રાશિફળ ૨ ઓકટોબર : આજે હનુમાનજીની કૃપા આ ૭ રાશિઓ પર જળવાઈ રહેશે, આવકનાં રસ્તાઓ ખુલી જશે

Posted by

મેષ રાશિ

તમારો આજનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. આજે કંઈક નવું કરવા માટે તમે ઉત્સાહિત રહેશો. જરૂરી મામલામાં નિર્ણય લઈ શકો છો. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય કારગર સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની સંભાવના છે. સંપત્તિની બાબતમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. નોકરી કરતા લોકોને પ્રગતિ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. મોટા અધિકારીઓની સાથે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. દાંપત્યજીવનમાં સુખ મળશે.

વૃષભ રાશિ

આજે તમે ખુબ જ ભાગ્યશાળી સાબિત થશો. તમે પોતાના કામકાજમાં શાનદાર પરિણામ પ્રાપ્ત કરી શકશો. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થઇ શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ મળશે. ધન સાથે જોડાયેલ આ બાબતમાં ભાગ્યશાળી સાબિત થશો. આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો આવશે. વેપાર સાથે જોડાયેલા લોકોને સારો નફો પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે.

મિથુન રાશિ

તમારો આજનો દિવસ થોડો કઠિન નજર આવી રહ્યો છે. ગુપ્ત શત્રુઓથી સંભાળીને રહેવાનું રહેશે. કારણ કે તે તમારા કામકાજમાં અડચણ ઉત્પન્ન કરી શકે છે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓની સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. રહેણીકરણીમાં બદલાવ આવી શકે છે. ખાણી-પીણીમાં સુધારો કરવાની આવશ્યકતા છે, નહીંતર સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. વેપારની બાબતમાં તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશ કરી રહ્યા હતા, તેમને સારી નોકરી મળી શકે છે.

કર્ક રાશિ

આજે તમારો દિવસ સામાન્ય રૂપથી પસાર થશે. વેપારમાં ભાગીદારીથી લાભ મળી શકે છે. અચાનક કામકાજની બાબતમાં યાત્રા પર જવું પડશે. યાત્રા દરમિયાન ગાડી ચલાવતા સમયે સતર્ક રહેવું. પારિવારિક જીવન સારું રહેશે. જરૂરિયાત પડવા પરિવારના સદસ્યોની સાથે ઉભા રહેશો. દાંપત્ય જીવન સારું રહેશે. તમે પોતાના જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. પ્રેમ જીવનમાં રહેલા લોકો થોડું સંભાળીને રહેવાની આવશ્યકતા છે. કારણ કે પ્રેમ પ્રસંગ ઉજાગર થવાની સંભાવના છે.

સિંહ રાશિ

આજે તમે પોતાની વાણી પર નિયંત્રણ રાખો, નહીતર કોઈ સાથે વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. વિરોધ પક્ષ તેમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે. જીવનસાથીનો પુરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમારે પોતાની આવક અનુસાર ખર્ચ પર કંટ્રોલ રાખવો જોઈએ, નહીંતર ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

કન્યા રાશિ

આજે પ્રોપર્ટી સાથે સંબંધિત બાબતો અને ચતુરાઈથી ઉકેલવી સંપત્તિમાં રોકાણની યોજના બની શકે છે, જેનાથી તમને સારો લાભ મળશે. નોકરીમાં પ્રગતિનાં યોગ નજર આવી રહ્યા છે. આવકમાં વધારો થશે. કારકિર્દીમાં આગળ વધવા માર્ગ પ્રાપ્ત થશે. મહત્વપુર્ણ લોકો સાથે ઓળખ મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. નાના મોટા વેપારીઓ નફો વધતો નજર આવી રહ્યો છે.

તુલા રાશિ

આજે વેપાર સાથે જોડાયેલા લોકો પોતાના વેપારમાં કોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જેના સારા પરિણામ તમને જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. ધન સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. તમને ધન એકઠું કરવામાં સફળ રહેશો. પારિવારિક જીવનની પરેશાનીઓનું સમાધાન મળી શકે છે. ભાઈ બહેનની સાથે ચાલી રહેલ મતભેદ ખતમ થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. નસીબ મોટા ભાગની બાબતોમાં તમારો પુરો સાથ આપશે.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાના ભવિષ્યને લઈને નવી યોજના બનાવી શકો છો. જો તમે કોઈ જગ્યાએ પૈસા રોકાણ કરવા માંગો છો, તો અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. પ્રેમ જીવન ઉત્તમ રહેશે. પ્રિય વ્યક્તિ સાથે તમે પોતાના દિલની વાત શેર કરી શકો છો. નોકરીની તલાશ કરી રહેલા લોકોને મનપસંદ નોકરી મળી શકે છે. તમને થોડા પ્રયાસ થી વધારે સફળતા મળવાના યોગ છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સારા પરિણામ જોવા મળશે.

ધન રાશિ

તમે પોતાની યોગ્યતાથી પ્રગતિ પ્રાપ્ત કરશો. વિવાહ યોગ્ય લોકોને વિવાહ માટે સારો સંબંધ મળી શકે છે. આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. વિદેશમાં કામ કરી રહેલા લોકોને સારો નફો મળશે. તમારા વિચારેલા બધા જ કાર્ય પુર્ણ થશે. બાળકો તરફથી ખુશખબરી મળશે. તમે પોતાના સંતાનને યોગ્ય માર્ગદર્શન આપી શકો છો.

મકર રાશિ

આજે તમે મિત્રોની સાથે મળીને કોઈ નવું વેપાર શરૂ કરશો. ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં તમે સફળ રહેશો. આવક સારી રહેશે. ઘરેલું જરૂરિયાતોની પુર્તિ થશે. સામાજીક માન-સન્માન વધશે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પ્રભાવશાળી લોકોની મદદથી તમને પોતાની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. ઉધાર આપવામાં આવેલા પૈસા પરત મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્ય પ્રગતિમાં આવશે. કુલ મળીને આજનો દિવસ ખુબ જ સારો પસાર થશે.

કુંભ રાશિ

આજે તમને પોતાના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. અન્ય લોકોની મદદ કરવા માટે તમે હંમેશા તૈયાર રહેશો. કામકાજની બાબતમાં તમે ભાગ્યશાળી સાબિત થશો. ઓછી મહેનતમાં વધારે સફળતા મળવાના યોગ છે. સામાજિક ક્ષેત્રમાં લોકપ્રિયતા પ્રાપ્ત થશે. વેપારથી આવક વધશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓનો પુરો સહયોગ મળશે. સહકર્મચારીઓની મદદથી તમે પોતાના જરૂરી કાર્ય પુર્ણ કરી શકો છો.

મીન રાશિ

આજે તમે પોતાની બુદ્ધિથી દરેક કાર્યને યોગ્ય રીતે પુર્ણ કરી શકશો. તમે પોતાની મધુર વાણીથી લોકોનું દિલ જીતી શકો છો. માનસિક તણાવ ઓછો થશે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે. વેપાર સારો ચાલશે. લાભદાયક શોધો પ્રાપ્ત થઇ શકે છે. દાન-પુણ્યમાં તમારું મન વધારે લાગશે. માતા-પિતાની સાથે કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *