અમે તમને શુક્રવાર ૨૯ મે નું રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યમાં થનાર ઘટનાઓને વિશે આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ, ગોચર અને નક્ષત્રની સ્થિતિનાં આધાર પર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને પ્રભાવિત કરતી રહે છે. આ રાશિફળમાં તમને નોકરી, વેપાર, સ્વાસ્થ્ય, શિક્ષા અને વૈવાહિક તથા પ્રેમ જીવન સાથે જોડાયેલી જાણકારી મળશે. જો તમે પણ જાણવા ઈચ્છો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો આજનું રાશિફળ વાંચો.
મેષ રાશિ
વેપારમાં કરવામાં આવેલ રોકાણમાં આજે તમને મોટો ધનલાભ આપી શકે છે. તમને અમુક વસ્તુઓ સમયની સાથે તેની મેળે મળી રહેશે. કોઈપણ વસ્તુ માટે તણાવ લેવો નહીં. સંતાન પ્રત્યે સુખની પ્રાપ્તિ થશે. ખોટા વિચાર તમારા મનની સ્વસ્થતા પર નકારાત્મક અસર કરશે, એટલા માટે વૈચારિક સ્તર પર સંયમ રાખવો આવશ્યક છે. ઘણા સમયથી રોકાયેલા તમારા કાર્યો પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે.
વૃષભ રાશિ
રોકાણ માટે ખૂબ જ સારો સમય છે. આજના દિવસની શરૂઆતમાં તમે પોતાના કામની રૂપરેખા બનાવી લો. તમારા મનમાં ઉત્સાહ અને કામમાં ખૂબ જ ઊર્જા જોવા મળશે. તમારે પોતાના નિર્ણય પર અડગ રહેવાનું રહેશે. આ સમયનો લાભ લઈને તમે પોતાના જીવનમાં ભવિષ્ય માટે કામ કરવાની જરૂરિયાત છે. બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત સારા સમાચાર મળશે. જીવનસાથીનો સહયોગ અને શાંતિ મળશે.
મિથુન રાશિ
તમારા ઘણા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. આળસનો ત્યાગ કરીને ધર્મના માર્ગ પર આગળ વધવાનો દિવસ છે. તમને સુખ અને આનંદ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય માં અમુક ચડાવ-ઉતાર આવશે. કોઈ વૃદ્ધ વ્યક્તિ તરફથી આશીર્વાદ મળશે. શાસન-સત્તાનો સહયોગ મળશે. આજે તમારું મન વ્યગ્રતાનો અનુભવ કરશે. વધારે ખર્ચ થવાને કારણે ધનની તંગી રહેશે. કોઇ મિત્રની મદદથી તમે પોતાના જીવનમાં આગળ વધશો.
કર્ક રાશિ
જે કાર્યમાં તમે મહેનત કરેલી છે, આજે તમને તેનો લાભ મળશે. અમુક પરિસ્થિતિઓ અને લોકો તમારું ધ્યાન ભટકાવવાની કોશિશ કરશે, પરંતુ તમારે પોતાના કામ પર ધ્યાન જાળવી રાખવાનું છે. સંયમ તથા ધૈર્યની સાથે પોતાના બિઝનેસ પર ધ્યાન લગાવો તો તે તમારા ભવિષ્ય માટે સારું રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં પણ તમને નવા લોકોનો સાથ મળશે, જેની અસર નવી યોજનાઓ ઉપર પણ પડી શકે છે.
સિંહ રાશિ
આજનો દિવસ તમારે ખૂબ જ જાળવીને ચાલવાની જરૂર છે. સ્વાસ્થ્ય પ્રત્યે આજે તમે થોડા ચિંતિત જણાશો. તમારે અમુક બાબતો પર થોડું આશાવાદી થવાની આવશ્યકતા છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, કારણકે તમને ધન કમાવવાની ઘણી સુવર્ણ તક મળશે. ઘરની સજાવટમાં પરિવર્તન થી માનસિક સ્વસ્થતામાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત મળવાથી તમારું બેન્ક બેલેન્સ મજબૂત થશે.
કન્યા રાશિ
આજે પરિસ્થિતિ અનુકૂળ રહેશે તમે પોતાના પરિશ્રમથી પરેશાનીઓને દૂર કરી શકશો. તમે પોતાની આસપાસ થોડી નકારાત્મકતા મહેસુસ કરી શકો છો. તેનાથી તમારે બચવાનું રહેશે. આજે તમે અન્ય વ્યક્તિના કાર્યમાં દખલ ન કરો. નકારાત્મક વિચારો દૂર થશે. શારીરિક રૂપથી થોડું જાળવીને રહેવું. રોગો સાથે લડવાની ક્ષમતા માં ઉણપ જણાય રહી છે. પોતાનું કાર્ય જાળવી રાખવું. આજે તમારા નસીબમાં ઘણું બધું નવું લખેલું છે.
તુલા રાશિ
આજે તમારો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. તમારા ગુપ્ત વિરોધી આજે તમારા વિશે અફવા ફેલાવવા માટે અધીરા બનશે. પોતાના માટે કામનું લિસ્ટ પહેલાથી જ તૈયાર રાખવું. અનાવશ્યક કામોમાં સમય બરબાદ કરવો નહીં. એક આનંદમય અને શાંતિપૂર્ણ દિવસ તમારા જીવનસાથીની સંગતમાં વ્યતીત થશે. શાસન-સત્તા પક્ષને સહયોગ મળશે. રાજનૈતિક લાભના સંકેત છે.
વૃશ્ચિક રાશિ
પરિવારના લોકો તમને સહયોગ મળશે. આજે તમારે થોડી સાવધાની સાથે કામ કરવાની જરૂરિયાત છે. તમને કોઇ ઇજા થઇ શકે છે. પ્રેમી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ પણ થઈ શકે છે, જેને લીધે તમે પરેશાન થઇ શકો છો. સકારાત્મક ઉર્જાનું સ્તર વધશે. પારિવારિક કાર્યોની પાછળ ધનનો ખર્ચ થશે. વાણી પર સંયમ રાખવું. આર્થિક સ્થિતિ સુદ્રઢ બનતી દેખાશે. અન્ય વ્યક્તિ પર કામ છોડવું નહીં પરંતુ જાતે તેને પુરા કરવું.
ધન રાશિ
આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. પૈસાની સુરક્ષાને લઈને બેદરકારી ભર્યું તમારું વર્તન તમને મુસીબતમાં મૂકી શકે છે. નકારાત્મક અને કડવાશ ઊભી કરતી ભાષા થી બચવું. રોકાણ કરવાનું હાલના સમયમાં ટાળી દેવું. તમારી પ્લાનિંગ અથવા કોઈપણ રહસ્યની વાત કોઈ વ્યક્તિ સાથે શેયર કરવી નહીં. આજના દિવસે કામકાજ દરમિયાન તમને અમુક ખાસ નવા અવસર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.
મકર રાશિ
તમારા અમુક ખાસ કામોમાં અડચણ આવી શકે છે. કામના દબાણ માં તમે પોતાના લોકોને નજર અંદાજ ના કરો. નોકરી કરનાર લોકોને પદોન્નતિના અવસર મળશે. સામાન્ય રીતે કોઇ જોખમ નથી, પરંતુ થોડું સમજી વિચારીને ચાલવું. આજે દાંપત્યજીવનમાં નાની-નાની વાતોને લઈને તણાવ વધી શકે છે. અસંતોષની ભાવના થી મન ગ્રસ્ત રહેશે. પારિવારિક વાતાવરણ માં મેળ રહેશે નહિ.
કુંભ રાશિ
માતા-પિતા અને ઘર પરિવારના લોકો નો આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારો આત્મવિશ્વાસ તમને પોતાના લક્ષ્ય પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે, જેનો તમે લાભ ઉઠાવો. તમારે કોઈપણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. ધનનો વધારે ખર્ચ થશે અને અપયશ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. સકારાત્મક વિચારોને લાગુ કરવાનો સમય આવી ગયો છે. સંબંધીઓની મદદથી તમે કામ પૂર્ણ કરી શકશો. જો કોઈ નવા સ્થાન પર છો તો વિરોધીનો સામનો થશે.
મીન રાશિ
આજે તમને પૈસા લઈને કોઈ પણ વ્યક્તિ પર આંખો બંધ કરીને ભરોસો ન કરો, નહીંતર તમને દગો મળી શકે છે. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા પોતાનાથી અનુભવમાં મોટા વ્યક્તિની સલાહ જરૂર લો. પોતાના સાથીને નાની-નાની બાબતમાં ટોકવાનું રહેવા દો. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમારી આસપાસના સ્વજનો સાથે ઉગ્ર ચર્ચા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં કોઈ સારું આયોજન થઇ શકે છે. શક્ય હોય તેટલું પોતાને આવેશમાં આવવાથી બચાવવું.
નોંધ : તમારી કુંડળી તથા રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં બનતી ઘટનાઓ અમારા દૈનિક રાશિ સાથે અમુક ભિન્નતા હોઈ શકે છે. સંપૂર્ણ જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.