અમે તમને શુક્રવાર ૫ જૂનનું રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યમાં ઘટતી ઘટનાઓ વિશે જાણકારી મેળવી શકાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ, ગોચર અને નક્ષત્રની સ્થિતિનાં આધાર પર કરવામાં આવે છે. દરેક દિવસે ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને પ્રભાવિત કરતી રહે છે. આ રાશિફળમાં તમે નોકરી, વેપાર, સ્વાસ્થ્ય, શિક્ષા અને વૈવાહિક તથા પ્રેમ જીવન સાથે જોડાયેલી જાણકારી મેળવી શકશો. જો તમે પણ જાણવા ઈચ્છો છો કે તમારો આજનો દિવસ કેવો રહેશે તો રાશિફળ વાંચો.
મેષ રાશિ
આજે સ્વાસ્થ્ય સંબંધી થોડી પરેશાની થઇ શકે છે. શક્ય છે કે તમારા ઉપલા અધિકારી તમારી સાથે જરૂરિયાત કરતાં વધારે સખતાઈથી વર્તન કરે. આજે માતા-પિતાનું સ્વાસ્થ્ય યોગ્ય રહેશે. નાના ભાઈ-બહેનોના જીવનમાં અડચણોનો સામનો અથવા ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરવા જેવી સંભાવના આવી રહી છે. પરિવાર તરફથી પૂરો સહયોગ મળી શકે છે. તમારી સકારાત્મકતા તમને આગળ લઈ જશે. તમારી દરેક વાતથી લોકો પ્રભાવિત થશે. તમે ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો.
વૃષભ રાશિ
બધા જ કાર્યો સફળતાપૂર્વક સફળ થશે. આજે મહત્વપૂર્ણ લોકોને નારાજ કરવા નહીં. તમારી જવાબદારીને પૂરી કરવા માટે પિતાને સલાહ અગત્યની બની શકે છે. ત્યાં સુધી કોઈ વચન આપવું નહીં, જ્યાં સુધી તમે પોતે જાણતા ન હોય કે તમે તેને પૂર્ણ કરી શકશો કે નહીં. પોતાના ઉદ્દેશો તરફ શાંતિથી વધતા રહેવું, જેથી સફળતા મળી શકે છે. પરિસ્થિતિનો સામનો ધીરજ પૂર્વક કરવાથી સારું પરિણામ મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકોને આજે કામકાજમાં કોઈ મોટી ભૂલ થઈ શકે છે. આજે ઓફિસર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. આજે તમે જે નવી જાણકારી પ્રાપ્ત કરી છે, તે તમને પોતાના પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય અપાવશે. ગૃહ નવીનીકરણ પર ખર્ચ સંભવ છે. વાહનના રીપેરીંગમાં વધારે ખર્ચ થઈ શકે છે. નોકર અને સહકર્મચારીઓથી પરેશાન થવાની સંભાવના છે.
કર્ક રાશિ
ઘણા સમય પહેલાં તમે જે રોકાણ કર્યું હતું આજે તમને તેનો લાભ મળી શકે છે. રમતપ્રેમીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો અવસર મળશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. ઘૂંટણથી સંબંધિત રોગોથી પીડાતા જાતકોને વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. અટવાયેલા કામ ગતિ પકડશે. મનમાં ઉત્સાહ થતા વિચારોની સ્થિરતાને કારણે તમે બધા જ કાર્યો સારી રીતે કરી શકશો. પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે.
સિંહ રાશિ
આજે તમારી આર્થિક બાબતો સરળતાથી આગળ વધશે. પારિવારિક જીવન આનંદમય રહેશે અને તમે પોતાના પરિવારના સદસ્યોને સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. ખરાબ મુડ થી બચવુ, કારણકે મોટાભાગના મામલામાં તે તમારા આસપાસના અન્ય લોકોની નકારાત્મકતાને કારણે થશે. આર્થિક લાભની પ્રાપ્તિ માટેના રસ્તા ખુલી શકે છે. ધન લાભ અને ધન સંચય કરવાના પ્રયત્નો સફળ થઈ શકે છે. જીવનસાથી તરફથી તમને ખૂબ જ પ્રેમ મળશે.
કન્યા રાશિ
આજે સામાજિક જવાબદારીઓને પૂરી કરી શકશો. પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. વેપારમાં તમારી આવક વધશે અને તમને અધિકારીઓ તરફથી પૂર્ણ સહયોગ મળશે. આજે સામાજિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. જીવનસાથી સાથે પ્રેમના ચરમ આનંદનો અનુભવ કરશો. કઠિન પરિશ્રમ થી રચનાત્મક યોજનાઓને સાકાર કરવામાં સફળ થશો. જુનુ અટવાયેલું ધન તમને મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરી શકશો. માનસિક સુખ અને શાંતિ મળશે.
તુલા રાશિ
આજે કામના મામલામાં કોઇ નવી ટેકનોલોજી શીખવાની પણ કોશિશ કરી શકો છો. મહિલા મિત્રો અને સંબંધીઓ સાથે મધુર સંબંધ જાળવી રાખવા, ફાયદો થશે. અતિ ઉત્સાહથી નુકસાન થઈ શકે છે. જોખમ ન લેવું, પરંતુ સમજદારીથી કામ કરવું. સ્વાસ્થ્ય સારું રહેશે. આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. માંગલિક કાર્યોમાં પણ ભાગ લઇ શકો છો. આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થવાનો પ્રારંભ થશે. સત્તા-શાસનનો ભરપૂર સહયોગ મળશે.
વૃશ્ચિક રાશિ
આજે પોતાના ઉત્સાહને કાબૂમાં રાખો, કારણ કે વધારે પડતી ખુશી પણ પરેશાનીનું કારણ બની શકે છે. કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે અથવા કોઇ અપ્રિય ઘટના બની શકે છે, જેનાથી તમે નિરાશ થશો. સમજી-વિચારીને યાત્રા તથા કાર્ય વ્યવહાર કરવા. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. પ્રેમની બાબતમાં તમે સકારાત્મક અને ભાવુક રહેશો.
ધન રાશિ
ચિંતા, ડર તથા દુઃખદ સ્થિતિથી દૂર રહેવાની પૂરી કોશિશ કરવી. આજે તમારા પોતાનાઓ પણ તમારાથી અજાણ્યા બનવા જેવો વ્યવહાર કરશે. પોતાના કામથી મતલબ રાખો, વિવાદમાં ફસાઈને પોતાનું નુકસાન કરી શકો છો. લાંબા સમય બાદ તમે આજે ભરપૂર ઊંઘ ની મજા લઇ શકો છો. આર્થિક નુકશાન રોકવા માટે પોતાની અટકળોથી દૂર રહેવું જોઈએ. પારિવારિક જીવનમાં પ્રેમ વધશે. ખોટા ખર્ચ કરવા પર લગામ લગાવવાની જરૂરિયાત છે. કોઈ વ્યક્તિ પર તુરંત જ ભરોસો કરવો, નુકશાનદાયક સાબિત થઈ શકે છે.
મકર રાશિ
જીવનમાં ચાલતી આવી રહેલ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. ઓછા પ્રયાસથી જ તમે માન-સન્માન અને યશ પ્રાપ્ત કરી લેશો. કુલ મળીને આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. જે લોકો મીડિયાના ક્ષેત્ર સાથે જોડાયેલ છે, તેમના કામની પ્રશંસા થશે. કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળી શકે છે. રોમેન્ટિક જિંદગીમાં બદલાવ શક્ય છે. તમારા દાંપત્ય જીવનમાં આજે નવી ખુશીઓ આવી શકે છે. નસીબનો સાથ મળશે. તમારા અધિકારી તમારા કામથી ખુશ થશે.
કુંભ રાશિ
આજે તમારે ખાનપાનમાં યોગ્યતા જાળવી રાખવાની છે. નોકરી-ધંધા ની જગ્યામાં અનુકૂળ પરિસ્થિતિ નિર્મિત થશે. નવા અવસર પ્રાપ્ત થશે, જેનાથી જીવનમાં ઉત્સાહ તથા આનંદનો સંચાર થશે. પોતાનાથી સહયોગ મળશે, મિત્રો પણ સાથ આપશે. આજે તમારે વેપારમાં લાભ કમાવવા માટે વધારે મહેનત કરવી પડી શકે છે. આર્થિક સંદર્ભમાં તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. પારિવારિક સંબંધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મીન રાશિ
આજે માનસિક ગૂંચવણને કારણે કોઈ કાર્યમાં તમારું મન લાગશે નહીં. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. સ્વાસ્થ્ય નરમ રહેશે. ખાનપાન અને આરામનું પૂરું ધ્યાન રાખવું. તમારી વ્યક્તિગત આશાઓ, મહત્વકાંક્ષાઓ અને આદર્શોને પૂરા કરવા માટે મહેનત કરશો, તો તમને આનંદ આવશે. તમે પોતાના ઘરના રીનોવેશન માં થોડોક ખર્ચ કરી શકો છો. તમારી માતા થોડી નાની બીમારીથી પીડિત થઈ શકે છે. યોગ્યતા અને અનુભવથી કામ કરશો.
નોંધ : તમારી કુંડળી તથા રાશિના ગ્રહો પર આધારિત તમારા જીવનમાં બનતી ઘટનાઓ અહી બતાવેલ રાશિફળથી થોડી અલગ હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષને મળો.