કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે દેશમાં લોકડાઉન ૩.૦ લાગુ કરી દીધું છે. આ લોકડાઉનમાં દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવે છે. બધા ઝોનમાં આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. ઓફિસ અને ફેક્ટરીઓને અમુક શરતોની સાથે શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દેશમાં પહેલાની જેમ ટ્રાફિકની તમામ સુવિધાઓ બંધ રહેશે.
બધા ઝોનમાં ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકો સિવાય બિમારીથી ગ્રસ્ત વ્યક્તિ અને ગર્ભવતી મહિલા તથા ૧૦ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કોઈપણ જરૂરી કામ અથવા સ્વાસ્થ્યના કારણોથી સિવાય બહાર નીકળવાની પરવાનગી નથી. બધા ઝોનમાં લોકોને સવારે ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી બિનજરૂરી ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે. ત્રણેય ઝોનમાં મેડિકલ અને ઓપીડીની સુવિધાઓ ખુલ્લી રહેશે. પરંતુ સામાજિક અંતર અને ચહેરા પર માસ્ક પહેરવાના દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂરી રહેશે.
રેડ ઝોન
રેડ ઝોનમાં આવતા ગ્રામીણ ક્ષેત્રોમાં બધા પ્રકારના ઔદ્યોગિક અને નિર્માણના કાર્યોને પરવાનગી આપવામાં આવી છે. તેમાં મનરેગાના કાર્ય અને ફૂડ પ્રોસેસિંગ એકમો અને ઈટનાં ભઠ્ઠા સામેલ છે. કૃષિ સાથે જોડાયેલ કામો જેવા કે વાવણી, લણણી તેમજ મત્સ્યોધોગ સહિત પશુપાલનનાં કામોમાં પરવાનગી આપવામાં આવેલ છે. પરંતુ અહીંયા બધા પ્રકારના પરિવહનના સાધનો બંધ રહેશે. રેડ ઝોનમાં ઘણા પ્રકારના પ્રતિબંધ રહેશે. અહીંયા સાઈકલ રીક્ષા, ઓટો રિક્ષા, ટેક્સી અને કેબ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે નહીં. અહીંયા એક જિલ્લામાંથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂન જેવી દુકાનો ખુલશે નહીં.
તબીબી કર્મચારીઓ અને દર્દીઓને એર એમ્બ્યુલન્સ ના માધ્યમથી પરિવહન કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેની સાથોસાથ વરિષ્ઠ નાગરિકો, નિરાશ્રિતો, મહિલાઓ અને બાળકોની દેખભાળ કરતી સંસ્થાઓ અને આંગણવાડીઓને છૂટ આપવામાં આવી છે. બેંક, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ અને સહકારી સમિતિઓ ખુલ્લી રહેશે. વીજળી, પાણી, દૂરસંચાર, પોસ્ટલ અને કુરિયર સેવા સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવી છે. તે સિવાય દવાઓ તબીબી ઉપકરણો સહિત પેકેજીંગ મટીરીયલ યુનિટ સામાજિક અંતર અને માસ્ક પહેરવાની અનિવાર્યતાની સાથે ખુલ્લા રહેશે.
ઓરેન્જ ઝોન
ઓરેન્જ ઝોનમાં રેડ ઝોનમાં જે છૂટ આપવામાં આવી છે તે ચાલુ રહેશે. તેમાં ટેક્સી અને તેમના સંચાલનને પરવાનગી આપવામાં આવી છે. તેમાં ડ્રાઇવર સિવાય એક યાત્રી થી વધારે વ્યક્તિને પરવાનગી આપવામાં આવી નથી. ફોર વ્હીલર વાહનોમાં ડ્રાઇવર સહિત બે યાત્રી બેસી શકશે. વળી બાઈકની પાછળ એક સવારીને બેસવાની પરવાનગી આપવામાં આવી છે.
ગ્રીન ઝોન
ગ્રીન ઝોનમાં બધી જ આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. બધા પ્રકારની ઓફિસ અને ફેક્ટરીઓને શરતોની સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સામાજિક અંતર અને ચહેરા પર માસ્ક પહેરવાની સાથોસાથ સમય સમય પર સેનિટાઈઝ કરવાના નિયમનું પાલન કરવાનું રહેશે. આ ઝોનમાં ૫૦% સવારી ની સાથે બસ ચલાવી શકાશે.
આ ઝોનમાં શરાબ અને પાનની દુકાનો ખોલવાની પરવાનગી હશે. અહીંયા લોકોએ અંદાજે ૧ મીટરનું અંતર રાખવાનું રહેશે. શરાબની દુકાનમાં પાંચ વ્યક્તિ થી વધારે લોકો ઊભા નહીં રહી શકે. કોઈપણ પ્રકારનો કાર્યક્રમ કરતા પહેલા સ્થાનીય પ્રશાસનની પરવાનગી લેવાની રહેશે, જેમાં સીમિત લોકો જ સામેલ થઈ શકશે.