધિકારક્ષેત્રની સાથે સાથે કાર્યનો પણ વિસ્તાર થશે.

કુંભ રાશિ

આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. જે કામની તમને આશા હતી, તમને તેના ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ તમારા માટે આજે સારી નથી. આજે તમારે પોતાના ધનને ખૂબ જ સુરક્ષિત રાખવું જોઈએ. પરિવારમાં કલેશ થવાની સંભાવના છે, એટલા માટે પોતાની વાણી પર સંયમ રાખવું. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન મહેસૂસ કરશો. વસ્તુઓ ખરીદવા માટે આજનો દિવસ અનુકૂળ છે.

મીન રાશિ

આજે તમારા રહસ્યની કોઈ ખાસ વાત ઉજાગર થવાના યોગ બની રહ્યા છે. પોતાના પ્રિય વ્યક્તિ વગર સમય પસાર કરવામાં પરેશાની મહેસુસ થશે. આજે તમારે અચાનક કોઈ યાત્રા પર જવું પડી શકે છે. અનુકૂળ ગ્રહ ગોચર હોવા છતાં પણ સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું અને પૈસા ઉધાર આપવાથી બચવું. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણ તમને મોટો નફો અપાવી શકશે. કોઇનું હિત કરવામાં તમે પોતે પરેશાનીમાં પડી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *