જ્યારે પેન્ટ પહેર્યા વગર જ રસ્તા પર જોવા મળી હતી બોલીવુડની આ અભિનેત્રીઓ, મીડિયાએ ઉડાવેલી ખુબ જ મજાક

Posted by

બોલીવુડની સુંદર અભિનેત્રી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની ફોટોને લઈને ચર્ચામાં રહે છે, તો ક્યારેક પોતાના ગ્લેમરસ અંદાજ માટે તો ક્યારેક પોતાના ડ્રેસ માટે ચર્ચામાં જળવાઈ રહે છે. ક્યારેક-ક્યારેક તો એવું થાય છે કે તેમને પોતાની ડ્રેસ માટે પ્રસંશાથી વધારે આલોચનાનો સામનો કરવા પડે છે. હકીકતમાં બોલીવુડની હસીનાઓ પોતાના આઉટફીટને લઈને ઘણાં પ્રકારનાં એક્સપરિમેન્ટ કરતી રહે છે. એવામાં તેમને લોકો ઘણી વખત ટ્રોલ પણ કરે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અમુક એવી અભિનેત્રીઓ વિશે જેમણે પોતાના ડ્રેસ માટે ઘણી ટ્રોલ કરવામાં આવી.

શિલ્પા શેટ્ટી

હાલનાં દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી હંમેશા પોતાની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ એકવાર શિલ્પા પોતાના દીકરા વિવાન સાથે નજર આવી હતી. ત્યારે તેમણે પેન્ટ ન પહેરીને ફક્ત કુરતો પહેરેલો હતો. એવામાં લોકોએ તેમને ઘણી ખરી-ખોટી સંભળાવી અને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરી. લોકોએ કહ્યું હતું કે, શિલ્પા ઉતાવળમાં સુટ નીચે પોતાનું પેન્ટ પહેરવાનું ભુલી ગઈ.

કરીના કપુર ખાન

બોલીવુડ એક્ટ્રેસ કરિના કપુર ખાન એક એવી અભિનેત્રી છે. જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કરિના હંમેશા પોતાની ફોટો શેર કરતી રહે છે. એકવાર કરીનાએ પોતાના પતિ સૈફ અલી ખાનની શર્ટ પહેરી ફોટો શેર કરી હતી. જેમાં તે ઘણી સુંદર નજર આવી રહી હતી. પરંતુ ફોટામાં કરીનાએ શર્ટની નીચે કઈ પહેર્યું ના હતું, તેવામાં લોકોએ તેને ઘણી ટ્રોલ કરી હતી.

ઉર્વશી રૌતેલા

પોતાનાં સુંદર ફોટાને લઈને હંમેશાં ચર્ચામાં રહેવાવાળી અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ ઘણીવાર પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલ થઈ ચુકી છે. થોડા દિવસ પહેલાં જ ઉર્વશીએ એક ફોટોશુટ કરાવ્યું હતું. જેમાં તે વાદળી રંગનો શર્ટ પહેરીને જોવા મળી હતી. આ ફોટામાં ઉર્વશી ઘણી સુંદર નજર આવી રહી હતી. પરંતુ શર્ટ નીચે કંઈ ન પહેરવા પર તેણે મુસીબતનો સામનો કરવો પડ્યો. હકીકતમાં લોકોએ ઉર્વશીને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરી હતી.

મલાઈકા અરોડા

પોતાની ફિટનેસ થી બધા બોલીવુડ એક્ટ્રેસને ટક્કર આપવા વાળી અભિનેત્રી મલાઈકા અરોડા પણ પોતાના આઉટફીટને લઈને ચર્ચામાં રહે છે. ૪૭ વર્ષની મલાઈકા એક વખત સફેદ શર્ટમાં બહાર નીકળી હતી. આ દરમિયાન તેમણે પેન્ટ પહેરી ન હતી. તેવામાં તેમને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી. ઘણા લોકોએ તેમને સરખી રીતે કપડાં પહેરવાની સલાહ આપી.

રકુલ પ્રીત સિંહ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ ઘણીવાર પોતાની સુંદર ફોટાને લઈને ચર્ચામાં રહી ચુકી છે. પરંતુ થોડા સમય પહેલા જ રકુલ પ્રીત સિંહ માત્ર શર્ટ પહેરીને નજર આવી હતી. તેવામાં લોકોએ તેમને ઘણી ખરી-ખોટી સંભળાવી અને ખુબ જ મજાક પણ ઉડાવી. લોકોએ તેમને  કમેન્ટ કરી કહ્યું કે, ઘરેથી નીકળો તો પેન્ટ પહેરીને નીકળ્યા કરો.

જાન્હવી કપુર

શ્રીદેવીની દિકરી અને જાણીતી અભિનેત્રી જાન્હવી કપુર હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. જાન્હવી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને નવી-નવી ફોટો શેર કરતી રહે છે. એકવાર જાન્હવી રસ્તા પર પિન્ક કલરની લોંગ ટી-શર્ટ માં દેખાઈ હતી. શર્ટની નીચે જાન્હવીએ કઈ પહેર્યું ન હતું. તેવામાં લોકોએ તેમની ખુબ જ મજાક ઉડાવી હતી. વળી સોશિયલ મીડિયા પર પણ તેમને ઘણી ખરી-ખોટી સંભળાવી હતી.

પ્રિયંકા ચોપડા

બોલીવુડ સાથે સાથે હોલિવુડમાં પણ પોતાના નામનો સિક્કો જમાવી ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ પોતાના લુકને માટે ચર્ચામાં રહી ચુકી છે. પ્રિયંકા હંમેશા ગ્લેમરસ ફોટોશુટ કરાવતી રહે છે. થોડા દિવસો પહેલાં જ પ્રિયંકાએ પેન્ટ વગર એક ફોટોશુટ કરાવ્યું હતું. જેના કારણે તેમને લોકોએ ઘણી ટ્રોલ કરી હતી.

દીપિકા પાદુકોણ

પોતાની શાનદાર એક્ટિંગ માટે ઓળખાણ રાખવાવાળી અભિનેત્રી દીપિકા પાદુકોણ હંમેશા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની સુંદર ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ તેમણે સફેદ કલરનાં ક્રોપ ટોપ સાથે ફોટોશુટ કરાવ્યું હતું. જેમાં તે ખુબ જ ગ્લેમરસ લાગી રહી હતી. પરંતુ શર્ટ નીચે પેન્ટ  ન પહેરવા પર દીપિકાને ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *