રાશિફળ ૨૯ જુલાઇ : આ ૪ રાશિવાળાને કામમાં મળશે સફળતા, સાંઈબાબા ની કૃપાથી ખુશીઓથી ઝોળી ભરાઈ જશે

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોનો સમય સામાન્ય નજર આવી રહ્યો છે. તમે જેટલી મહેનત કરશો. તેના અનુસાર ફળની પ્રાપ્તિ થશે. જરૂરી કામમાં યોજનાઓ પર ગંભીરતાથી ધ્યાન આપવાની આવશ્યકતા છે. તમારે પોતાના લક્ષ્ય પર ફોકસ કરવું. વેપાર સાથે જોડાયેલા લોકોએ સાવધાની રાખવાની આવશ્યકતા છે. કારણકે શત્રુઓ તમને પરેશાન કરવાની કોશિશમાં રહેશે. નોકરી કરતા લોકોને મોટા અધિકારીઓ સાથે કોઈ વિવાદ થઈ શકે છે. જેના કારણે તમારે નુક્સાન સહન કરવું પડશે. નકામો ખર્ચ પર લગામ લગાવો.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોનો સમય ખુબ જ શુભ નજર આવી રહ્યો છે. સાંઈબાબાની કૃપાથી ઉન્નતીનાં નવા માર્ગ પ્રાપ્ત થઇ શકે છે. ઘરેલું સુખ સાધનોમાં વધારો થશે. આવકનાં નવા સ્ત્રોત વધશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું મન હોય તો હાલનો સમય ખુબ જ ઉત્તમ નજર આવી રહ્યો છે. તમને તેનું ભવિષ્યમાં ખુબ જ સારો ફાયદો મળી શકે છે. રોજગાર પ્રાપ્તિનાં પ્રયાસ સફળ રહેશે. તમને પોતાના નસીબનો પુરો સાથ મળશે. ઘર-પરિવારમાં ખુશહાલી રહેશે. જો ભાગીદારીમાં કોઈ નવું કામ શરૂ કરશો. તેમાં તેમને સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોનો સમય મિશ્રિત પરિણામ લઇને આવશે. વેપારને લઈને તમે કોઈ નવી યોજના બનાવી શકો છો, જેમાં તમને સફળતા મળવાના યોગ છે. તમને કંઈક નવું શીખવાનો અવસર પ્રાપ્ત થશે. ઘણા લાંબા સમયથી તમારા મનમાં ઘણા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે. તમારે પોતાની ઉપર નકારાત્મક વિચારોને હાવી થવા દેવા જોઈએ નહીં. સામાજિક ક્ષેત્રમાં નવા-નવા લોકો સાથે ઓળખ વધશે. પરંતુ અજાણ્યા લોકો ઉપર જરૂરિયાત કરતાં વધારે ભરોસો કરવો નહીં, નહીંતર દગો મળી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી તમારી જુની યાદો તાજી થશે. વેપારમાં તમે કંઇક બદલાવ કરવાની કોશિશ કરશો. ભાગીદારોનો પુરો સહયોગ મળશે. નોકરી કરતા લોકોએ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. ધાર્મિક કાર્યમાં તમારું મન વધારે લાગશે. દાંપત્ય જીવનમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી, તેનું સમાધાન મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો ઉપર સાંઈબાબા ની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. તમારા માટે સમય સુખ અને સમૃદ્ધિ લઈને આવશે. જો તમે કોઈ જગ્યાએ પૈસા રોકાણ કરવા માંગો છો તો તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. નકામા ખર્ચમાં ઘટાડો આવશે. આવકનાં નવા સ્ત્રોત વધશે. ખાસ લોકો સાથે ઓળખ વધી શકે છે. કારકિર્દીનાં ક્ષેત્રમાં આગળ વધી શકશો. તમે પોતાના પરિવારજનોની સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. દાંપત્યજીવનમાં સુખ મળશે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકો માટે દિવસ ખાસ નજર આવી રહ્યો છે. નવું વાહન ખરીદવાનો પ્લાન બની શકે છે. આવક સારી રહેશે. ઘર-પરિવારની પરેશાની દુર થશે. શ્રી સાંઈબાબાની કૃપાથી વેપારમાં ભારે નફો મળવાના યોગ છે. તમે જે કામ કરવા માંગો છો. તેમાં તમને સફળતા મળવાની સંભાવના નજર આવી રહી છે. મિત્રોની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બની શકે છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોનો સમય મધ્યમ ફળદાયી રહેશે. તમારું કોઇ મહત્વપુર્ણ કાર્ય બગડી શકે છે, જેના કારણે તમે ખુબ જ ચિંતિત રહેશો. નોકરીનાં ક્ષેત્રમાં કોઈની સાથે તકરાર થવાની સંભાવના નજર આવી રહી છે. તમારે પૈસાનું રોકાણ કરવું નહીં, નહીંતર નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગી પરીક્ષામાં માટે સખત મહેનત કરવી પડશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોનો સમય સામાન્ય નજર આવી રહ્યો છે. કામકાજમાં અનુસાર ફાયદો મળી શકે છે. ગુપ્ત શત્રુઓથી થોડું સંભાળીને રહેવું, કારણ કે તેઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. પરિવારનાં લોકોની સાથે તમે પોતાના મનપસંદ ભોજનનો આનંદ લઇ શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈપણ યાત્રા દરમિયાન ગાડી ચલાવતા સમયે સતર્ક રહેવાનું રહેશે. સાસરીયા પક્ષ સાથે ચાલી રહેલા મતભેદ ખતમ થશે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકો કોઈ વાતને લઈને વિચલિત થઈ શકે છે. કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે. તમારે પોતાના અધુરા કામ પર વધારે ફોકસ કરવું જોઈએ. મિત્રોની પુરી સહાયતા મળશે. જો તમે કોઈ મોટું રોકાણ કરવા માંગો છો, તો અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. ભાઈ-બહેન સાથે સમય પસાર થશે આત્મવિશ્વાસ મજબુત રહેશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોએ દરેક પ્રકારની બાબતમાં સતર્ક રહેવાનું રહેશે. વેપારમાં નફો ઓછો થઇ શકે છે. ભાગીદારોની ગતિવિધિ પર નજર રાખો, નહીંતર તેમના કારણે તમારે નુક્સાન સહન કરવું પડશે. દાંપત્ય જીવન સારું પસાર થશે. જીવનસાથી સાથે તમે પોતાના દિલની વાત શેર કરી શકો છો. પરિવાર સાથે જોડાયેલ કોઇપણ મહત્વપુર્ણ નિર્ણય લેતા પહેલા વિચાર કરી લેવો, ઉતાવળમાં નિર્ણય લેવો યોગ્ય નથી. અજાણ્યા લોકો પર વધારે ભરોસો કરવાથી બચવું.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોનો સમય સારો નજર આવી રહ્યો છે. ઘણા લાંબા સમયથી અટવાયેલા કાર્ય પુર્ણ થઇ શકે છે. જમીન મકાન સાથે સંબંધિત બાબતમાં તમને લાભ મળવાની આશા છે. નકામો ખર્ચ પર કંટ્રોલ રાખવો આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. જો તમે કોઈ જગ્યાએ પૈસા રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો, તો સમય યોગ્ય નજર આવી રહ્યો છે. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. માતા-પિતાનાં આશીર્વાદ તમારી સાથે રહેશે. કોઈ ધાર્મિક સમારોહમાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. પરંતુ તમારે કોઈને પૈસા ઉધાર આપવા નહીં, નહીંતર ઉધાર આપવામાં આવેલા પૈસા લેવામાં પરેશાની થશે. કોર્ટ-કચેરીની બાબતથી દુર રહેવાનું રહેશે. અચાનક કોઈ સંબંધી તરફથી દુખદ સમાચાર મળી શકે છે. જેને લઇને તમે ખુબ જ પરેશાન રહેશો. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. કોઈ મંદિરમાં દર્શન માટે જઈ શકો છો, જેનાથી તમારું મન શાંત રહેશે. જીવનસાથીનો દરેક પગલા પર સહયોગ મળશે. પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવની સ્થિતિ નજર આવી રહી છે. શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું મન અભ્યાસમાં લાગશે નહીં. શિક્ષણમાં અડચણ ઉત્પન્ન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *