સપ્તાહના 7 દિવસ ના અલગ અલગ મહત્વ માનવામાં આવે છે અને દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની સમર્પિત હોય છે. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં ખુશાલી લાવવા માગતા હોય અને દરિદ્રતાને દૂર કરવા માગતા હોવ તો રવિવારના દિવસે થોડાક ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે.
રવિવારનો દિવસ સૂર્ય દેવતાને સમર્પિત છે. જો તમે સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માગતા હોવ તો રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવી અને તે દિવસે વ્રત કરવું. વ્રત સમયે ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવો નહીં. આજે તમે એવા ઉપાયો વિશે જણાવીશું કે તે કરવાથી તમારા જીવનમાં રહેલી દરેક સમસ્યા દૂર થશે.
જો તમે ધનપ્રાપ્તિની ઈચ્છા હોય તો તમે રવિવારના દિવસે તાંત્રિક ઉપાય અપનાવી શકો છો. આ ઉપાય માત્ર રવિવારના દિવસે જ કરવો જોઈએ. તમે રવિવારના દિવસે ખુલ્લા આકાશ નીચે પૂર્વ દિશા તરફ તમારું મોઢું રાખી અને શુદ્ધ ઉનના આસન પર બેસી જવું. ત્યારબાદ કાળા તલ, ગુગળ, કપૂર અને જઉ એક સાથે મેળવી લેવા. ત્યારબાદ તેને આંબાની લાકડીથી સળગાવીને આહુતિ આપવી. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે ૧૦૮ વખત આહુતિ આપવી અને તે સમયે સૂર્ય મંત્રનો જાપ કરવો. આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થશે અને તમારા કાર્યમાં સફળતા મળશે. ઘર-પરિવારમાં નકારાત્મક શક્તિ દૂર થશે.
જો તમે તમારા જીવનને ખુશ બનાવવા માંગો છો તો રવિવારના દિવસે તમારા માથા ની બાજુમાં એક દૂધનો ગ્લાસ ભરીને રાખવો. એ વાતનું ધ્યાન રાખવું કે દૂધ નો ગ્લાસ પડવો જોઇએ નહીં. ત્યારબાદ સવારે ઊઠીને સ્નાન કરીને તે દુધના ગ્લાસ ને બાવળના ઝાડના થડમાં અર્પિત કરો. તમારી આ ઉપાય રવિવારના દિવસે કરવાનું રહેશે. આ ઉપાય કરવાથી ધન સંબંધી દરેક સમસ્યા દૂર થશે અને તમારા જીવનમાં રહેલા દરેક દુઃખોથી થી છુટકારો મળશે.
અહીં તમે રવિવારના દિવસે કરવા માટે ઉપાય બતાવ્યા છે, તેમાંથી કોઈપણ એક ઉપાય સાચા મનથી કરવાથી તમારા જીવનમાં રહેલી ઘણી બધી સમસ્યાનો સમાધાન થશે. તમારા જીવનમાં રહેલી ધનની કમી પણ પૂર્ણ થશે અને તમારી ઉપર સૂર્ય દેવતાની કૃપાદૃષ્ટિ બની રહેશે. સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ, ઐશ્વર્ય સફળતા, અને સંપન્નતા થી તમારું જીવન ખુશહાલ બનશે.