રાવણે અંતિમ ક્ષણમાં આ ૩ વાતો લક્ષ્મણને જણાવી હતી, જે બનાવી દેશે તમારા જીવનને સફળ

રામાયણ સાથે જોડાયેલી એક કથા અનુસાર જ્યારે રાવણ પોતાના જીવનના અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો તે સમયે તેમણે લક્ષ્મણજીને જીવનમાં સફળ થવાના ૩ મંત્ર જણાવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું હતું કે રાવણ જેવો મહાન પંડિત કોઈપણ નથી. વળી જ્યારે રાવણ યુદ્ધ હારીને પોતાના જીવનના અંતિમ ક્ષણમાં હતો, તે સમય દરમિયાન ભગવાન રામનાં કહેવા પર લક્ષ્મણજી તેમની પાસે ગયા હતા અને લક્ષ્મણજીએ તેમની પાસેથી જીવનમાં સફળ થવાનું જ્ઞાન માંગ્યું હતું. ત્યારબાદ રાવણે તેમને જીવનમાં સફળ થવા સાથે જોડાયેલ ત્રણ ચીજો જણાવી હતી. આ ત્રણ ચીજોને પોતાના જીવનમાં અપનાવી લેવાથી, ક્યારેય પણ વ્યક્તિ ની હાર થતી નથી.

બની શકે તેટલું જલ્દી શુભ કાર્ય કરો

જે પહેલું જ્ઞાન રાવણે લક્ષ્મણને આપ્યું હતું તેના અનુસાર ક્યારેય પણ શુભ કામ કરવામાં મોડું કરવું જોઈએ નહીં. શુભ કામ જેટલું બની શકે તેટલું ઉતાવળમાં કરી લેવું જોઈએ. વળી અશુભ કામ બની શકે તેટલું ટાળવું જોઇએ. આ જ્ઞાન આપતા રાવણે કહ્યું હતું કે તેમણે પણ રામનાં ચરણોમાં આવવાના શુભ કાર્યમાં મોડું કરી દીધું, જેના કારણે આજે તેની આ હાલત થઈ.

ક્યારે પણ પોતાના શત્રુને કમજોર સમજવો નહીં

રાવણનાં જણાવ્યા અનુસાર ક્યારેય પણ પોતાના શત્રુઓને પોતાનાથી નાનો અથવા કમજોર સમજવો જોઇએ નહીં. રાવણે આ વાતનુ જ્ઞાન આપતાં લક્ષ્મણને કહ્યું હતું કે, “મેં ભુલ કરી છે. મે વાનર અને રીંછને પોતાના પ્રતિદ્વંદી સમજયા નહીં અને તેમને પોતાનાથી નાના સમજી લીધા. તેઓ આગળ જઈને મારી હારનું કારણ બન્યા. વાનર અને રીંછે મળીને મારી સમગ્ર સેનાને ધ્વસ્ત કરી નાખી. મેં જ્યારે બ્રહ્માજી પાસે અમર થવાનું વરદાન માંગ્યું હતું, ત્યારે મેં તેમને કહ્યું હતું કે મારો વધ ફક્ત મનુષ્ય અને વાંદરોનાં હાથે જ થાય. કારણ કે તે સમયે મને એવું લાગતું હતું કે મનુષ્ય અને વાનર મારાથી વધારે તાકતવર નહીં હોય અને તેઓ ક્યારેય પણ મારો વધ કરી શકશે નહીં. આ મારી વિચારસરણી ખોટી સાબિત થઈ અને આ વિચારસરણીને કારણે આજે મારી આ હાલત થયેલ છે.

પોતાના જીવનનું રહસ્ય કોઈને જણાવવું નહીં

જે છેલ્લી શિક્ષા રાવણે લક્ષ્મણને આપી તેના અનુસાર વ્યક્તિએ ક્યારેય પણ પોતાના જીવનનું રહસ્ય કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરવું જોઈએ નહીં. રાવણનાં જણાવ્યા અનુસાર તેમણે પોતાના વધ સાથે જોડાયેલું રહસ્ય પોતાના ભાઈને જણાવ્યું હતું અને તેના ભાઈ વિભીષણે આ રહસ્ય રામને જણાવી દીધું. રાવણે લક્ષ્મણને કહ્યું હતું કે જો આ રહસ્ય વિભીષણ જાણતો ન હોત તો આજે હું જીવિત રહી શક્યો હોત. પોતાનું રહસ્ય જણાવવું મારા જીવનની સૌથી મોટી ભુલ હતી. મનુષ્ય પોતાનું રહસ્ય કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવું જોઈએ નહીં.

રાવણ દ્વારા જીવન સાથે જોડાયેલા આ ત્રણ મંત્રનું પાલન જો કોઈ વ્યક્તિ કરે છે તો તેને જીવનમાં ક્યારેય પણ હાર મળતી નથી અને તે હંમેશા જીત પ્રાપ્ત કરે છે. એટલા માટે જો તમે પોતાના જીવનમાં સફળ થવા માંગો છો, તો રાવણનાં બતાવવામાં આવેલા ત્રણ મંત્રનું પાલન હંમેશા કરો.