રાતે સુતા પહેલા આ ૩ ચીજોનું કરી લો સેવન, ગાયબ થઈ જશે વધી ગયેલું વજન

Posted by

વધારે વજન વાળા લોકો માટે સ્થુળતા એક મોટી સમસ્યા છે. વજન ઓછું કરવા માટે લોકો ઘણા ઉપાય કરતા હોય છે. તેમ છતાં પણ વજન ઓછું થવાનું નામ લેતું નથી. તેવામાં ત્રણ ચીજો એવી છે જેની મદદથી તમે પોતાનું વજન ઝડપથી ઘટાડી શકો છો. તે વજન ઘટાડવામાં મદદ કરે છે. ફુદીનો તજ અને હળદર વાળા દુધના સેવનથી તમે પોતાનું વજન ઘટાડી શકો છો. તો ચાલો તેનું સેવન કરવાની રીત તમને જણાવીએ.

Advertisement

પેટની ચરબી વધવાના સામાન્ય કારણ

  • વધારે સમય સુધી એક જ જગ્યા પર બેઠા બેઠા કામ કરવું
  • ભોજન કર્યા બાદ તુરંત સુઈ જવું
  • ઓછી ઊંઘ કરવી અને તળેલી ચીજોનું સેવન કરવું
  • શરાબનું સેવન અને ધુમ્રપાન કરવાથી પેટની ચરબી વધે છે

ફુદીનાથી ઓછું થશે વજન

ફુદીનાથી પેટની ચરબીને ઓછી કરવામાં મદદ મળે છે. તમે દરરોજ ફુદીનાનું સેવન કરી શકો છો. જો તમે ફુદીનાવાળી ચા પીવો છો તો તેનાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. સાથોસાથ ફુદીનાની ચટણી અથવા રાયતુ બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. તે સિવાય રાતના સમયે પણ તમે ફુદીનાની અમુક ચીજોનું સેવન કરીને સ્થુળતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

તજ વાળી ચા

તજ સામાન્ય રીતે આપણા ચયાપચયને વધારવા વાળા ગુણો માટે ઓળખવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબાયોટિક ગુણો હોય છે, જે એક સંપુર્ણ ડિટોક્સ ડ્રિંક બનાવે છે. તે ચરબી ઓગાળવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. ડાયટ એક્સપર્ટ ડોક્ટરનાં જણાવ્યા અનુસાર સુતા પહેલા તેની ચા પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

હળદર અને દુધ

વજન ઓછું કરવા માટે રાત્રે સુતા પહેલા હળદર વાળું દુધ નું સેવન કરવું. તે વજન ઘટાડવા અને પાચનમાં સુધારો કરવામાં પણ મદદ કરી શકે છે. હળદર એન્ટિઓક્સિડન્ટ થી ભરપુર હોય છે, જે શરીરના હાનિકારક ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન પણ હોય છે, જે સારી ઊંઘ અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.