રાશિફળ ૨ જુલાઇ : ભગવાન શિવ-પાર્વતીનાં આશીર્વાદ થી આ ૫ રાશિઓનું નસીબ રહેશે પ્રબળ

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોનો સમય થોડો ખાસ નજર આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ઓછી મહેનતમાં વધારે સફળતા મળવાના યોગ છે. તમારા જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. તમે જે કાર્ય કરવા માંગો છો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ છે. નસીબ તમારો પુરો સાથ આપશે. ઘરની આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. તમે પોતાના વિરોધીઓને પરાસ્ત કરી શકશો. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પ્રેમ જીવન ઉત્તમ રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોને સામાન્ય ફળની પ્રાપ્તિ થશે. તમે પોતાના પરિવારના સદસ્યોની સાથે મોજ-મસ્તી ભરેલો સમય પસાર કરશો. ભાઈ-બહેનોની સાથે કોઇ વાતને લઇને મતભેદ થઈ શકે છે, એટલા માટે તમારે પોતાના ગુસ્સા પર કાબુ રાખવો. કોઈપણ સાથે વાતચીત કરતા સમયે પોતાના શબ્દો પર વધારે ધ્યાન આપો. વેપારમાં તમારે વધારે મહેનત કરવી પડશે, પરંતુ તેના અનુસાર ફળની પ્રાપ્તિ થઈ શકશે નહીં. માનસિક રૂપથી તમે થોડા પરેશાન નજર આવી રહ્યા છો. નકામી ચિંતા કરવી નહીં.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો ઉપર ભગવાન શિવ અને પાર્વતીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરીનાં ક્ષેત્રમાં મોટા અધિકારીઓની કૃપા તમારી ઉપર રહેશે. બહુમૂલ્ય સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના છે. જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે સમયે હવે આવી ચૂક્યો છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. પ્રેમ જીવનમાં રહેલા લોકો પોતાના પ્રિય વ્યક્તિ સાથે દિલની વાત શેર કરી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ તમારે પોતાની આવક અનુસાર ખર્ચ પર કંટ્રોલ રાખવો. કારણ કે ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઇ મહત્વપુર્ણ બાબતમાં નિર્ણય લેવા માંગો છો તો ચર્ચા વિચારણા જરૂરથી કરી લેવી. નસીબથી વધારે તમારે પોતાની મહેનત પર ભરોસો કરવાનો રહેશે. અમુક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે, એટલા માટે આવા લોકોથી અંતર જાળવી રાખવું.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોનો સમય મધ્યમ ફળદાયી રહેશે. તમે પોતાની મહેનતથી ઘરની આર્થિક સ્થિતિ મજબુત બનાવી શકો છો. અચાનક ઉધાર આપવામાં આવેલા પૈસા પરત મળશે. તમારે કોઈ પણ મોટું રોકાણ કરવું નહીં, નહીંતર નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ નજર આવી રહ્યું છે. બહારની ખાણીપીણી થી દુર રહેવું. જીવનસાથી તમારી ભાવનાઓની કદર કરશે. પ્રેમ જીવનમાં કોઈ વાતને લઈને ગેરસમજણ ઉભી થઈ શકે છે. એટલા માટે કોઈ પણ બાબતમાં તમારે શાંતિપુર્વક ઉકેલ લાવવાની કોશિશ કરવી.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય નોકરી અને વેપાર માટે ખુબ જ ખાસ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી પરિવારના બધા સદસ્યોની જરૂરિયાતો પુરી કરી શકો છો. પરિવારમાં ખુશીની જળવાઈ રહેશે. કોઈ જુના રોકાણમાં ભારે નફો મળવાના યોગ છે. આવકનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. લાંબા સમયથી ફસાયેલા પૈસા પરત મળશે. નસીબનો પુરો સાથ મળશે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોનો સમય થોડો મુશ્કેલ નજર આવી રહ્યો છે. વેપારમાં સખત મહેનત કરવા છતાં પણ સફળતા મળી શકશે નહીં. આર્થિક સ્થિતિ કમજોર રહેશે. પૈસાની લેવડ-દેવડ કરવી નહિ. નોકરીનાં ક્ષેત્રમાં કાર્યભાર વધારે રહેશે, જેના કારણે શારીરિક થાક અને કમજોરી મહેસુસ થઇ શકે છે. પ્રાઇવેટ નોકરી કરી રહેલા લોકોએ મોટા અધિકારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવીને ચાલવું, તેનાથી તમને લાભ મળશે. કોઈપણ લાંબા અંતરની યાત્રા કરવાથી બચવું.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોનો સમય ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપાથી ખાસ નજર આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે. સંતાનનાં વિવાહમાં આવી રહેલી અડચણ દુર થઈ શકે છે, જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે. સાસરીયા પક્ષ તરફથી ધન લાભ મળવાની આશા છે. જીવન સાથે તમારી દરેક સહાયતા કરશે. કોઈ જુનો વાદ વિવાદ ચાલી રહ્યો છે, તો તેમાંથી છુટકારો મળી શકે છે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોનો સમય ખુબ જ ભાગદોડથી ભરેલું રહેશે. સંતાનનાં શિક્ષણને લઈને તમે ખુબ જ ચિંતિત રહેશો. અચાનક નકામો ખર્ચ વધી શકે છે, જે તમારી પરેશાનીનું કારણ બનશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં છે તો સાવધાની રાખવી નહીં. તરત નુકસાન થવાની સંભાવના રહેલી છે. કોર્ટ-કચેરીની બાબતે થી દુર રહેવું. નોકરીનાં પક્ષમાં સફળતા મેળવવા માટે તમારે વધારે સંઘર્ષ કરવો પડશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો સમય ખુબ જ સામાન્ય રહેશે. કામકાજમાં જેટલી મહેનત કરશો, તેના અનુસાર ફળની પ્રાપ્તિ થશે. વેપારની બાબતમાં તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે. પરિવારનાં લોકો તમારો પુરો સપોર્ટ કરશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પુજા પાઠમાં તમારું મન વધારે લાગશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોનો સમય વ્યસ્તતા ભરેલો રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોને સામાન્ય સફળતા મળી શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. તમે કોઈ સંપત્તિ ખરીદી કરવાની યોજના બનાવી શકો છો. પૈસાની ઉધાર લેવડ-દેવડ કરવી નહિ. ભવિષ્યને લઈને યોજના બનાવી શકો છો. જીવનસાથીને કોઇ શારીરિક પરેશાની થઈ શકે છે, જેનાથી તમે ચિંતિત રહેશો. વિદ્યાર્થીઓને કોઇ પ્રત્યે પરીક્ષા માટે સખત મહેનત કરવી પડશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય આનંદદાયક રહેશે. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી દાંપત્યજીવનમાં સુખ મળશે. તમે પોતાના બિઝનેસને આગળ વધારવામાં સફળ રહેશો. પારિવારિક સમાધાન મળી શકે છે. તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરી શકશો. સુખની પ્રાપ્તિ થશે. તમે કોઈ લાભદાયક યાત્રા પર જઈ શકો છો. માનસિક ચિંતા દુર થશે. નસીબ પ્રબળ રહેશે. મહત્વપુર્ણ કામમાં સફળતા પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *