નાના પડદા પર તમે અનેક બહેનોની જોડીને જોઈ હશે. ઘણી ટીવી ધારાવાહિક માં એક્ટર એકબીજાની બહેનનો રોલ પ્લે કરતા હોય છે અને આ એક્ટર્સની બોર્ડિંગ એટલી શાનદાર હોય છે કે તેઓ હકીકતમાં એકબીજાની બહેન લાગે છે. જોકે રિયલ લાઇફમાં બંનેનો એકબીજા સાથે કોઇ સંબંધ હોતો નથી. બસ આ લોકો ફક્ત એક્ટ્રેસ તરીકે પોતાનો રોલ પ્લે કરતા હોય છે. પરંતુ ટીવીની દુનિયામાં આજે ઘણી એવી એકટ્રેસ છે, જે હકીકતમાં બહેનો છે. રિયલ લાઇફની બહેનો નાના પડદાની દુનિયામાં આજે એકસાથે એક્ટિવ છે. આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે એ કઈ ટીવી એક્ટ્રેસ છે, જે એકસાથે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.
અમૃતા રાવ – પ્રીતિકા રાવ
ટીવી ધારાવાહિક બેઇન્તહા થી પોતાનું ડેબ્યુ કરવા વાળી પ્રીતિકા રાવ વિશે તમે કદાચ જાણતા નહી હોય. હકીકતમાં પ્રીતિકા રાવ ફિલ્મ અભિનેત્રી અમૃતા રાવની સગી બહેન છે. દિલચસ્પ વાત એ છે કે જો તમારી સામે આ બંનેના ચહેરાને રાખી દેવામાં આવે તો કદાચ તમે ઓળખી પણ ન શકો. અમૃતા અને પ્રીતિકા આ બન્ને સગી બહેનો છે અને બિલકુલ એક જેવી જ દેખાય છે. જણાવી દઈએ કે પ્રીતિકાનાં ડેબ્યું સીરીયલ બેઇન્તહા માં તેમની દમદાર એક્ટિંગ ની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી.
શફક નાજ – ફલક નાજ
વર્ષ ૨૦૧૩ માં સ્ટાર પ્લસ પર મહાભારત ટીવી ધારાવાહિકનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ મહાભારતમાં શફક નાજ દ્વારા કુંતીનું પાત્ર ભજવવામાં આવ્યું હતું, તો બીજી તરફ શફક ની સગી બહેન ફલક નાજ પણ ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. ફલકે રાધાકૃષ્ણ સીરીયલ માં દેવકીનો કિરદાર નિભાવ્યો હતો. તેમના આ રોલની ખુબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી.
તનુશ્રી દત્તા – ઈશિતા દત્તા
બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને ટીવી એક્ટ્રેસ ઈશિતા દત્તા પણ સગી બહેનો છે. આ બંનેએ પણ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. જોકે હવે તો તનુશ્રી દતાએ ટીવી દુનિયાથી અંતર બનાવી લીધુ છે. પરંતુ ઈશિતા દત્તા હજુ પણ ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમને એક અભિનેત્રીના રૂપમાં ઘણી ધારાવાહિકોમાં જોવામાં આવે છે.
ગૌહર ખાન – નિગાર ખાન
ગૌહર ખાન અને નિગાર ખાન બંને ખૂબ જ મશહૂર એક્ટ્રેસ છે. બંનેએ ઘણી ટીવી ધારાવાહિકમાં રોલ-પ્લે કરેલ છે. તેમની એક્ટિંગ ફેન્સને ખૂબ જ પસંદ પણ આવે છે. નીગાર અને ગૌહર રિયલ લાઇફમાં સગી બહેનો છે. ઘણી વખત રિલ લાઈફમાં પણ તેઓ એકસાથે કામ કરી ચૂક્યા છે. બંનેએ ફક્ત ટેલિવિઝન ધારાવાહિકોમાં જ કામ નથી કર્યું, પરંતુ ઘણી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.
રોશની ચોપડા – દિયા ચોપડા
ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા નામ છે જેને કદાચ તમે નહીં જાણતા હોય, પરંતુ તેઓ પણ પોતાની એક્ટિંગના દમ પર લોકોના દિલ જીતી ચૂક્યા છે. આ લિસ્ટમાં રોશની ચોપડા અને દિયા ચોપરાનું નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે બંને રિયલ લાઇફમાં સગી બહેનો છે. બંને એ ઘણી ટેલિવિઝન ધારાવાહિકમાં કામ કર્યું છે. રોશની અને દિયા ટીવી દુનિયામાં મોટું નામ છે.