રાશિફળ ૯ ઓગસ્ટ : આજે શ્રાવણ મહિનાનાં પહેલા સોમવારે મહાદેવ ચમકાવી દેશે આ ૫ રાશિઓનું ભાગ્ય

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે. નસીબથી વધારે તમારી પોતાની મહેનત પર ભરોસો કરવો જોઈએ. કાર્યક્ષેત્રમાં અચાનક અમુક પરિવર્તન થઈ શકે છે, જેના કારણે તમારું કામકાજ પ્રભાવિત થશે. જીવનસાથીની સાથે તમે ખુબ જ સારો સમય પસાર કરી શકશો. પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ સ્થિતિ નજર આવી રહી છે. તમારે પોતાના પ્રિય વ્યક્તિની સાથે કોઈપણ મામલામાં શાંતિપુર્વક ઉકેલ લાવવાની કોશિશ કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે તમે હંમેશા તૈયાર રહેશો. ભાઈ-બહેનો પુરો સહયોગ મળશે. વેપારી સ્થિતિ સામાન્ય રહેવાની છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોને આજના દિવસે ખુબ જ સારું ફળ મળશે. પરિવારજનોની સાથે તમે આનંદપુર્વક સમય પસાર કરી શકશો. માનસિક ચિંતા ખતમ થશે. દુરસંચાર નાં માધ્યમથી શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ખાણીપીણીમાં રૂચિ વધશે. અચાનક ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે, જેનાથી ઘરમાં ચહલપહલ જળવાઈ રહેશે. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળી શકે છે. તમને પોતાના નસીબનો પુરો સહયોગ મળવાનો છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોનો સમય ખુબ જ ખાસ નજર આવી રહ્યો છે. તમે પોતાની અધુરી ઇચ્છા પુરી કરવાની કોશિશ કરશો, તેમાં તમને સફળતા મળવાના યોગ છે. માતા-પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓને કૃપાદ્રષ્ટિ જળવાઈ રહેશે. કામકાજમાં સફળતા પ્રાપ્ત થશે. ખુબ જ કીમતી વસ્તુ અથવા સંપત્તિની પ્રાપ્તિ ની અભિલાષા પુરી થઈ શકે છે. તમે પોતાના દુશ્મનોને પરાસ્ત કરી શકશો. વાહનસુખ મળવાના યોગ નજર આવી રહ્યા છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ તમારે પોતાના ખર્ચ પર કંટ્રોલ રાખવાની આવશ્યકતા છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં છે તો તે પરત મળવાની સંભાવના રહેલી છે. વેપારને લઈને નવી યોજના બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં માન પ્રતિષ્ઠા વધશે. નવા-નવા લોકો સાથે ઓળખ વધશે, પરંતુ તમારે અજાણ્યા લોકો ઉપર જરૂર કરતાં વધારે ભરોસો કરવો જોઈએ નહીં.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોને મધ્યમ ફળ પ્રાપ્ત થશે. નોકરીનાં ક્ષેત્રમાં તમારે વધારે મહેનત કરવી પડશે. રાજકારણનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ મોટું પદ પ્રાપ્ત થઇ શકે છે. સંતાનોની જવાબદારી પુરી કરી શકો છો. તમારા વેપારમાં તમને વિરોધીઓનો સામનો કરવો પડશે, એટલા માટે સતર્ક રહેવું. તમારે કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરવો જોઈએ નહીં. ખાણીપીણીમાં સુધારો કરવાની આવશ્યકતા છે, નહીંતર પાચન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. માતા-પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોનો સમય અમુક હદ સુધી સામાન્ય નજર આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરવાની કોશિશ કરી શકો છો. સહકર્મચારીઓ તમારી પુરી સહાયતા કરશે. ઘરેલું સુખ સાધનો પાછળ વધારે ધન ખર્ચ થવાની સંભાવના નજર આવી રહી છે. રચનાત્મક કાર્યમાં તમારું મન વધારે લાગશે. વિષમ પરિસ્થિતિઓમાં તમારે પોતાના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. વાહન ચલાવતા સમયે બેદરકારી રાખવી નહીં.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોનો સમય સારો રહેશે. શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ સખત મહેનત કર્યા બાદ કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે. ગુરુજનોનાં આશીર્વાદ તમારી સાથે રહેશે. કોઈપણ મોટું રોકાણ કરવાથી બચવાનું રહેશે. સાસરીયા પક્ષ સાથે ચાલી રહેલ મતભેદ ખતમ થઈ શકે છે. દાંપત્યજીવન સારું રહેશે. શરીરમાં થાક મહેસુસ થઇ શકે છે. વાતાવરણમાં પરિવર્તન થવાને લીધે સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને દુરસંચાર નાં માધ્યમથી શુભ સમાચાર મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે. તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારા અટવાયેલા કાર્ય સંપન્ન થઈ શકે છે. આર્થિક મામલામાં ખુબ જ લાભ મળવાની સંભાવના રહેલી છે. સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. તમે પોતાની મધુર વાણીથી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ રહેશો. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત કરીને તમારું મન હર્ષિત રહેશે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોનો સમય ખુબ જ વ્યસ્તતા ભરેલો રહેશે. ઘરની ચીજોની ખરીદી માટે બહાર જઈ શકો છો. ઘરેલું જરૂરિયાતો પાછળ વધારે પૈસા ખર્ચ થશે. ઓફિસમાં મોટા અધિકારીઓની સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવાનો રહેશે. સહ કર્મચારીઓની સાથે કોઈ વાતને લઈને તકરાર થઈ શકે છે. તમારે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું. પૈસાની લેવડદેવડ કરવી નહીં. વિશેષ રૂપથી જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં છે તો પરત મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. કામકાજમાં જેટલી મહેનત કરશો, તેના અનુસાર ફળની પ્રાપ્તિ થશે. સામાજીક માન-સન્માન વધશે. નવા નવા લોકો સાથે ઓળખ વધી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાની તુલનામાં વધારે સારી બનવાની સંભાવના છે. જરૂરી કામ વધારે ધ્યાન આપવાનું રહેશે. ગુપ્ત શત્રુ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે, એટલા માટે સતર્ક રહો. માતા-પિતાના સ્વાસ્થ્યમાં નરમાઈ આવી શકે છે, જેના કારણે તમારું મન ચિંતિત રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોએ થોડી પરેશાની માંથી પસાર થવું પડી શકે છે. અચાનક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, જેના ઇલાજમાં વધારે પૈસા ખર્ચ થશે. મકાન બનાવવાનું તમારું સપનું ખુબ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે. વાહન સુખની પ્રાપ્તિ થશે. માતા-પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. જો કોર્ટ કચેરીનો કોઈ મામલો ચાલી રહ્યો છે તો તેમાં તમારી જીત નક્કી છે. નસીબ તમારો સાથ આપી શકે છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. દામ્પત્યજીવનમાં ખુશી જળવાઈ રહેશે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે. તમારે પોતાના પ્રિય વ્યક્તિની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી જોઈએ. તમે પોતાના વેપારમાં કંઈક નવો બદલાવ કરવાની કોશિશ કરશો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં. કોઈ કામમાં માતા-પિતાની સલાહ અને તેમના આશીર્વાદ ઉપયોગી સાબિત થઇ શકે છે.