રાશિફળ ૨૩ ડિસેમ્બર : બુધવારનાં ગણેશજીની કૃપાથી આ ૬ રાશિઓનાં ખુલી જશે કિસ્મતનાં તાળા

મેષ રાશિ

આજે તમારા ઘરમાં શુભ કાર્ય થવાના અણસાર બની રહ્યા છે. વ્યવસાયિક બાબતોમાં ભાવુકતાથી નિર્ણય લેવો નહીં. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. સામાજિક કાર્યોમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં લાભ થશે. જો તમે વિદેશમાં નોકરી કરવા માટે આવેદન કરવા માંગો છો, તો આજનો દિવસ સારો છે. દાંપત્ય જીવનમાં નિકટતા અને મધુરતા આવશે. સમાજમાં ખ્યાતિ મળશે. પરીક્ષા તથા પ્રતિયોગિતાનાં માધ્યમથી નોકરીની શોધ કરતા લોકોને શુભ પરિણામની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિ

આજે તમે સમય રહેતા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. નોકરી કરી રહેલા લોકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. તમારા જીવનની બધા પ્રકારની પરેશાનીઓ ખતમ થઇ જશે. તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે અને મોટો ધનલાભ થશે. નવા કરાર ફાયદાકારક જોવા મળી રહ્યા છે. પરંતુ આશા અનુસાર લાભ પહોંચાડશે નહીં. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિમાં અમુક અડચણ આવી શકે છે.

મિથુન રાશિ

તમારું જીવન સાથી તમારી ભાવનાઓની કદર કરશે. વૈવાહિક જીવન સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ સતત મજબૂત બનશે. કામવૃતિ અને ચોરી જેવા અનેક વિચારો પર સંયમ રાખવું જોઈએ. કારણકે અસંયમી થવાથી કાર્ય બગડી શકે છે. વેપારમાં પણ તમને મોટો ધનલાભ થશે. વેપારને કારણે બહાર પ્રવાસનું આયોજન થઇ શકે છે. ધ્યાન રાખવું કે કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં. તમારા અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે.

કર્ક રાશિ

નોકરી કરતા લોકો માટે કાર્યાલયમાં આજે વાતાવરણ અનુકૂળ રહેશે. જુના વાદ-વિવાદથી દૂર થઈ શકે છે. તમારા ઘરમાં મહેમાનોનું આગમન થશે, જેના કારણે ઘર-પરિવારને ખુશીઓ બમણી થઈ જશે. મનને પ્રસન્ન અને હળવું રાખવા માટે તમે મનોરંજનનો આશરો લઇ શકશો. પ્રવાસ પણ આનંદ દાયક રહેશે. સંતાનોનાં અભ્યાસ તથા સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહેશે. વધારે ખર્ચ થી બચવું જોઈએ. શક્ય છે કે આજે કોઈ તમારી પાસે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે.

સિંહ રાશિ

વડીલો અને મિત્રોનો સહયોગ મળશે. મિત્રમંડળમાં નવા જોડાશે. નોકરી-વ્યવસાયમાં આવકમાં વૃદ્ધિ થવાના યોગ છે. શારીરિક રૂપથી અસ્વસ્થતા અને માનસિક ચિંતા જળવાઈ રહેશે. માતા પ્રત્યે વધારે ભાવનાત્મક રહેશો. બૌદ્ધિક ચર્ચાનો પ્રસંગ ઉપસ્થિત થશે, પરંતુ વાદ-વિવાદ ટાળવા જોઈએ. આજે ભાગીદારીનો વેપાર સારો રહેશે, પરંતુ જીદ્દી વલણ છોડી દેવું જોઈએ. પ્રેમસંબંધ ભંગ થઈ શકે છે, તે તમને માનસિક રૂપથી ક્ષીણ કરી શકે છે.

કન્યા રાશિ

પરિવારમાં આવશ્યક વિષયો પર ચર્ચા થશે. સ્નેહીજનો તથા મિત્રો પણ તેમાં આનંદમાં સહભાગી બનશે. દાંપત્ય વૈવાહિક જીવન સુખમય રહેશે. પતિ-પત્ની વચ્ચે મધુરતા અને પ્રેમ જળવાઈ રહેશે. તમારી આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના નજર આવી રહી છે. નોકરીની તલાશ કરી રહેલા લોકોને લાભ મળશે. હાલનો સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. મિત્રોનાં સહયોગથી આજે રોજગારનાં નવા અવસર ખુલશે અને તમે પોતાના અટવાયેલા કાર્યોને પણ ગતિ પ્રદાન કરી શકશો.

તુલા રાશિ

હજી પરિવારના આયોજનોમાં ભાગ લઈ શકશો. જીવનસાથી સાથે ગેરસમજણ થવાને કારણે વિવાદ થઈ શકે છે. ગ્રહોનો સંયોગ તમારી અનુકૂળ રહેશે, જેનાથી તમારી બેરોજગારી સમાપ્ત થશે અને રોજગારનાં ઘણા અવસર પ્રાપ્ત થશે. તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. કારણકે અસ્વસ્થતા રહી શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેવાનું છે. પરંતુ આજે બાળકો પ્રત્યે તમારે થોડો સચેત રહેવાની જરૂરિયાત છે.

વૃશ્ચિક રાશિ

તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સ્વભાવમાં ક્રોધની માત્રા વધી શકે છે. કોઇ વાત કરતા પહેલા વિચારી લેવું કે તમે શું કહેવા માગો છો. પોતાની વાણી પર નિયંત્રણ રાખવું. નોકરી કરતા લોકોને પ્રગતિ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક લાભ માટે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. પોતાનો સમય ગુમાવવો નહીં. જીવનસાથી સાથે મધુર સંબંધ જળવાઇ રહેશે. ભાગીદારીના વેપારમાં લાભ થશે કાનૂની બાબતોમાં સફળતા મળશે.

ધન રાશિ

આજે અમુક છુપાયેલી વાતો તમારી સામે આવી શકે છે. યાત્રા સમયે સાવધાની રાખવાની જરૂરિયાત છે. પ્રેમ જીવનમાં પહેલા કરતા તમે સુધારો જોઈ શકશો. નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. પરિશ્રમ વધારે રહેશે. કરજ મુક્ત થઈ શકો છો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. એટલું જ નહીં તેનાથી જીવનમાં આવતી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થશે.

મકર રાશિ

આજે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત થશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. જરૂરિયાતમંદ વ્યક્તિને સહાયતા કરી શકો છો, જેનાથી તમને પ્રસન્નતા થશે. વેપારનો વિસ્તાર કરવા માટે તમે પૈસા લગાવી શકો છો. રાજકારણમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ચાપલુસી કરતાં લોકોથી સાવધાન રહેવું. વેપારમાં સમજી-વિચારીને નિર્ણય લેવા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાનું રહેશે. પેટ ખરાબ થઈ શકે છે. વિવાહિત જાતકો માટે તમારા જીવનસાથી તણાવના સ્ત્રોતોમાંથી એક હોઈ શકે છે.

કુંભ રાશિ

આજે તમારા કાર્ય વિલંબથી પૂર્ણ થશે. પરિશ્રમ વધારે રહેશે પરંતુ ફળ ઓછું મળશે. જો તમે વ્યવસાયમાં છો તો તમે જોખમ ભરેલા રોકાણથી લાભ કમાઈ શકશો. તમે પોતાના ઉત્સાહ અને સમર્પણને કારણે આર્થિક પ્રગતિ કરવામાં સક્ષમ રહેશો. સમાજમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરી શકશો. સામાજિક કાર્યોમાં ભાગ લેશો. દિવસભર વિચારોમાં ઉતાર ચઢાવ રહેશે. તમારી જીદથી અન્ય લોકોને પરેશાની થઇ શકે છે.

મીન રાશિ

આજે તમારે કોઇ પણ બાબતમાં વધારે પડતો જોશ બતાવવો નહીં, તમારો ઉત્સાહ તમારું નુકસાન કરી શકે છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. શારીરિક અને ભૌતિક સુખને લઈને તમારા જીવનમાં નવો રોમાંચ જોવા મળી શકે છે. કામકાજ સાથે જોડાયેલ ચિંતા ખતમ થઈ શકે છે. મહેનતનું ફળ મળશે. મોટા લોકો તરફથી મદદ મળશે. પોતાના ઘર પરિવારથી દૂર રહેતા લોકોએ ઘરે પરત ફરવાનો શુભ સમય આવી ગયો છે.