મેષ રાશિ
તમારા અટવાયેલા કાર્ય પૂર્ણ થઇ શકે છે. અંગત જીવનની જવાબદારીઓ તરફ વધારે ધ્યાન આપવું. આજનો દિવસ તમારા જીવનમાં કોઈ નવી ખુશી લાવવાનો સંકેત આપી રહ્યો છે. તમારો જીવનસાથી તમને કોઈ મોટી ખુશખબર આપી શકે છે. હવે તમારે ખૂબ જ વધારે સચેત રહેવાની આવશ્યકતા છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના બનવાના યોગ બની રહ્યા છે. અભ્યાસ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે તેમાં સમય પસાર કરો.
વૃષભ રાશિ
વ્રુષભ રાશિ વાળા લોકો મનોરંજન પ્રવૃત્તિમાં ખોવાયેલા રહેશે. સારા ખાન-પાન અને સારા વસ્ત્ર ઉપલબ્ધ થશે. રુચિ અનુસાર કામ મળવાથી મન પ્રસન્ન રહેશે. સુખ સુવિધા પર ખર્ચો થઈ શકે છે. માનસિક અસ્થિરતા રહેશે. આજના દિવસે યાત્રા ન કરવાનો પ્રયાસ કરો, યાત્રા દરમિયાન થોડી પરેશાની થઇ શકે છે. ધૈર્યપૂર્વક કરવામાં આવેલ વિચાર ખૂબ જ ફળદાયી રહેશે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તે પૂર્ણ થશે.
મિથુન રાશિ
આજે તમને આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે સારા અવસર પ્રાપ્ત થશે. તમે આજે કોઈ પણ ખાસ પ્રયાસ વગર સરળતાથી બધા જ કાર્ય પૂર્ણ કરી લેશો અને પોતાની દરેક સમસ્યાઓનું સમાધાન શોધી લેશો. તમારે પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. પોતાના જીવનમાં અન્ય લોકોની ભલાઈ માટે પણ કામ કરવામાં મન લગાવવું. કામની બાબતમાં અમુક લોકો તમારી પાસે સલાહ માંગી શકે છે.
કર્ક રાશિ
આજે લોકો તમારી પ્રશંસા કરે તો તેની અસર તમારા કામ પર પડવા દેવી નહીં. વાણી પર નિયંત્રણ રાખવું. નવી યોજનાઓ બનશે. કાર્યપ્રણાલીમાં સુધારો આવશે. જો કોઈ પ્રોપર્ટી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો યોગ્ય રીતે તપાસ કરીને જ નિર્ણય લેવો. આર્થિક બાબતમાં પ્રગતિ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ઘરના કોઈ કામમાં જીવનસાથીની મદદ પણ લઈ શકો છો. જે લોકો પર કોર્ટ કચેરીના મામલા ચાલી રહ્યા છે, તેમને તેમાં સફળતા મળી શકે છે.
સિંહ રાશિ
આજે તમારા વ્યવહારની પ્રશંસા થશે. જો કોઈ પરેશાની ચાલતી આવી રહી છે તો તે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. પોતાનો સમય અને ઊર્જા અન્ય લોકોની મદદ કરવામાં લગાવવી, પરંતુ એવી બાબતોમાં પડવાથી બચવું જેમાં તમારે કોઈ લેવાદેવા ન હોય. અસમંજસની સ્થિતિ બની શકે છે. કામને કારણે તમે પોતાના પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં, પરંતુ પરિવારનો સાથ જળવાઈ રહેશે. કાર્યશૈલીથી બધા લોકોના દિલ જીતી શકશો. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે.
કન્યા રાશિ
સફળતાને પ્રાપ્ત કરવા માટે ઘણી બધી પરેશાનીમાંથી પસાર થવું પડશે. અંગત સંબંધોમાં કોઈ દેખાડો કરવો નહીં. લોકોને તેમની ખામીઓની સાથે સ્વીકાર કરો વિચારોમાં સકારાત્મક તથા આશાજનક પ્રવૃત્તિ રાખવો. સુખ સુવિધા પર વ્યય વૃદ્ધિ થશે. જીવનસાથીની સાથે વિવાદને કારણે કલેશ થઈ શકે છે. તમે કાર્યસ્થળ પર અમુક બદલાવ કરી શકો છો, જેનાથી તમને ખૂબ જ સારું મહેસુસ થશે. ગૃહ ઉપયોગી વસ્તુઓમાં વૃદ્ધિ થશે.
તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઘર તથા સમાજની જવાબદારીઓ ખુબ જ સારી રીતે નિભાવી શકશો. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. પોતાના માટે પણ દિનચર્યામાં થોડો સમય જરૂરથી કાઢવો. રચનાત્મક વિચારો મગજમાં આવી શકશે. ઘણા દિવસોથી અટવાયેલા અધૂરા કાર્ય આજે પૂર્ણ થઇ શકે છે. વ્યવસાય યાત્રા સફળ રહેશે. ભાગ્યોદય ના અવસર મળશે. શત્રુ નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે, એટલા માટે તમારે સાવધાન રહેવું.
વૃશ્ચિક રાશિ
આજે કામકાજમાં વૃદ્ધિ થવાના અણસાર છે, પરંતુ કોઈપણ નિર્ણયને લઈને તેના પર અડગ રહેવું. આજે તમને મહેસુસ થશે કે તમારે કોઈ સલાહકાર, ખાસ કરીને કોઈ વરિષ્ઠ વ્યક્તિને પોતાના માર્ગદર્શન માટે બોલાવવા જોઈએ. પોતાના પર ભરોસો રાખો અને પોતાના વ્યવહારને નરમ રાખો. નોકરીમાં પ્રયાસ સફળ રહેશે. સંબંધોની બાબતમાં આજે નસીબ સાથ આપશે. મંદિરમાં ફળ દાન કરવું, સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે.
ધન રાશિ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે. રચનાત્મકતા સર્જનાત્મક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. પોતાના વિચારોને સકારાત્મક બનાવી રાખવા. પારિવારિક તાલમેલ માટે ખૂબ જ સારો દિવસ છે. સ્વાસ્થ્યને લઈને થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તમારો જીવનસાથી તમારી કમજોરીઓને સુધારશે અને તમને ખૂબ જ સુખદ અનુભૂતિ આપશે. તમારા ચંચળ સ્વભાવને કારણે નુકસાન થઈ શકે છે. વડીલોને પ્રણામ કરવા તમારું માન સન્માન વધશે.
મકર રાશિ
આજે પોતાના પરિવારજનોથી અંતર વધી શકે છે. સમજી વિચારીને મામલા સુધારી લેવા, સંબંધ તૂટી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પાડોશી તરફથી સહયોગ મળી શકે છે. પોતાની યોગ્યતા પર ભરોસો રાખવો. કોઈની વાતને લઈને એટલું પ્રભાવિત ન બની જવું કે તમારો આત્મવિશ્વાસ ઘટી જાય. પોતાના વડીલોની વાતચીતને ધ્યાનમાં રાખવી, જેનાથી તમને ફાયદો થશે. નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં પણ વધારો થવાના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિ
આજે તમે પોતાના ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં ખૂબ જ ખર્ચ કરી શકો છો. જો કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યા છો તો બની શકે છે કે તેમાં વિલંબ થાય, ઉતાવળ કરવી નહીં નહીંતર નુકસાન થઈ શકે છે. રાજકીય બાબતો સાથે જોડાયેલા લોકો માટે સમય મિશ્રિત ફળદાયી રહેશે. ધાર્મિક કાર્યોમાં સહભાગીતા રહેશે. આજે તમારો વ્યવહાર સકારાત્મક રહેશે. બહેનો સાથે વિવાદ થઈ શકે છે. દરરોજની રોજીંદી લાઈફમાં થોડું કંઈક નવું બની શકે છે.
મીન રાશિ
આજે તમારી યોજનાઓમાં છેલ્લા સમયે બદલાવ થઈ શકે છે. સમય તમારા માટે અનુકૂળ રહેશે. આજે બેદરકારી રાખવાથી બચવું નહીંતર તમારી બધી જ મહેનત પર પાણી ફરી શકે છે. પોતાનું કામ અને જવાબદારીઓને ટાળવી નહીં. જૂની વાતો ભૂલીને પોતાના સંબંધોને નવી શરૂઆત કરવી. આજે તમારી પ્રગતિથી વિરોધીઓને તકલીફ થઈ શકે છે. અમુક જૂના મિત્રો સાથે સંપર્ક બની શકે છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું, દિવસ સારો રહેશે.