રાશિફળ ૯ ઓકટોબર : આ ૪ રાશિઓનાં ચમકી જશે સિતારાઓ અને આ ૫ રાશિઓ પર તુટી પડશે દુ:ખોનો પહાડ

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો ઉપર સામાન્ય પ્રભાવ રહેવાનો છે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. તમારું કોઇ મહત્વપુર્ણ કાર્ય અધુરું રહી શકે છે. માતા-પિતાના આશીર્વાદ મળશે. જો કોઈ મોટું રોકાણ કરવા માંગો છો તો ઘરના અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સમય ખુબ જ ઉત્તમ રહેશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. લવ લાઈફ સામાન્ય રહેશે. તમે પોતાના પ્રિય વ્યક્તિની ભાવનાઓને સમજવાની કોશિશ કરશો.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોને દુરસંચારનાં માધ્યમથી શુભ સમાચાર મળી શકે છે, જેનાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ નિર્મિત થશે. ઓફિસનાં કાર્ય તમે સમયસર પુર્ણ કરી શકશો. પરિવારજનોની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાની કોશિશ કરી શકો છો. આજે બની રહેલ વિશેષ યોગને લીધે ધન સંબંધી લાભ મળવાની સંભાવના છે. નસીબનો પુરો સાથ મળશે. તમે કોઈ નવી યોજના શરૂ કરી શકો છો. ટેકનોલોજીનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળવાના યોગ છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. અટવાયેલા કાર્ય પ્રગતિમાં આવશે. મિત્રો તમારી પુરી મદદ કરશે. ઓફિસના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત થશે. મોટા અધિકારી તમારા કાર્યની પ્રશંસા કરશે. વિદેશમાં કામ કરી રહેલા લોકોને લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને ફાયદો મળવાની સંભાવના છે. ધન લાભ મળી શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો પોતાને ઉર્જાવાન મહેસુસ કરશે. આજના દિવસે તમારી આવકના સ્ત્રોત વધી શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. બાળકો તરફથી ચિંતા ઓછી થશે. તમને કંઈક નવું શીખવા મળી શકે છે. સરકારી કામકાજમાં ફાયદો મળવાના યોગ નજર આવી રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો ઉપર નસીબ મહેરબાન રહેશે. વિશેષ યોગને લીધે આજે કામકાજમાં મોટો ફાયદો મળી શકે છે. અચાનક ધન લાભ મળવાની સંભાવના છે. તમે પોતાના અમુક કામમાં પૈસા લગાવી શકો છો, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. તમારા સારા વ્યવહારની લોકો પ્રશંસા કરશે. કાયદાકીય કામમાં સફળતા મળવાના યોગ છે. અમુક નવા લોકો સાથે જોડાવાનો અવસર મળી શકે છે. ઉધાર આપવામાં આવેલા પૈસા પરત મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. તમે પોતાના જરૂરી કામ ઉપર ફોકસ કરવાનું રહેશે. કારણકે તમારું કોઇ મહત્વપુર્ણ કાર્ય વિલંબમાં પડી શકે છે. પરિવારના કોઈ સદસ્ય તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે. કોઈ જુની બીમારીને લઈને તમે પરેશાન રહેશો. ગુપ્ત શત્રુઓ થી સતર્ક રહેવું. કારણ કે તેઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. વિદ્યાર્થીઓ નો સમય સારો રહેશે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોનો સમય સામાન્ય રહેશે. આત્મવિશ્વાસથી ભરપુર રહેશો. તમે પોતાની બુદ્ધિથી કામમાં સારું પ્રદર્શન પ્રાપ્ત કરી શકશો. પૈસાની ઉધાર લેવડ-દેવડ કરવી નહીં. અજાણ્યા લોકો ઉપર જ વાત કરતાં વધારે ભરોસો કરવો નહીં. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પરંતુ બહાર ની ખાણીપીણી થી દુર રહેવું. કોઈ નવી જમીન લેવાની યોજના બનાવી શકો છો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને સમય ફાયદાકારક સાબિત થશે. વેપારમાં ભારે નફો મળી શકે છે. મોટાભાગના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે. નસીબ તમારો ભરપુર સાથ આપશે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો અવસર મળી શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. ભાઈ-બહેનો સાથે સંબંધો સારા બનશે. કોઈ જુની બિમારીમાંથી છુટકારો મળી શકે છે. વેપારમાં બરકત રહેશે. દાંપત્ય જીવન સારું રહેશે પ્રેમ જીવનમાં સુધારો આવી શકે છે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોના જીવનમાં સુખ અને દુઃખ રહેશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓને પ્રસન્ન કરવા મુશ્કેલ બની શકે છે. કામકાજમાં સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજવાની કોશિશ કરશે. દાંપત્ય જીવન થોડું કઠિન નજર આવી રહ્યું છે. પ્રેમ જીવનમાં સકારાત્મક ફળ મળશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. કામકાજનો બોજ વધારે રહેવાને કારણે શારીરિક થાક અને કમજોરી મહેસુસ થઇ શકે છે. નોકરીના ક્ષેત્રમાં કોઈ સહકર્મી સાથે તકરાર થઈ શકે છે. તમારે પોતાના ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે. વેપારની બાબતમાં તમારે કોઈ યાત્રા પર જવું પડી શકે છે. યાત્રા દરમિયાન ગાડી ચલાવતા સમયે સાવધાન રહેવું.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોના સમય ખુબ જ સારો રહેવાનો છે. વિશેષ યોગને લીધે ઘણા દિવસોથી તમારી પ્રગતિમાં આવી રહેલી અડચણ દુર થશે. તમે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. પ્રભાવશાળી લોકોનો સાથ મળશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. ઓછી મહેનતમાં તમારા બધા જ કાર્ય સફળ બનશે. ધર્મના કામમાં તમારું મન વધારે લાગશે. સામાજિક ક્ષેત્રમાં માન પ્રતિષ્ઠા વધશે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સમય ખુબ જ ઉત્તમ રહેશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય ખુબ જ મહત્વપુર્ણ રહેશે. તમે વિચારેલા કાર્યને પુર્ણ કરી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પ્રોપર્ટીના કામમાં ફાયદો મળી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હતા તેમને સારી નોકરી મળવાના યોગ છે. મિત્રોની સાથે મળીને તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ઘરનું વાતાવરણ ખુશહાલી રહેશે. બાળકોની સફળતાથી તમારી ખુશી બમણી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *