રાતે ઉલ્ટા સુવાથી થાય છે આ ૬ ભારે નુકસાન, ભુલથી પણ આવી ગંભીર ભુલ કરવી નહીં

Posted by

રાત્રે આપણે અજાણતા જ એવી ઘણી ભુલો કરી દઈએ છે જેની સીધી અસર આપણા હેલ્થ પર પડે છે. તેમાંથી એક ભુલ છે રાત્રે ઉલ્ટા સુવુ છે. ઘણા લોકોને ખબર નહિ હોય કે ઉલ્ટા સુવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકસાન પહોંચે છે. ઉલ્ટા સુવાથી બોડીનું સર્ક્યુલેશન સારી રીતે નથી થતું. સાથે જ બોડીના નેચરલ શેપ બગડી જાય છે. જે ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને જન્મ આપે છે. બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડોક્ટર મનીષ જૈનનાં જણાવ્યા મુજબ ઉલ્ટા સુવાથી ઘણા નુકસાન થાય છે. આ આર્ટીકલમાં આજે અમે તમને ઉલ્ટા સુવાથી થનારા ૬ નુકશાન વિશે જણાવીશું. તો ચાલો જાણીએ ઉલ્ટા સુવાથી થતા ૬ નુકશાન વિશે.

ડોક મરડાવી

ઘણા લોકોને ખબર નથી હોતી કે ઉલ્ટા સુવાથી નેક પૈનની સમસ્યા જન્મ લે છે. ઉલ્ટા સુવાથી ડોક મરડાઈ જાય છે. તેવી રીતે સુવાથી ડોકના મસલ્સ ખેંચાઇ છે અને બ્લડ સર્ક્યુલેશન સારી રીતે નથી થઈ શકતું. તેનાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યા થવા લાગે છે. સવારે ઊઠીને જો તમારી ડોક જકડાઈ જાય અથવા ડોકમાં દુખાવો થવા લાગે તો તમારી સુવાની રીતમા બદલાવ લાવવો.

બેક પૈન

ઉલ્ટા સુવાથી બેક પૈન પણ થઈ શકે છે. ઉલ્ટા સુવાથી કરોડરજ્જુના હાડકા પોતાનો નેચરલ શેપ ખોઈ નાખે છે. કરોડરજ્જુ જ્યારે પોતાનો શેપ ખોવાય જવાથી બેક પૈનનાં પ્રોબ્લેમ થવા લાગે છે. એટલા માટે જો બેક પૈનની સમસ્યા થાય છે તો તેનું એક કારણ છે તમારુ ઉલ્ટા સુવાનું પણ હોઈ શકે છે.

માથાનો દુખાવો

ઉલ્ટા સુવાથી એક બીજી જે મહત્વની સમસ્યા છે તે છે માથાનો દુખાવો. જો તમે ઉલ્ટા સુઈ જાવ છો તો તમારી ડોક મરડાઈ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું. બ્લડ સર્ક્યુલેશન સારું ન હોવાના કારણે માથાના દુખાવાની સમસ્યા પણ સામાન્ય બની શકે છે. એટલા માટે જો તમને રોજ માથાના દુખાવાની સમસ્યાથી પરેશાન રહેતા હોવ તો તમારી પેટના આધારે સુવાની આદત તેનું મુખ્ય કારણ હોઇ શકે છે.

જોઈન્ટ પૈન

એટલું જ નહીં પેટ ભર સુવાથી જોઈન્ટ પેઇન ની સમસ્યા પણ ઉદભવી શકે છે. ઉલ્ટા સુવાથી હાડકાઓની પોઝીશન સારી નથી રહેતી. હાડકા ઓની પોઝિશન સારી ન રહેવાથી જોઈન્ટ પેઇન ની સંભાવના વધી જાય છે. એટલા માટે જોઈન્ટ પેઇન હોય તો ધ્યાન રાખવું કે તમારી સુવાની ખોટી પોઝીશનને કારણે તો નથી થઈ રહ્યું.

પિંપલ્સ અને કરચલીઓ

જો તમે પેટ પર સુતા રહો છો તો તમારો ચહેરો દબાઈ જાય છે તેનાથી મોઢાને એટલું ઑક્સિજન નથી મળતું જેટલું જરૂરી છે તે ચહેરા ઉપર પિંપલ્સ અને કરચલીઓની સમસ્યા પેદા કરે છે.

ખાવાનું પચવામાં પ્રોબ્લેમ

જો તમે ઉલ્ટા સુવો છો તો ખાધેલું ખાવાનું સારી રીતે નથી પચતું. ખાવાનું સારી રીતે નહીં પછી તો તમને ડાયજેશન પ્રોબ્લેમ થવા લાગશે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે ખાવાનું સારી રીતે પેટમાં પચી જાય તો ઉલ્ટા સુવાનું ટાળવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *