શત્રુધ્ન સિંહની ગર્લફ્રેન્ડ રીના રૉય જેવી જ શા માટે દેખાય છે સોનાક્ષી સિન્હા? જાણો હકીકત

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે. જે ફિલ્મમાં સાથે કામ કરતા કરતા એકબીજાને દિલ આપી બેસે છે અને તેમના પ્રેમની ચર્ચા પણ ખુબ જ થાય છે. પરંતુ અફસોસ અમુક સંબંધ લગ્નની મંજિલ સુધી પહોંચી નથી શકતા. તેમાંથી એક નામ અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને અભિનેત્રી રીના રોયનું પણ આવે છે. એક સમય એવો હતો જ્યારે શત્રુઘ્ન સિન્હા અને રિના રોયના પ્રેમના ચર્ચાઓ ખુબ જ થતી હતી. બંનેના અફેરનાં કિસ્સા તે દિવસોમાં સામાન્ય હતા. પરંતુ બંનેનાં સંબંધ લગ્નની મંજિલ સુધી પહોંચી શક્યા નહીં.

તમને જણાવી દઈએ કે ૮૦નાં દશકની સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીનાં લિસ્ટમાં અભિનેત્રી રીના રોયનું નામ પણ સામેલ છે. તેમણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ થી બધા દર્શકોનું દિલ જીતી લીધું હતું. રીના રોયે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એક થી સારી એક ફિલ્મોમાં કામ કર્યું છે. મુખ્ય અભિનેત્રી થી લઈને માતા સુધીના બધા કિરદારોને તે સારી રીતે નિભાવવાનું જાણે છે. એટલું જ નહીં પરંતુ અભિનેત્રી રીના રોય પોતાના જમાનાની સૌથી મોંઘી અભિનેત્રીનાં લિસ્ટમાં સામેલ હતી.

એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી રીના રોય અને શત્રુઘ્ન સિંહાનું અફેર પણ ખુબ જ ચર્ચામાં જળવાઈ રહેતું હતું. હંમેશા એવું પણ સાંભળવા મળતું હતું કે શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહાનો ચહેરો અભિનેત્રી રીના રોય સાથે ઘણો મળતો આવે છે. એવું પણ કહેવાય છે કે સોનાક્ષી સિંહા શત્રુઘ્ન સિંહા અને રીના રોયની દીકરી છે. કારણ કે શત્રુઘ્નસિંહા તે સમય દરમિયાન રીના રોયના પ્રેમમાં એટલા દીવાના હતા કે તે ભુલી ગયા હતા કે તે એક વિવાહિત વ્યક્તિ છે.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય વચ્ચે પ્રેમનો સિલસિલો ફિલ્મ “કાલીચરણ” થી શરૂ થયો હતો. આ દરમિયાન બંનેની જોડીને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી અને બંનેની જોડી હિટ પણ માનવામાં આવતી હતી. હિન્દી સિનેમાના એવા ઘણા ડાયરેક્ટર હતા જે આ જોડીની સાથે કામ કરવા ઇચ્છતા હતા. શત્રુઘ્ન સિન્હા અને રીના રોયે પોતાની કારકિર્દીમાં એકસાથે લગભગ ૧૬ ફિલ્મોમાં કામ કર્યું હતું.

એવું કહેવામાં આવે છે કે શત્રુઘ્નસિંહા તે સમય દરમિયાન વિવાહીત હતાં. જેના કારણે અભિનેતાને રીના રોય સાથે અફેર હોવાના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શત્રુઘ્ન સિન્હાનું લગ્ન પછી પણ ઘણા વર્ષો સુધી રીના રોય સાથે અફેર હોવાના કારણે હંમેશા એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે સોનાક્ષી સિન્હા રીના રોયની દીકરી છે. જોકે સોનાક્ષી સિંહા અને રીના રોય આ વાતને ઘણીવાર નકારી ચુક્યા છે.

જણાવી દઇએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી રીના રોયે કહ્યું હતું કે સોનાક્ષી એકદમ પોતાની માતા પુનમ સિંહા જેવી નજર આવે છે. જ્યારે સોનાક્ષી સિંહાની માતા પુનમ સિંહા  પણ આ વાતને ઘણીવાર બક્વાસ જણાવી ચુકી છે. એવું કહેવામાં આવે છે કે રીના રોય શત્રુઘ્ન સિન્હાને એટલો પ્રેમ કરતી હતી કે તે હંમેશા શત્રુઘ્ન સિન્હાને તેમની પહેલી પત્ની પુનમને છુટાછેડા આપવા માટે કહેતી હતી. પરંતુ અભિનેતા પોતાની પત્નીને છોડવા ઇચ્છતા ન હતા અને રીના રોય થી પણ દુર થવા ઇચ્છતા ન હતા. પરંતુ રીના રોય ને આ વાત નો અહેસાસ ખુબ જ જલ્દી થઇ ગયો હતો કે શત્રુઘ્નસિંહા તેમની સાથે લગ્ન નહીં કરશે. ત્યારબાદ રિના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

ભલે રીના રોયે મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા પરંતુ તેમના તેમનું લગ્નજીવન લાંબા સમય સુધી ચાલ્યું નહીં. વર્ષ ૧૯૯૦માં બંને છુટાછેડા લઈને એકબીજાથી અલગ થઈ ગયા. જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન શત્રુઘ્નસિંહા જાતે આ ખુલાસો હતો કે, તેમનો લગ્ન પછી પણ રીના રોય સાથે અફેર હતું. તેમણે કહ્યું હતું કે, “રિના સાથે મારો સંબંધ અંગત રહ્યો. લોકો કહે છે કે લગ્ન પછી મારી ભાવનાઓ રિના માટે બદલાઈ ગઈ. હું નસીબદાર છું કે રિનાએ પોતાના જીવનનાં ૭ વર્ષ મને આપ્યા છે.”

શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહા બોલિવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત “દબંગ” ફિલ્મ થી કરી હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હાનો લુક અભિનેત્રી રીના રોય સાથે મળતો દેખાયો હતો. ત્યારબાદ ખબરે જોર પકડી લીધું. વળી સોનાક્ષી સિંહા તથા રીના રોય વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ વાતમાં કોઈપણ પ્રકારની હકીકત નથી.

જો અમે રીના રોયના ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેમણે ફિલ્મ “નાગિન” માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તેમને તેના માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. રીના રોય પોતાના સમયની ટોપ અભિનેત્રીને લિસ્ટમાં સામેલ હતી. ૭૦ અને ૮૦નાં દશકમાં તેમણે પોતાની સુંદર અદા થી બધા લોકોનું દિલ જીતી લીધું હતું. છેલ્લી વખત તે વર્ષ ૨૦૦૦માં ફિલ્મ રેફયુજી માં નજર આવી હતી. તે પોતાના ફિલ્મી કારકિર્દીમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *