રસ્તા પર અડધી રાતે કુતરા ની સામે નાચી રહી હતી બસંતી, વિડીયો જોઈને તમે પોતાનું હસવાનું રોકી શકશો નહી

Posted by

સોશિયલ મીડિયા પર દરરોજ નવા નવા વિડીયો વાયરલ થતા રહે છે. અમુક વિડીયો મજેદાર હોય છે તો અમુક વીડિયો ખુબ જ આશ્ચર્ય ચકિત કરી દેતા હોય છે. આવો જ એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે આ વીડિયોમાં એક યુવતી કુતરા ની સામે નાચી રહી છે. મહત્વપૂર્ણ છે કે અંદાજે ૧૫ સેકન્ડનાં આ વીડિયોમાં રાતના સમયે રસ્તા પર અમુક કુતરાની વચ્ચે એક યુવતી નજર આવી રહી છે અને તે અચાનકથી કુતરા ની વચ્ચે ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. વિડીયોનાં બેકગ્રાઉંડમાં “જબ તક હે જાન નાચુંગી” ગીત ચાલી રહ્યું છે. આ વીડિયોને જોઈને તમે પણ પોતાનું હસવાનું રોકી શકશો નહિ.

તમને જણાવી દઈએ કે ફિલ્મ “શોલે” બોલીવુડની બ્લોકબસ્ટર મુવી રહેલી છે, જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મના ડાયલોગ પણ લોકોને ખુબ જ પસંદ આવે છે. આવો જ એક ફેમસ ડાયલોગ છે “બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના”. ફિલ્મમાં ધર્મેન્દ્ર ડાયલોગ હેમા માલિનીને કહે છે, જે હંમેશા માટે અમર થઇ ગયેલ છે.

જોકે હવે અસ્સલ જીવનમાં કોઈ કુતરા ની સામે ના જતો જોવા મળી જાય તો આ ડાયલોગ આપોઆપ જ લોકોના મોઢામાંથી નીકળી જાય છે. હાલના દિવસોમાં એક યુવતી સુમસાન રસ્તા પર કુતરા ની સામે ખુબ જ જબરજસ્ત ડાન્સ કરી રહી છે. મજેદાર વાત એ છે કે કુતરા પણ આ યુવતીને આશ્ચર્ય ભરેલી નજરથી જોઈ રહ્યા છે.

આ વીડિયોને આઇપીએસ ઓફિસર રૂપીન શર્માએ ટ્વિટર પર શેર કરેલ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ છવાઈ ગયેલ છે. લોકોને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો ફક્ત તેને જોવાનું પસંદ નથી કરતા, પરંતુ સાથોસાથ શેર પણ કરી રહ્યા છે. વળી તમને જણાવી દઈએ કે આ યુવતી કોણ છે અને કુતરાની સામે ક્યાં અને શા માટે નાચી રહી છે તેની કોઇ જાણકારી વીડિયોમાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *