રવિ શાસ્ત્રી બાદ ભારતીય ટીમનો આ આધારભુત બેટ્સમેન બની શકે છે કોચ, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપ્યા સંકેત

Posted by

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ ઓક્ટોબરમાં યુએઇમાં શરૃ થવા જઈ રહ્યું છે. ટી-૨૦ વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવ જોવા મળી શકે છે. પહેલા સમાચાર આવ્યા હતા કે આ વિશ્વ કપ બાદ વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ છોડી શકે છે. જો કે બીસીસીઆઈ એ આ ખબરો ને નકારી દીધી હતી અને કહ્યું હતું કે કોહલી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે જળવાઈ રહેશે. વળી ટીમ ઈન્ડિયાના હેડ કોચને લઈને પણ મોટો બદલાવ જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર રવિ શાસ્ત્રી પોતાનો કાર્યકાળ ખતમ થયા બાદ કોચ નું પદ છોડી શકે છે. વળી રાહુલ દ્રવિડને તેમની જગ્યાએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવી શકે છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વાતના સંકેત આપ્યા છે.

સૌરવ ગાંગુલીએ આપ્યા સંકેત

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક નિવેદનમાં તે વાતનો સંકેત આપ્યો હતો કે રવિ શાસ્ત્રી નો કાર્યકાળ સમાપ્ત થયા બાદ રાહુલ દ્રવિડને કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું હતું કે દ્રવિડને અસ્થાયી રૂપથી ટીમના કોચ બનાવવામાં આવી શકે છે. હકીકતમાં ગાંગુલીએ એક મીડિયા સાથે વાત કરતા દરમિયાન જણાવ્યું હતું કે કોચ નાં પદને લઈને હજુ સુધી રાહુલ દ્રવિડ સાથે કોઈ વાત થઇ નથી.

દ્રવિડને દિલચસ્પી નથી

સાથો સાથ સૌરવ ગાંગુલીએ એવું પણ જણાવ્યું હતું કે રાહુલ દ્રવિડને સ્થાયી રૂપે ટીમ ઈન્ડિયાના હેડ કોચ પર કામ કરવામાં કોઇ દિલચસ્પી નથી. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે આ બાબતમાં દ્રવિડ સાથે હજુ સુધી કોઇ વાત થઇ નથી. ગાંગુલીએ એવું પણ કહ્યું હતું કે જ્યારે અમે કોચ પદને લઈને વિચારીશું, ત્યારે જોવામાં આવશે કે આગળ શું થઈ શકે છે.

ટી-૨૦ વર્લ્ડકપ બાદ ખતમ થઇ રહ્યો છે શાસ્ત્રી નો કાર્યકાળ

ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી નો કાર્યકાળ ટી-૨૦ વર્લ્ડકપ સુધીનો છે, ત્યારબાદ તેમનો કાર્યકાળ ખતમ થઇ જશે. વળી શાસ્ત્રી પહેલા કહી ચુક્યા છે કે તેઓ પોતાનો કોન્ટ્રાકટ આગળ વધારવાના મુડમાં નથી. પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે શાસ્ત્રી નો કાર્યકાળ સમાપ્ત થયા બાદ દ્રવિડને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવી શકે છે. જો કે દ્રવિડ પહેલાથી જ સ્પષ્ટ કરી ચુકેલ છે કે તેઓ ભારતીય તેમના ભાવિક કોચ હશે નહીં, દ્રવિડે કહ્યું હતું કે તેઓ એનસીએ માં પોતાની ભુમિકા શરૂ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *