રાતે સુતા પહેલા સાવરણી ની નીચે ચુપચાપ રાખી દો આ ૧ ચીજ, માં લક્ષ્મી દોડીને તમારા ઘરે ચાલ્યા આવશે

Posted by

ઘરની ગંદકીને સાફ કરવાવાળી સાવરણીનો સીધો સંબંધ તમારા સુખ અને સૌભાગ્ય સાથે પણ હોય છે. કારણ કે તેનો સીધો સંબંધ મહાલક્ષ્મી તરફથી મળતી કૃપા સાથે જણાવવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે જે ઘરમાં હંમેશા સાફ-સફાઈ રહે છે, ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘણા લોકો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કોઈ મંદિરમાં સાવરણીનું દાન પણ કરે છે. ઘરમાં સાવરણીના પ્રયોગ માટે અમુક નિયમ જણાવવામાં આવેલ છે, જેનું પાલન કરવાથી ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ જળવાઈ રહે છે.

Advertisement

સાવરણીને ક્યાં અને કેવી રીતે રાખવી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાવરણીને હંમેશા દક્ષિણ દિશામાં રાખવી લાભદાયક માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા ક્યારેય પણ આવતી નથી અને ઘરની ખુશીઓ જળવાઈ રહે છે. ખુલ્લી જગ્યા પર સાવરણી રાખવી આપશુકન માનવામાં આવે છે, એટલા માટે હંમેશા તેને છુપાવીને રાખવી જોઈએ. જો પોતાના ઘરની બહાર દરરોજ રાતના સમયે દરવાજાની સામે સાવરણી રાખો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી શકતી નથી. આ કામ ફક્ત રાતના સમય જ કરવું જોઈએ, દિવસના સમયે સાવરણીને છુપાવીને રાખવી જોઈએ.

સાવરણીને ક્યારેય પણ ઉભી રાખવી જોઈએ નહીં, પરંતુ સાવણી ને હંમેશા જમીન ઉપર સુવડાવીને રાખવી જોઈએ. સાવરણીને ક્યારેય પણ દિવાલ સાથે અડાડીને અથવા તો ઉભી રાખવી જોઈએ નહીં. કારણ કે તેનાથી ઘરમાં કલેશ વધે છે અને વેપારમાં પણ નુકસાની થાય છે. રસોડામાં ક્યારેય પણ સાવરણીને રાખવી જોઈએ નહીં. કારણ કે તેનાથી ઘરનું અનાજ જલ્દી ખતમ થઈ જાય છે, સાથો સાથ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે.

સાવરણી સાથે જોડાયેલ સુકન અપશુકન

ક્યારેય પણ ગાય અથવા અન્ય જાનવરને સાવરણી થી મારવા જોઈએ નહીં. કારણ કે તે ભયંકર અપશુકન માનવામાં આવે છે. કોઈપણ સદસ્ય કોઈ ખાસ કાર્ય માટે ઘરની બહાર નીકળે તો તેના ગયા બાદ તુરંત ઘરમાં સાવરણીથી કચરો સાફ કરવો જોઈએ નહીં. આવું કરવાથી તે વ્યક્તિએ અસફળતાનો સામનો કરવો પડે છે. સાવરણીને ક્યારેય પણ ઉભી રાખવી જોઈએ નહીં, તે અપશુકન માનવામાં આવે છે.

જ્યારે પણ આપણે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરીએ તો તે સમયે નવી સાવરણી લઈને ઘરની અંદર જવું જોઈએ. તે શુભ શુકન માનવામાં આવે છે. તેનાથી નવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત જળવાઈ રહે છે. હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્તના સમયે સાવરણી થી કચરો સાફ કરવો જોઈએ નહીં. તે અપશુકન માનવામાં આવે છે. સાવરણી ઉપર ભૂલથી પણ પગ રાખવો જોઈએ નહીં. આવું થવા પર માતા લક્ષ્મી રિસાઈ જાય છે અને તેને અપશુકન માનવામાં આવે છે.

મહાલક્ષ્મી કૃપા મેળવવા માટે રાતે સુતા પહેલા સાવરણી નીચે રાખી દો આ ૧ ચીજ

રાત્રે સુતા પહેલા ૫-૬ આખા લાલ મરચા સાવરણીની નીચે દબાવીને રાખી દેવા જોઈએ. તેનાથી જો તમારા ઘર ઉપર તંત્ર મંત્ર થયેલ છે અથવા તો ખરાબ નજર હોય તો તે તુરંત નાશ પામે છે અને તમારા જીવનમાં ખુશહાલી નું આગમન થાય છે. નજરદોષ તથા તંત્ર મંત્રથી બચવા માટે રાત્રે સૂતા પહેલા સાવરણીની નીચે ૫-૬ મરચાં દબાવીને રાખી દેવા જોઈએ, તેનાથી વિશેષ લાભ મળે છે.

એટલું જ નહીં રાત્રે સુતા પહેલા તમે ઇચ્છો તો સાવરણીની નીચે લવિંગ અને એલચી પણ રાખી શકો છો. લવિંગ અને એલચી માતા લક્ષ્મી ને ખૂબ જ પ્રિય છે. લવિંગ અને એલચી સાવરણીની નીચે રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તેનાથી તમારા ઘરમાં ધન સમૃદ્ધિનું આગમન થાય છે અને ક્યારેય પણ પૈસાને તંગી થતી નથી.

સાથોસાથ જો તમે રાત્રે સુતા પહેલા ૧ રૂપિયાનો સિક્કો સાવરણીની નીચે રાખી દો છો તો માતા લક્ષ્મી દોડીને તમારા ઘરે આવે છે અને તમારા ઘરમાં ક્યારે પણ પૈસા ખુંટતા નથી. વળી માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે જો તમે રાત્રે સુતા પહેલા સાવરણીની નીચે કોડી દબાવીને રાખી દો છો તો માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. કારણ કે કોડી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં અઢળક ધનનું આગમન થવા લાગે છે અને ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.