રાશિફળ ૨૫ સપ્ટેમ્બર : આજે આ ૬ રાશિઓ પર રહેશે હનુમાનજીની અપાર કૃપા, થઈ જશે માલામાલ

મેષ રાશિ

તમારો આજનો દિવસ ખુબ જ શુભ રહેવાનો છે. ઘરના લોકોની સાથે તમે ખુબ જ સારો સમય પસાર કરવાના છો. મિત્રો સાથે મળીને કોઈ નવું કામ શરૂ કરી શકો છો, જેમાં તમને ખુબ જ સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે. તમારા મનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ખાણી-પીણીમાં રૂચિ વધશે. કોઈ ખાસ કામથી ધનપ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે.

વૃષભ રાશિ

આજે તમે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. નેત્ર સંબંધિત સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. પરિવારનાં કોઇ મહત્વપુર્ણ મુદ્દાને લઈને તમે માનસિક રૂપથી ચિંતિત રહેશો. નકામા ખર્ચ પર કંટ્રોલ રાખવાનું રહેશે, નહિતર ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તમારે કોઈ લાંબા અંતરની યાત્રા પર જવાથી બચવું જોઇએ. કારણ કે દુર્ઘટના થવાની સંભાવના નજર આવી રહી છે. કોઈપણ પ્રકારના વાદવિવાદને વધારવા નહીં. તમારે પોતાના ગુસ્સા પર કાબુ રાખવો.

મિથુન રાશિ

આજે તમને આર્થિક લાભ પહોંચવાના અવસર મળી શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. મનમાં ખુશી રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે. વિવાહ યોગ્ય લોકોને વિવાહ માટે પ્રસ્તાવ મળી શકે છે. માતા-પિતાના આશીર્વાદ મળશે. વેપાર સાથે જોડાયેલા લોકોને સારો નફો પ્રાપ્ત થઇ શકે છે. તમારા વેપારમાં વિસ્તાર થઈ શકે છે, જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશ કરી રહ્યા હતા, તેમને સારી કંપની તરફથી ઓફર આવી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે.

કર્ક રાશિ

આજે વેપારમાં આર્થિક લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે, એટલા માટે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. નોકરીમાં મોટા અધિકારીઓની કૃપાદ્રષ્ટિ તમારી ઉપર જળવાઈ રહેશે. કામકાજમાં સારું પ્રદર્શન કરી શકશો. માતાનાં સ્વાસ્થ્ય માં સુધારો આવશે. ઘરેલું કામમાં થોડા વ્યસ્ત રહી શકો છો, જેના કારણે શારીરિક થાક મહેસુસ થઇ શકે છે. ભાઈ બહેનની સાથે ચાલી રહેલી મતભેદ દુર થઈ શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા વધશે અને પોતાના જીવનસાથી સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો.

સિંહ રાશિ

આજે તમારું મન ધાર્મિક કાર્યમાં વધારે લાગશે. કાર્યસ્થળમાં તમે પોતાની જવાબદારીને પુર્ણ કરી શકો છો. અચાનક ઘરમાં મહેમાનોનું આગમન થશે, જેના કારણે ઘરમાં ચહલપહલ જળવાઈ રહેશે. તમારા સારા વ્યવહારથી લોકો પ્રભાવિત થશે. તમે પોતાની મધુર વાણીથી લોકોનું દિલ જીતી શકો છો. અચાનક કામની બાબતમાં કોઈ યાત્રા પર જવું પડી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. પ્રેમ જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. પ્રિય વ્યક્તિ તમારી ભાવનાઓને સમજશે.

કન્યા રાશિ

આજે તમારે કોઇ પણ કાર્ય શરૂ કરવું જોઈએ નહીં, કારણ કે આજનો દિવસ શુભ નથી. તમને વાત વાતમાં વધારે ગુસ્સો આવી શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના નજર આવી રહી છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જળવાઈ રહેશે. વિષમ પરિસ્થિતિઓમાં તમારે ધીરજથી કામ લેવાનું રહેશે. તમારે પોતાના કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, નહીંતર નુકસાનદાયક સાબિત થઇ શકે છે. અમુક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. ગુપ્ત શત્રુઓથી સંભાળીને રહેવું. પુજાપાઠમાં તમારું મન વધારે લાગશે. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે.

તુલા રાશિ

આજે મિત્રોની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે, જેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. ઘરેલુ જરૂરિયાતોની પુર્તિ થશે. આવકનાં સ્ત્રોત બનશે. ઘરની આર્થિક સ્થિતિ મજબુત બનાવવામાં તમારી મહત્વની ભુમિકા રહેવાની છે. સામાજિક કાર્યોમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સખત મહેનત કરવી પડી શકે છે, પરંતુ તમારી મહેનત જરૂરથી રંગ લાવશે. વેપાર સાથે જોડાયેલા લોકોને લાભદાયક સોદો પ્રાપ્ત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારો મોટા ભાગનો સમય પરિવારની સાથે પસાર થવાનો છે. ઘરેલુ વાતાવરણ સકારાત્મક જળવાઈ રહેશે. જરૂરી કાર્ય તમે સમયસર પુર્ણ કરી શકો છો. કોઈ જુની બિમારીમાંથી છુટકારો મળશે. સાસરીયા પક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. ખર્ચમાં ઘટાડો આવશે. આવકના સ્ત્રોત વધશે. સમાજ માં તમે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ બની શકો છો. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જેનાથી ભવિષ્યમાં તમને સારો ફાયદો મળવાનો છે.

ધન રાશિ

આજે કોઇપણ યાત્રા પર જવા દરમિયાન સાવધાની રાખવાની આવશ્યકતા છે. સંતાનને લઈને તમારી ચિંતા વધી શકે છે. તમારે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો, નહિંતર ગુસ્સાને કારણે તમને નુકસાન થઈ શકે છે. અવિવાહિત લોકોને વિવાહ માટે સારો સંબંધ મળી શકે છે. કોઈ ખાસ સાથે સાથે ખુબ જ સારો સમય પસાર કરી શકશો. મિત્રોની સાથે મળીને તમે કોઈ નવો વેપાર શરૂ કરવાની યોજના બનાવી શકો છો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કોઈ પ્રતિયોગી પરીક્ષામાં તમને ઈચ્છા અનુસાર રીઝલ્ટ મળવાની સંભાવના છે.

મકર રાશિ

તમારો આજનો દિવસ પહેલાની સરખામણીમાં સારો પસાર થશે. સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહેવાનું છે. બહારની ખાણીપીણી થી દુર રહેવું. પરિવારજનોની સાથે ખુબ જ સારો સમય પસાર કરશો. મિત્રોની સાથે ચાલી રહેલી મતભેદ દુર થઈ શકે છે. માતા-પિતાનાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. તમે પોતાના મનપસંદ ભોજનનો આનંદ લઇ શકો છો. વેપારમાં ખુબ જ મોટો લાભ મળવાના યોગ છે. ખુબ જ લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. તમારો વેપાર સારો ચાલશે. ખાસ લોકોની મદદથી કારકિર્દીનાં ક્ષેત્રમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરશો.

કુંભ રાશિ

આજે માનસિક શાંતિ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીના ક્ષેત્રમાં માન-સન્માન મળશે. મોટા અધિકારીઓની મદદથી તમે પોતાના જરૂરી કાર્ય પુર્ણ કરી શકો છો. બાળકો તરફથી ચિંતા દુર થશે. ધર્મના કામમાં તમારું મન વધારે લાગશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો અવસર મળી શકે છે. વૈવાહિક જીવનમાં સુખનો આનંદ મળી શકે છે. પ્રેમ જીવન સારું રહેશે. ખુબ જ જલ્દી તમારા પ્રેમ વિવાહ થઈ શકે છે.

મીન રાશિ

આજે તમારી મિત્રો સાથે વાતચીત કરતાં સમયે સાવધાની રાખવાની આવશ્યકતા છે. પૈસાની લેવડ-દેવડ કરવી નહીં, નહીંતર ધન હાનિ થવાની સંભાવના નજર આવી રહી છે. પરિવારનાં કોઈ સદસ્ય સાથે તકરાર થઈ શકે છે. તમારે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઇએ. ખાણી-પીણીમાં પુરી સાવધાની રાખવાની આવશ્યકતા છે, નહીંતર સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં છે, તો તે પરત મળી શકે છે. નવા-નવા લોકો સાથે મિત્રતા થશે, પરંતુ અજાણ્યા લોકો ઉપર જલ્દી વિશ્વાસ કરવો નહીં.