રાશિફળ ૨૧ જુલાઇ : આજે ૩ રાશિવાળાને મળશે એવી સફળતા કે ચહેરો ખીલી ઉઠશે

Posted by

મેષ રાશિ

આજે કોઇ નાની-મોટી બીમારી તમને પરેશાન કરી શકે છે, એટલા માટે સાવધાની રાખવી. કોઇ મિત્ર સાથે તમારી મુલાકાત થશે. તમને નવા સ્ત્રોતોથી ધનપ્રાપ્તિ થશે. મિત્રોની મદદથી કાર્ય પુર્ણ થઇ શકે છે. તમારું દાંપત્યજીવન સુખમય પસાર થશે. ભાગદોડમાં સાવધાની રાખવી. પગમાં ઇજા થવાની સંભાવના રહેલી છે. પ્રેમ પ્રસંગમાં પરેશાની થઈ શકે છે. નોકરીમાં વિરોધી પક્ષ થી પુર્ણ સહયોગ મળશે. જીવનસાથી ની સલાહ સાંભળી લેવી, ઉપયોગી સાબિત થશે.

વૃષભ રાશિ

આજે તમારે તે કામ કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્ય અને સૌંદર્ય માં સુધારો કરવામાં મદદ કરે. કામમાં જાળવી રાખવા માટે પોતાને શાંત રાખો. આજે સમજી વિચારીને પગલાં આગળ વધારવાની જરૂરિયાત છે. દિલ ને બદલે દિમાગથી વધારે કાર્ય કરવું જોઈએ. અંગત જીવનની પ્રાથમિકતાઓને સાથોસાથ સમજવાની કોશિશ કરો. કોઈ પ્રેમ સંબંધને સંભાળવામાં કોઈ કમી રાખવી નહીં. દાંપત્યજીવન ખુશનુમા રહેશે.

મિથુન રાશિ

આજે પોતાનું વલણ ઈમાનદાર તથા સ્પષ્ટવાદી રાખો. વ્યક્તિ તમારી દ્રઢતા તથા ક્ષમતાઓની પ્રશંસા કરશે. તમારા સામાજિક માન-સન્માનમાં વધારો થઈ શકે છે. આસપાસનાં લોકો તરફથી મદદ મળશે. વેપારમાં ખુબ જ પૈસા મળશે અને નોકરીમાં પણ તમારું મન પ્રસન્ન રહેશે. મોડી સાંજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જમીન મકાનનાં દસ્તાવેજ વગેરેથી આજે દુર રહેવું.

કર્ક રાશિ

રોકાણ માટે દિવસ સારો છે, પરંતુ યોગ્ય સલાહ થી રોકાણ કરવું. જો તમે વ્યવસાયમાં કોઈ નવા ભાગીદારને જોડવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરી રહેશે કે તેને કોઈ વચન આપતા પહેલા તમે બધા પાસાઓની યોગ્ય તપાસ કરી લો. વેપારીઓ માટે દિવસ ધીમો રહેશે. આજે ઓફિસ પાર્ટીમાં પોતાના જીવનસાથીને સાથે લઈ જઈ શકો છો. નોકરી તથા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી સોંપવામાં આવશે.

સિંહ રાશિ

આજે પોતાની વાણી પર સંયમ રાખો. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. નોકરી દરમ્યાન સહજતા મહેસુસ કરી શકો છો. આવક અથવા ધનાગમન માં ગતિશીલતા જળવાઇ રહેશે. કોઈ નવા અનુબંધ પણ મળી શકે છે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો નહીં. તમારા પરિવાર સિવાય પણ જો કોઈ વ્યક્તિને તમારી મદદની જરૂરિયાત હોય તો તેની મદદ કરવામાં જરા પણ પાછળ હટવું નહીં. ધાર્મિક યાત્રા થઈ શકે છે. આજે વેપારમાં નવા શુભ યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

આજે તમે પોતાને પોતાના પ્રિય વ્યક્તિના પ્રેમથી તરબોળ મહેસુસ કરશો. રાજકીય મામલામાં ઉકેલ મળી શકે છે. અન્ય લોકોની મદદ કરવાનો અવસર મળશે. તમારા વ્યક્તિગત જીવનમાં અમુક મહત્વપુર્ણ ઘટના બની શકે છે, જે તમારા અને તમારા પરિવાર માટે પ્રસન્નતા લઈને આવશે. નકારાત્મક ચિંતાઓ ઉત્સાહમાં ઘટાડો કરશે. પરિવારનાં કોઈ સદસ્યની તબિયત અચાનક ખરાબ થવાથી તમે થોડા પરેશાન રહેશો.

