શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે અને એવું કહેવામાં આવ્યું છે કે માણસના ખોરાક અને તેના વર્તનની અસર તેની આર્થિક સ્થિતિ પર પડે છે. કોઈ પણ વ્યક્તિ એવું નથી ઇચ્છતું કે દેવી લક્ષ્મી તેના પર ગુસ્સે થાય. તેથી એવી કથાઓ બનાવવામાં આવી છે કે લોકો સાવધાની થી તેનું પાલન કરે. મહાભારતના અનુશાસન પર્વમાં રાત્રે ખોરાક અને પીવાના નિયમોનો ઉલ્લેખ કરતા કહેવામાં આવે છે કે લક્ષ્મી તે વ્યક્તિથી નારાજ થાય છે જેણે રાત્રીના ભોજનમાં આ 5 વસ્તુઓ શામેલ કરી હોય. ખરેખર, આના સેવનથી સ્વાસ્થ્ય સ્વરૂપ લક્ષ્મી રિસાઈ જાય છે અને સંપત્તિનું નુકસાન થાય છે.
દૂધની આ વસ્તુ નો ઉપયોગ ટાળો
એવું માનવામાં આવે છે કે રાત્રે દહીનો ઉપયોગ કરવો ન જોઈએ. આનું કારણ તે હોઈ શકે છે કે દહીં થી શરદી અથવા વાયુ ના રોગ થઈ શકે છે. આ સિવાય રાતના સમયે ભાત, સત્તુ, મૂળા ખાવાનું પણ સારું માનવામાં આવતું નથી.
ખોરાક વિશે આ નિયમ પણ જરૂરી છે
જમતી વખતે તમારો ચહેરો કઈ દિશામાં છે તે પણ મહત્વનું માનવામાં આવે છે. જ્યારે પણ તમે ભોજન કરો ત્યારે તમારે પૂર્વ અથવા ઉત્તર તરફ તમારો ચહેરો રાખવો જોઈએ નહીં તો ધન સંબંધી નુકસાન થાય છે. આ સિવાય બુટ-ચંપલ પહેરીને ક્યારેય ખોરાક ન લેવો જોઈએ. લાલ કિતાબ મુજબ રસોડામાં બેસીને જમવું શ્રેષ્ઠ છે, જેનાથી રાહુ શાંત થાય છે.
કોગળા કરવા જરૂરી છે
મોટે ભાગે જોવા મળ્યું છે કે ઘણા લોકો સવારે ઉઠતા સાથે જ બેડ ટી અથવા પાણી પીવાની આદત રાખે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે હંમેશાં પાણી અથવા બેડ ટી પીતા પહેલા કોગળા કરવા જોઈએ નહીં તો ધન સંબંધી હાનિ થઈ શકે છે. આ શાસ્ત્રોક્ત નિયમ સીધો સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. આ નિયમનું પાલન ન કરવાથી તમે બીમાર થઈ શકો છો અને તમારે દવામાં પૈસા ખર્ચવા પડશે. ઉપરાંત બીમાર થવું તમારા કામ અને તમારી આવકને અસર કરશે.
સૂકા ફૂલો ન રાખો
ઘણીવાર લોકો પૂજામાં ચડાવેલા ફૂલો એકત્રિત કરી રાખે છે અને ઘણાં મહિના પછી તેને વિસર્જિત કરે છે. એવું બિલકુલ ન કરવું જોઈએ. નહીં તો ધન સંબંધી નુકસાન થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે પૂજાના સૂકા ફૂલો ને ફૂલ ના ક્યારા માં નાખી દેવા જોઈએ. સુકા ફૂલો રાખવાથી લક્ષ્મીમાં નારાજ થાય છે અને તે ઘર અથવા વ્યક્તિ થી રિસાઈ જાય છે.
નદીઓનો જળ સંગ્રહ
એવું માનવામાં આવે છે કે જો ઘરમાં પવિત્ર નદીઓનું પાણી રાખવામાં આવે, તો તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે જ્યા પણ તમે પાણી રાખો છો, તેની દિશા ઈશાન હોવી જોઈએ. આ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.
એઠા હાથથી ઘી ને ના અડો
અનુશાસન પર્વ માં કહેવામાં આવ્યુ છે કે ઘી ને એઠા હાથથી અડવું ન જોઇએ. જ્યાં આ નિયમનું પાલન નથી થતું ત્યાં લક્ષ્મીનું નિવાસસ્થાન રહેતું નથી. એવું પણ માનવામાં આવે છે કે ખોરાક શરૂ કર્યા પછી, ઉપરથી ઘી ન લેવું જોઈએ. હકીકતમાં ઘીને અમૃત માનવામાં આવે છે, તેને એઠા હાથથી સ્પર્શ કરવાથી તેનો અનાદર થાય છે.