આ દુનિયામાં અલગ-અલગ પ્રકારના લોકો રહે છે. તેમાંથી ઘણા લોકોને નમકીન ખાવું પસંદ હોય છે, તો ઘણા લોકોને મીઠું ખાવું પસંદ હોય છે. મીઠાની વાત કરીએ તો ખાંડનાં બદલામાં લોકો ગોળ અને ગોળ માંથી બનાવેલી ચીજ વસ્તુઓ ખાવી હંમેશા પસંદ કરતા હોય છે. તેની ખાસિયત એ છે કે તે ખાવામાં મીઠો હોય છે, પરંતુ ડાયાબિટીસ જેવા રોગનું જોખમ ઓછું કરે છે. જે લોકોને મીઠું ખાવાનું પસંદ છે તે ગોળનું સેવન કરી શકે છે.
ગોળ ની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં લોકો તેની ચા અને ખીરને વધુ મહત્વ આપે છે. તે પેટને સાફ રાખે છે અને અનેક રોગોને જડમૂળમાંથી દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. વળી, ગોળ ખાઈ લીધા બાદ ગરમ પાણી પીવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે. આ લેખમાં તમને ગોળ પછી ગરમ પાણીમાં શરીરમાં થતા ફાયદા વિશે જણાવીશું.
પરંતુ તે પહેલાં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ આયુર્વેદિક ગ્રંથમાં ગોળને રોગનાશક માનવામાં આવ્યો છે. તે શરીરમાં બની રહેલા એસિડને ઓછુ કરે છે અને છાતીમાં થતી બળતરામાં રાહત આપે છે. તેના નિયમિત રૂપથી સેવન કરવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે અને સાથે પાચનતંત્ર મજબૂત બને છે. સ્વાસ્થ્ય માટે ગોળ અને ગરમ પાણીને મિશ્રણને અમૃત સમાન માનવામાં આવે છે અને તેનાથી અનેક ફાયદા જોવા મળે છે. જો તમે રાત્રે ઊંઘતા પહેલા ગોળ ખાઓ છો અને પછી ગરમ પાણી પીવો છો તો તેનાથી માત્ર તમારી ઊંઘ સારી નહીં આવે પરંતુ ત્રણ રોગ જડમૂળમાંથી મટી શકે છે.
શરદીથી મળશે રાહત
આયુર્વેદિક વિશેષજ્ઞ ડોક્ટર રાજીવ દીક્ષિત અનુસાર શિયાળામાં ગોળનું સેવન કર્યા પછી ગરમ પાણી પીવું જોઈએ. આ શરીર માટે અમૃત સાબિત થયું છે. વાસ્તવમાં ગોળમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે બીમારીઓનો નાશ કરે છે. શરીરને રોગ નિરોધક બનાવે છે. તેવામાં જો તમને શરદી ઉધરસ જેવી સમસ્યાઓ થઈ હોય તો તમારા માટે તે ઉત્તમ સાબિત થઈ શકે છે. આ સરળ ઉપાયમાં તમે થોડાક સમયમાં ખૂબ જ સારો અનુભવ કરશો.
ગેસ થી મળશે છુટકારો
ઘણીવાર આપણે બજારમાં તેજ મસાલાયુક્ત ખોરાકનું સેવન કરી લેતા હોઈએ છીએ. તે દરેકની સીધી અસર આપણા પાચન પ્રણાલી પર પડે છે. જેનાથી પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યા બને છે. પરંતુ તમે પણ આ સમસ્યાથી હેરાન થતા હોય તો રાત્રે ઊંઘતા પહેલા ગોળ ખાઈ લેવો અને પછી ગરમ પાણી પી લેવું. તેનાથી તમારૂં પેટ સાફ થઈ જશે અને પાચનક્રિયા બરાબર રહેશે. તમે રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણીના એક ગ્લાસમાં ગોળનાં ટુકડાને મીઠાના રૂપમાં મેળવીને પી શકો છો. આવું કરવાથી થોડાક જ દિવસોમાં તમને ગેસ અને પેટ સાથે જોડાયેલી દરેક સમસ્યાથી છુટકારો મળશે.
ચામડીના રોગો માટે આ છે રામબાણ
દરરોજ રાત્રે ઊંઘતા પહેલા ગોળની સાથે ગરમ પાણી પીવાથી ત્વચામાં અનેક ફાયદો મળે છે. તેનાથી તમારી ત્વચા પર નિખાર આવશે અને તમારી ત્વચા સાથે સંબંધિત દરેક રોગ જડમૂળમાંથી મટી જશે. વાસ્તવમાં ચામડીમાં રહેલા ટોક્સિનને બહાર કાઢે છે. જેનાથી ત્વચામાં ચમક આવે છે અને ચામડીના રોગો દૂર થાય છે.
Will it really make our skin glowing?