આજકાલના સમયમાં રિલેશનશિપ જેટલી સરળતાથી જોડાઈ જાય છે, તેટલી સરળતાથી તૂટી પણ જાય છે. બેકઅપ થવું આજકાલ ખૂબ જ સરળ બની ગયું છે અને તેનું કારણ ક્યાંકને ક્યાંક સ્માર્ટફોન છે. જી હાં, ભલે તમને આ વાતની જાણ ન થતી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ફોન તમારા રિલેશનશિપને ખરાબ કરી રહ્યો છે. કપલને એકબીજાના સાથની જરૂરિયાત હોય છે અને આ સાથ એવો હોવો જોઈએ કે જેનાથી તમે સાથે પસાર કરેલ સમયને જ્યારે પણ યાદ કરો, ચહેરા પર સ્માઈલ આવી જાય. અમે તમને અમુક એવી સારી આદતો જણાવીશું, જેને અપનાવીને તમે પોતાના પતિ અથવા પાર્ટનરની સાથે સંબંધ સારો કરી શકો છો.
એક સાથે ભોજન બનાવવું
આજકાલના સમયમાં યુવકો યુવતીઓ કરતાં સારું ભોજન બનાવી લેતા હોય છે. તેવામાં તમે પતિને પોતાની સાથે ભોજન બનાવવા માટે કહી શકો છો. તેમાં સાથે ભોજન બનાવતા સમયે ઘણી વાતો પણ થઈ જશે અને તે તમારા માટે ખૂબ જ રોમેન્ટિક સમય પણ હશે. આ દરમિયાન તમારા બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ફોનનો ઉપયોગ કરશે નહીં. તેવામાં તમે સાથે પસાર કરેલ યાદગાર સમય હંમેશા માટે સારી યાદગીરી બની રહેશે.
સુતા પહેલા કરો વાત
હંમેશા લોકોનું સૂવાનું એક રૂટિન હોય છે. મતલબ કે અમુક લોકો પુસ્તકો વાંચીને સુવે છે, તો અમુક લોકો ગીત સાંભળીને સુવે છે. તેવામાં તમે પોતાના પતિ અથવા પાર્ટનરની સાથે સુતા પહેલા વાત કરવાનું શરૂ કરો. મોટાભાગે બંને વર્કિંગ કપલ્સ હોવાને કારણે લોકોની વચ્ચે વાતચીત એકદમ બંધ થઈ જાય છે. તેવામાં રાતે સૂતા પહેલાંનો જે સમય છે તે ખૂબ જ હળવાશનો સમય છે અને આ દરમિયાન તમે રોમેન્ટિક વાતો પણ કરી શકો છો.
એકબીજા માટે ગીત ગાવું
ગીત એક એવી વસ્તુ છે, જે તમને કોઈપણ સમયે રોમેન્ટિક બનાવી દે છે. રાતના સમયમાં જો તમે પોતાના પાર્ટનર માટે કંઈક ગીત ગાઓ છો તો તેને ખૂબ જ સારું લાગશે. જો તમને એવું પણ લાગે છે કે તમારો અવાજ સારો નથી તો કોઈ રોમેન્ટિક ગીત વગાડીને પણ પોતાના હૃદયની લાગણી વ્યક્ત કરી શકો છો. તેવામાં તે સમયે તમારા બંને માટે રોમેન્ટિક બની જશે.
એક જ સમયે સૂવું
તમને ભલે ગમે તેટલો સમય પોતાનું કામ ખતમ કરવામાં લાગે, પરંતુ એક જ સમયે સૂવાથી તમારા બંને માટે તે ખૂબ જ સારું રહેશે. સાથોસાથ એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યારે તમે સૂવા માટે બેડ પર જાઓ તો તમારું ધ્યાન ભટકાવતી દરેક વસ્તુને પોતાના બેડ થી દુર કરી દો. સાથોસાથ કોઈ પુસ્તક વાંચો છો તો એકસાથે વાંચો અને કોઈ ગીત સાંભળી રહ્યા છો તો પણ એક સાથે સાંભળો. જ્યારે તમે પોતાના પાર્ટનરને કોઈ વાતમાં પોતાની સાથે લેશો, તો તેમને પણ મહેસુસ થશે કે તમે તેની કેટલીક કેયર કરી રહ્યા છો.
રાતે ઝઘડો ન કરવો
વળી ઝઘડો તો કોઈ પણ સમય ન કરવો જોઇએ. પરંતુ જો રાતે સુતા સમયે તમે બંને ઝગડવા લાગો છો તો આખી રાત સૂઈ નહીં શકો. સાથોસાથ તમારો આગળનો દિવસ પણ ખરાબ થઈ જશે. તમારી કોઈ પણ વાત તમારા પાર્ટનરને ખૂબ જ શાંતિથી સમજાવો, જેનાથી તે તમારી વાત સમજી શકે. રાતના સમય જો તમે પોતાના પાર્ટનર સાથે મીઠી વાત કરશો તો તમારો આગળનો દિવસ પણ ખૂબ જ સારો રહેશે.