તુલા રાશિ

આજે પરિવારના સદસ્યો સાથે ઝઘડો કરવાથી બચવું. નવી પરિયોજના પર કાર્ય શરૂ કરી શકો છો. આવકમાં મનોવાંછિત સુધારો થવાની સંભાવના રહેલી છે. આજે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. વાણીમાં ઉગ્ર ભાષાનો પ્રયોગ કરવો નહીં. જો તમે યાત્રા કરી રહ્યા છો તો બધા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાનું ભુલવું નહીં. તમે અમુક આધ્યાત્મિક બાબતોમાં રુચિ લઈ શકો છો. પ્રયાસ કરો તથા પોતાની મજબુત ભાવનાઓને કાબુમાં રાખો. મિત્રો તરફથી મદદ મળશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારી આસપાસનાં લોકો તમારી પાસેથી કોઇ બાબતમાં સલાહ લઇ શકે છે. મિત્રો સાથે સંબંધો મધુર બનશે. વેપારનાં ભાગીદારો તથા પત્ની પક્ષ તરફથી પુર્ણ સહયોગ મળશે. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે. આજે ઓફિસમાં કામ કરવાવાળા લોકોને બોસ તરફથી પ્રશંસા સાંભળવા મળી શકે છે. તમારો દિવસ અનુકુળ સાબિત થશે.

ધન રાશિ

આજે મિત્રો તરફથી સહયોગ લેવો પડી શકે છે. કોઈ મહિલા પ્રત્યે આકર્ષિત થઈ શકો છો. વ્યવસાયનાં ક્ષેત્રમાં તમને લાભ મળશે. તેની કાર્યોમાં તમને સફળતા મળવાની સંભાવના છે. મિત્ર તથા સહકર્મી તમારા પ્રયાસોમાં તમારું સમર્થન કરશે. તમે પોતાના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટે સખત મહેનત કરશો તો તમારી મહેનત રંગ લાવશે. તમને પોતાના કાર્યક્ષેત્રમાં અસીમ વિજય પ્રાપ્ત થવાની સંભાવના છે.

મકર રાશિ

કલા સાથે જોડાયેલા લોકોને પ્રગતિ મળશે. નવા કોર્સ જોઈન કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે જરૂરી સામાનની ખરીદી કરવા માટે બહાર જઈ શકો છો અને ભૌતિક સુખની વસ્તુઓની પણ તમે ખરીદી કરશો. ઘર પરિવારનાં વડીલો સાથે તકરાર કરવી નહીં. કોઈ ત્રીજા વ્યક્તિની દખલઅંદાજી તમારા અને તમારા પ્રિય વ્યક્તિ ની વચ્ચે કડવાશ ઊભી કરી શકે છે. કોઈ મોટા સમારોહમાં ભાગ લેવાનો અવસર મળશે. જુની ચિંતા ખતમ થઇ જશે.

કુંભ રાશિ

આજે ઘરને સજાવટ માટે પોતાના ખાલી સમયનો ઉપયોગ કરો. આજે પ્રોપર્ટીમાં સામાન્ય અસર હોવા છતાં પ્રોફેશનલ અને આર્થિક મામલામાં ફાયદો મળવાની આશા રહેલી છે. અમુક હદ સુધી તમે સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધારવી પડશે. યોજનાઓમાં વ્યવહારિકતાને ઇગ્નોર કરવી નહીં. ભાગ્ય વૃદ્ધિના અવસર આવશે. તમારે પોતાના પરિચિતો સાથે લેવડ-દેવડમાં સાવધાની રાખવી, નહિતર બાદમાં સંબંધોમાં તિરાડ પડી શકે છે.

મીન રાશિ

આજે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે, જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. તમને કાર્યક્ષેત્રમાં અમુક નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જે લોકો કલા, લેખન વગેરે કાર્યો સાથે જોડાયેલા છે તેમના માટે આજનો દિવસ શુભ રહેશે. શિક્ષા તથા પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓને સફળતાની પ્રાપ્તિ થશે. તમારા બધા જ કાર્ય સરળતાથી અને સમયસર પુર્ણ થઈ શકશે. વેપારનાં અમુક મામલા તમે ભાગીદારીથી ઉકેલી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *