રશ્મિકા મંદાના એ હોળીનાં અવસર પર પોતાના ફેન્સને આપ્યો ઝટકો, આ વ્યક્તિ સાથે કરી લીધી ગુપચુપ સગાઈ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અભિનેત્રી રશ્મિકા મંદાના હાલના દિવસોમાં સમગ્ર દેશમાં છવાયેલી છે. તેમની સુંદરતા દીવાના દરેક લોકો બની ગયા છે. સાઉથ જ નહીં, પરંતુ સમગ્ર ભારત માં રશ્મિકાનાં કરોડો ફેન્સ રહેલા છે. તેમને એક-એક તસ્વીરો પર લાખોની સંખ્યામાં લાઇક મળે છે. તેમની સુંદરતાની પ્રશંસાનાં કોમેન્ટ તમને તેની દરેક તસ્વીરમાં જોવા મળશે. એ જ કારણથી રશ્મિકા સાથે જોડાયેલ દરેક ખબર દેશભરમાં ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે.

હવે હાલમાં જ આ શાનદાર અભિનેત્રીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમુક એવી તસ્વીરો શેર કરી છે, જેને જોઇને તેમના ફેન્સ અને તેમના ચાહનારા લોકોના દિલ તૂટી ગયા છે. તેમની આ તસ્વીરને જોયા બાદ લાગી રહ્યું છે કે તેમણે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે. આવું એટલા માટે માનવામાં આવી રહ્યું છે કારણ કે હોળીના અવસર પર આ અભિનેત્રીએ ફેન્સને હેપ્પી હોલી કરતા સમયે પોતાની અમુક ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા હતા.

આ તસ્વીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે આ અભિનેત્રી પોતાના ફોટામાં પોતાની ફિંગરની સાથે એક ખુબ જ સુંદર રિંગને પ્લોટ કરી રહી છે, એટલું જ નહીં. આ તસ્વીરોની સાથે અભિનેત્રી એક સુંદર મેસેજ પણ લખેલો છે, જેના લીધે આ મેસેજને વાંચીને તેમના ફેન્સને લાગી રહ્યું છે કે તેને સગાઈ કરી લીધી છે. બસ આ વાતને લઈને હલચલ ખૂબ જ તેજ બની ગઇ છે.

રશ્મિકા મંદાનાએ રિંગને તસ્વીરમાં બતાવતાં લખ્યું છે કે, “મેં તમને મેળવી લીધા. જે કોઈએ પણ આ રિંગ મારા માટે મોકલી છે તેને હવે જાણ થઈ ગઈ છે કે તે મને મળી ચૂકી છે. મેં તમારો તે નાનો મેસેજ પણ પૂરી રીતે વાંચી લીધો છે. આ મારી આંગળી માં બિલકુલ ફીટ છે અને મને ખૂબ જ પસંદ આવી રહી છે.”

આખરે લાખો દિલોની ધડકન ને કોણે મોકલી છે રીંગ?

રશ્મિકા મંદાના ની આ તસ્વીરોને આ રીતે જોયા બાદ તેમના ઘણા ફેન્સ તેમના પ્રેમ વિશે ઘણા બધા સવાલ પૂછી રહ્યા છે. ત્યારબાદ પોતાના ફેન્સની જિજ્ઞાસા દૂર કરવા માટે રશ્મિકા મંદાનાએ વધુ એક તસ્વીર શેર કરીને વાત ક્લિયર કરી કે આ રિંગ તેમને કોઈ બોયફ્રેન્ડ દ્વારા આપવામાં આવેલી નથી, પરંતુ તેમની સ્વીડન થી ફેન્સ ટીમ દ્વારા મોકલવામાં આવેલ છે.

તેની સાથે જ રશ્મિકા એ સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું હતું કે, “આહ, મારું દિલ. એજ મારો મતલબ હોય કે જ્યારે હું એવું કહું છું કે મને સમગ્ર દુનિયા તરફથી અઢળક પ્રેમ અને સપોર્ટ મળે છે. આ રિંગ મારા માટે એક રોશિયન્સ તરફથી અર્લી બર્થ-ડે ઉપહાર છે. આ ખૂબ જ પ્રેમાળ છે. હું હંમેશા તેને પહેરી રાખીશ.”

રશ્મિકા મંદાના નો બર્થ ડે ખૂબ જ નજીક છે

જેમકે તમે બધા જાણો છો કે આ રિંગ રશ્મિકા મંદાનાને તેના સ્વીડન ફેન્સ તરફથી જન્મદિવસનાં ઉપહારનાં રૂપમાં આપવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે નેશનલ ક્રશ રશ્મિકા પ એપ્રિલનાં રોજ પોતાનો ૨૫મો બર્થ-ડે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. તેની સાથે જ એવી અફવા પણ બજારમાં તેજ બની રહી છે કે રશ્મિકા મંદાના હાલના દિવસોમાં વિજય દેવરકોન્ડા ને ડેટ કરી રહી છે. આ બંનેની જોડી બધા લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ બંનેએ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડ જેવી શાનદાર ફિલ્મો આપેલી છે. તેની સાથે જ તેમના અફેરનાં સમાચારો પણ ખૂબ જ ચાલી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે આ બંને થોડા દિવસો પહેલાં જ મુંબઈમાં ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.