રસ્તા પરથી ચંપલની ખરીદી કરતાં જોવા મળ્યા સોનું સુદ, ૧૨૦ રૂપિયા વાળા ચંપલ ૫૦ રૂપિયામાં માંગ્યા, જુઓ વિડીયો

Posted by

બોલીવુડ એક્ટર સોનુ સુદ લોકડાઉનમાં ગરીબોના મસીહા બનીને સામે આવ્યા છે. એક્ટરની દરેક તરફ પ્રશંસા થઈ રહી છે. તેની વચ્ચે સોનુ પોતાના ફેન્સનું મનોરંજન કરવાનું પણ ચુકતા નથી. હાલમાં જ સોનુ સુદ ચપ્પલ વેચતા નજર આવ્યા હતા અને તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલો છે.

સોનુ સુદનો વીડિયો

કોરોના મહામારી દરમિયાન સોનુ સુદ દ્વારા જરૂરિયાતમંદ લોકોની એટલી મદદ કરવામાં આવી છે કે લોકો તેમને હવે “મસિહા” કહીને પણ બોલવાનું શરૂ કરી દીધું છે. સોનુ સુદ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. એકવાર ફરીથી તેમણે શ્રીનગરનાં એક રસ્તા પર ચપ્પલ વેચનાર દુકાનદારની સાથે પોતાનો એક વિડીયો શેર કર્યો છે, જે તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ચપ્પલ વેચી રહ્યા છે સોનુ સુદ

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)


સોનુ સુદ જે હાલનાં દિવસોમાં જમ્મુ-કાશ્મીર પ્રશાસનની સંશોધિત ફિલ્મ “નીતિ” ને લઈને શ્રીનગરમાં છે. અહીંયા તેમણે બટમાલુ બજારથી એક વીડિયો શેર કર્યો છે. અહીં તેમણે શમીમ ખાન નામનાં એક ચંપલ વેચનાર દુકાનદાર સાથે વાત કરી હતી. તેમાં શમીમ ખાન જણાવે છે કે બાળકો વાળા ચંપલ ની કિંમત ૫૦ રૂપિયા છે અને મોટાનાં ચંપલની કિંમત ૧૨૦ રૂપિયા છે. સોનુ સુદ ૧૨૦ રૂપિયા વાળી ચપ્પલ ૫૦ રૂપિયામાં આપવા માટે કહે છે, તો શમીમ ખાન મનાઇ કરે છે અને કહે છે કે ૫૦ રૂપિયાવાળી બીજી ચપ્પલ પણ રહેલી છે. સોનુ સુદે ડિસ્કાઉન્ટ આપવાની વાત કહી તો દુકાનદાર માની ગયો હતો. ત્યારબાદ સોનુ સુદ કહે છે કે જો તમે પણ શમીમ ભાઈની દુકાન પર આવીને મારું નામ લેશો, તો તેઓ ખરીદી પર તમને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપશે.

સોનું સુદનું કામ

સોનુ સુદનાં વિડીયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળી ચુક્યા છે. ફેન્સ આ વીડિયો પર હાર્ટ ઇમોજી બનાવીને ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. સાથો સાથે તેઓ સોનુ સુદની પ્રશંસા પણ કરી રહ્યા છે. એક ફેન દ્વારા લખવામાં આવ્યું કે, “તુસ્સી ગ્રેટ હો સાહેબજી.” ઘણા ફેન્સ તેમના આ કામને ખુબ જ શ્રેષ્ઠ જણાવી રહ્યા છે. સોનુ સુદ વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લી વખત ફિલ્મ “સિમ્બા” નજર આવ્યા હતા. સોનુ સુદ ફિલ્મ “કિસાન” માં કામ કરવાના છે. આ ફિલ્મને કો ઈ નિવાસ ડાયરેક્ટ કરશે. આ ફિલ્મ સિવાય તેમની પાઇપલાઇનમાં ઘણી ફિલ્મો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *