રસ્તા વચ્ચે યુવતીએ ટેક્સી ડ્રાઇવરની કરી ધોલાઈ, કારણ જાણીને ચોંકી જશો, જુઓ વિડીયો

Posted by

રસ્તા વચ્ચે એક મહિલા ટેક્સી ડ્રાઈવરની ખુબ જ પીટાઈ કરી રહી હતી. લોકોએ આ મહિલાને રોકવાની ખુબ જ કોશિશ કરી હતી, પરંતુ તે માની નહિ અને સતત ડ્રાઈવરને થપ્પડ મારતી રહી. આ મહિલા કેટલા ગુસ્સામાં હતી કે તેણે કાર ડ્રાઈવરનો ફોન પણ તોડી નાખ્યો હતો. કોઈ વ્યક્તિએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી અને હવે આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મામલામાં લોકોની અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આવી રહી છે.

શું છે આખરે સમગ્ર મામલો

ઇન્ટરનેટ પર છવાયેલ વિડીયો શુક્રવાર ૩૦ જુલાઈનો છે. જાણકારી અનુસાર લખનઉનાં કૃષ્ણનગરનાં અવધ ચાર રસ્તામાં એક યુવતી રસ્તા પર ચાલતી જઈ રહી હતી. ત્યારે એક ટેક્સી તેની નજીકથી નીકળે છે. યુવતીનો આરોપ છે કે ગાડીની ઝડપ ખુબ જ તેજ હતી અને ગાડી તેને સાઈડ થી ઠોકર મારીને નીકળી ગઈ હતી.

વળી પોલીસે ચાર રસ્તા પર ગાડીને રોકી લીધી. ત્યારબાદ યુવતી પણ ત્યાં પહોંચી ગઈ અને તેણે ટેકસી ડ્રાઈવરને રસ્તા વચ્ચે મારવાનું શરૂ કર્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે ટેક્સી થી તે માંડ-માંડ બચી છે. તે સિવાય યુવતીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગાડીમાં બેસેલો યુવક તેને પરેશાન કરી રહેલ હતો. વળી આ સમગ્ર મામલા પર ડ્રાઇવર દ્વારા પણ પોતાનો પક્ષ રાખવામાં આવ્યો હતો અને યુવતી પર સાઈડ મીરર અને ફોન તોડવાનો આરોપ લગાવ્યો છે.

આ ખબર સ્થાનીય અખબારોમાં પણ છપાયેલી છે. અખબારો અનુસાર ટેક્સી ડ્રાઇવર સઆદત અલી રાત્રે ૧૦ વાગ્યે એરપોર્ટ થી પરત ફરી રહ્યો હતો. તેની સાથે દાઉદ અલી અને ઇનાયત અલી પણ હતા. સઆદત અલી બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે યુવતીને ગાડી લાગી ગઈ. યુવતીએ સંભાળીને ગાડી ચલાવવા માટે કહ્યું તો તે તકરાર કરવા લાગ્યો હતો. એટલું જ નહીં ટેક્સી ડ્રાઈવરે યુવતી સાથે માથાકુટ કરી અને સ્થળ પરથી ભાગવા લાગ્યો હતો. જોકે થોડા અંતર પર રહેલા ટ્રાફિક પોલીસે ગાડીને રોકી લીધી હતી.

ત્યારબાદ યુવતીએ ટેકસી ડ્રાઈવરને પકડી લીધો અને તેને મારવાનું શરુ કરી દીધું. પોલીસે વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી અને કૃષ્ણનગર થાણાનાં ઇન્સ્પેક્ટર દુબે ને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. પોલીસનાં ડરથી ઇનાયત અલી અને દાઉદ અલી ભાગી નીકળ્યા. વળી સઆદત અલીને પોલીસ થાણે લઈ ગઈ. જો કે યુવતીએ કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવાથી ઇનકાર કરી દીધો હતો. વળી પોલીસે પણ યુવતીને આ પ્રકારે કાયદો હાથમાં ન લેવાની ચેતવણી આપીને છોડી દીધી હતી.

લોકોએ યુવતીને જણાવી બદતમીજ


સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ વીડિયોમાં યુવતી ખરાબ રીતે ડ્રાઈવરને મારી રહેલી જોવા મળી રહી છે. તેમાં ઘણા લોકોની પ્રતિક્રિયા આ વીડિયો પર આવી છે અને તેમણે યુવતીને બદતમીજ જણાવી છે.

સંતોષ તિવારી નામના એક યુઝરે લખ્યું હતું કે યુવતીનો આ વ્યવહાર ખુબ જ ખોટો છે. યુવક દોષી હોય કે ન હોય પરંતુ યુવતીને બિલકુલ પણ અધિકાર નથી કે તે આવી રીતે ઉદ્ધતાઈ ભરેલો વ્યવહાર કરે. પોલીસને ફરિયાદ કરો પોલીસ એક્શન લેશે.

વળી મનોજસિંહ નામના એક યુઝરે લખ્યું હતું કે યુવતીને કોણે હક આપ્યો કે આવી રીતે કોઈ પણ હાથ ઉઠાવી શકે? કોઈ જણાવો કે IPC માં એવી કોઈ મારા છે, જેના અંતર્ગત કોઈ વ્યક્તિ પોતે સજા આપી શકે છે. આ મામલાની તપાસ થવી જોઇએ અને સખત કાર્યવાહી થવી જોઈએ, આ યુવતી ઉપર પણ અને જો યુવકે કંઈ ખોટું કર્યું છે તો તેના ઉપર પણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *