રાશિફળ ૨૦ ઓગસ્ટ : ગ્રહ-નક્ષત્રોનાં યોગ આજે આ ૪ રાશિઓ માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે, સાવધાની રાખવી

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોને કોઇ જગ્યાએથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. જીવનસાથીની સાથે ફરવા જવાની યોજના કેન્સલ થઈ શકે છે, જેના કારણે તમે ખુબ જ પરેશાન રહેશો. શરીરમાં થાક મહેસુસ થઇ શકે છે. જરૂરી યોજનાઓ પર ફોકસ કરવાની આવશ્યકતા છે. તમારે કારણ વગરનો માનસિક તણાવ લેવો જોઈએ નહીં. પરિવાર સાથે જોડાયેલ કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવો પડી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા વિચાર જરૂરથી કરવો.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોનો સમય સારો નજર આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સારી સફળતા મળવાના યોગ છે. ગુરુજનોનાં આશીર્વાદ મળશે. તમે પોતાની બધી જવાબદારીઓને યોગ્ય રીતે પુર્ણ કરી શકશો. મિત્રોની સાથે મળીને કોઈ જગ્યાએ ફરવાની યોજના બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમે બધા જ કાર્ય યોગ્ય રીતે પુર્ણ કરી શકશો. મોટા અધિકારી તમારા કાર્યની પ્રશંસા કરી શકે છે. મહેનતનું યોગ્ય ફળ મળશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને ઘણી જવાબદારીઓ નિભાવવી પડી શકે છે, એટલા માટે તમારે તૈયાર રહેવું. પરિવારમાં કોઈની સાથે તકરાર થવાની સંભાવના નજર આવી રહી છે. તમારે પોતાની વાણી અને ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ. ઓફિસમાં ઘણા દિવસોથી અટવાયેલું કાર્ય સરળતાથી પુર્ણ કરી શકો છો. મિત્રોની પુરી મદદ મળશે. તમારે પોતાની જરૂરિયાત પર ફોકસ કરવાની જરૂરિયાત છે. ગુપ્ત શત્રુ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે, એટલા માટે સાવધાન રહેવું.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોનો સમય સામાન્ય નજર આવી રહ્યો છે. તમારે કોઈ પણ મોટું રોકાણ કરવાથી બચવું જોઇએ, નહીંતર નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તમે પોતાની પારિવારિક જવાબદારીઓ પુર્ણ કરી શકશો. ખાણીપીણીમાં સુધારો કરવાની આવશ્યકતા છે, નહીંતર પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશ કરી રહ્યા હતા તેમને કોઈ કંપની તરફથી ઓફર આવી શકે છે. તમારી અમુક અધુરી મનોકામના પુરી થશે. વિદ્યાર્થીઓએ કઠિન વિષય પર ફોકસ કરવાનું રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોના સમયમાં ઉતાર-ચડાવ નજર આવશે. સામાજિક ક્ષેત્રમાં માન પ્રતિષ્ઠા વધશે. તમારા મનમાં અલગ અલગ પ્રકારની વાતો ઉત્પન્ન થઈ શકે છે, જેને લઇને તમે ખુબ જ બેચેન રહેશો. આર્થિક મામલામાં લાભ મળવાની આશા છે. બાળકો તરફથી ખુશખબરી મળી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં આવવાની સંભાવના રહેલી છે, જેના કારણે તમે ખુબ જ પરેશાન રહેશો. ભવિષ્યને લઈને તમે કોઈ નવી યોજના બનાવી શકો છો.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય મિશ્રિત ફળદાયક રહેશે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગી પરીક્ષામાં માટે સખત મહેનત કરવી પડશે. ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થઈ શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં પડવું નહીં. કોઈ પણ મામલાને વાતચીતથી ઉકેલવાનો પ્રયત્ન કરવો. વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. નોકરીના ક્ષેત્રમાં ભાગદોડ વધારે રહેશે. તમારે અજાણ્યા લોકો ઉપર જરૂરિયાત કરતાં વધારે ભરોસો કરવો નહીં, નહીંતર દગો મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોનો સમય અતિ ઉત્તમ નજર આવી રહ્યો છે. કામકાજમાં સતત સફળતા પ્રાપ્ત થશે. નસીબનો પુરો સહયોગ મળવાનો છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગી પરીક્ષામાં ઈચ્છા અનુસાર પરિણામ મળી શકે છે, જેનાથી તેમનું મન હર્ષિત રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. મિત્રોની મદદથી તમારા અટવાયેલા કાર્ય પુર્ણ થઇ શકે છે. અચાનક તમને કોઈ જગ્યાએ લાભદાયક યાત્રા પર જવાનો અવસર મળશે. આવકમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. પારિવારિક જરૂરિયાતો પાછળ વધારે પૈસા ખર્ચી શકે છે. જીવનસાથીનાં બદલતા વ્યવહારને લઈને તમે ખુબ જ ચિંતિત રહેશો. તમારે કોઈ પણ મોટું રોકાણ કરવાથી બચવું જોઈએ. લવ લાઇફમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તમારે પોતાના પ્રિય વ્યક્તિની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી. વાહન પ્રયોગમાં બેદરકારી કરવી નહીં, નહીંતર દુર્ઘટના થવાની સંભાવના નજર આવી રહી છે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોનો સમય ખુબ જ સામાન્ય નજર આવી રહ્યો છે. પૈસા સાથે જોડાયેલી ચિંતા તમારા મનને પરેશાન કરી શકે છે. ઉધાર લેવડ-દેવડ કરવી નહિ. ઓફિસમાં કામકાજ વધારે રહેશે. અમુક લોકોની મદદથી જરૂરી કાર્ય પુર્ણ કરી શકો છો. વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધારે ધ્યાન આપવાની આવશ્યકતા છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવવાની સંભાવના નજર આવી રહી છે. અમુક કાર્યને પુરા કરવામાં વધારે સમય લાગી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો સમય મધ્યમ ફળદાયી રહેશે. તમારા અમુક કાર્ય સરળતાથી પુરા થઈ શકે છે. પૈસા સાથે જોડાયેલો કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. કોઈ જુની વાત માનસિક તણાવ આવી શકે છે. જો તમે શેર માર્કેટ સાથે જોડાયેલા છો તો સમજી-વિચારીને પૈસાનું રોકાણ કરવું. કોર્ટ-કચેરીની બાબતમાં સમજદારીથી કામ લેવું. કોઈ પણ લાંબા અંતરની યાત્રા પર જવાથી બચવાનું રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોના જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળી શકે છે. પૈસાની સ્થિતિમાં સુધારો આવશે. કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પરિવારજનોની સાથે મનોરંજન માટે કોઈ યાત્રા પર જવાની યોજના બની શકે છે. વેપારી વર્ગના લોકોને અચાનક મોટો ધનલાભ મળવાની સંભાવના છે. જીવનસાથીની સાથે સમય પસાર કરીને તમને ખુશી પ્રાપ્ત થશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય કઠિન રહેશે. ઘરના કોઈ સદસ્ય સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તમારે પોતાના ગુસ્સા પર કાબુ રાખવો. વિદ્યાર્થીઓને પોતાની મહેનત અનુસાર ફળની પ્રાપ્તિ થશે નહીં, જેના કારણે તમારું મન ખુબ જ ચિંતિત રહેશે. તમારે સતત પ્રયાસ કરતા રહેવા. તમને પોતાના મન અનુસાર રીઝલ્ટ જરૂર પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે. અમુક લોકો તમારામાં સન્માનને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી શકે છે, એટલા માટે આવા લોકોથી અંતર જાળવી રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *