કુંવારી હોવા છતાં પણ આખરે સેંથામાં સિંદુર શા માટે લગાવે છે રેખા? એક ઇન્ટરવ્યુમાં આપ્યો તેનો જવાબ

Posted by

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેની ઉંમર ભલે વધારે થઈ ગઈ હોય પરંતુ તેઓ આજે પણ ખુબ જ સુંદર દેખાય છે. તેમાંથી જ એક છે રેખા. બોલીવુડની આ સદાબહાર અભિનેત્રી ભલે ૬૬ વર્ષની થઇ ચુકી હોય, પરંતુ તેની સુંદરતા આગળ આજે પણ નવી અભિનેત્રીઓ ઝાંખી દેખાય છે. રેખા આજે પણ કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નથી, જેના કારણે આજે પણ તે જે ઇવેન્ટમાં પહોંચે છે, ત્યાં ચાર ચાંદ લાગી જાય છે. જણાવી દઈએ કે રેખા એક એવી એકટ્રેસ છે, જેની ફિલ્મી કારકિર્દી વધારે તેની પર્સનલ લાઇફની ચર્ચાઓ થતી હતી. રેખાની જિંદગીમાં જો કોઈ તેની સાથે છે તો ફક્ત પ્રેમ, લગ્ન, દગો, નફરત અને એકાંત જેવા શબ્દ. જેમણે રેખા નો સાથ ક્યારેય પણ છોડ્યો નહીં. લગભગ દરેક ઉંમરમાં તેનો આ શબ્દો સાથે સામનો થતો રહ્યો.

મહત્વપુર્ણ છે કે આટલું બધું થયું હોવા છતાં પણ રેખા ૬૬ વર્ષમાં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કોઇપણ ઉંમર હોય રેખા ની સ્ટાઈલ અને મેકઅપ સૌથી અલગ નજર આવે છે. જેમાં તેમનું સિંદુર લગાવવું ઘણી વખત ચર્ચામાં છવાયેલું રહે છે. લોકોના મનમાં હંમેશા એવો સવાલ ઊઠે છે કે આખરે રેખા કોના નામનું સિંદુર લગાવે છે.

બોલીવુડની ગલીઓમાં જ્યારે લોકોએ રેખાને પહેલી વખત સિંદુર લગાવેલી જોયેલી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ રેખા તો પોતાના બનાવેલા રસ્તા પર ચાલવાની હતી, પછી લોકો ગમે તે કહે. કારણકે લોકોનું કામ ફક્ત વાતો કરવાનું છે. એવું પણ કહેવામાં આવે છે કે રેખાએ અમિતાભ બચ્ચનનાં નામનું સિંદુર લગાવેલું છે. જોકે રેખાએ પોતે આ વાત પરથી પડદો ઉઠાવ્યો હતો કે તે કોના નામનું છે તો પુરે છે.

એક સમયે સિંદુર જોઈને ગભરાઈ ગઈ હતી જયા બચ્ચન

આ કિસ્સો વર્ષ ૧૯૮૦નો છે, જ્યારે સૌથી પહેલાં રેખા સિંદુર લગાવીને ઋષિ કપુર અને નીતુ સિંહનાં લગ્નમાં પહોંચી હતી. આ સમય દરમ્યાન રેખાનાં માથામાં સિંદુર જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાં અમિતાભ બચ્ચનની સાથે પહોંચેલી જયા બચ્ચન પણ આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગઈ હતી. જણાવી દઈએ કે આ તે સમય હતો જ્યારે રેખા અને અમિતાભ બચ્ચનનાં અફેરની ચર્ચા થતી હતી. તે દિવસે ઋષિ અને નીતુ કપુર થી વધારે રેખા લાઈમલાઈટમાં રહી હતી. ઘણા લોકો તો એવી પણ વાતો કરી રહ્યા હતા કે ક્યાંક અમિતાભ અને રેખા લગ્ન તો નથી કરી લીધા ને? જયા બચ્ચનનાં મનમાં પણ ડર હતો કે ક્યાંક લોકો મનમાં રહેલી શંકા સાચી સાબિત ન થાય.

રેખાએ જણાવ્યું કે શા માટે લગાવે છે સિંદુર

જોકે રેખાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ સવાલનો જવાબ આપ્યો હતો કે તે પોતાના માથામાં સિંદુર શા માટે લગાવે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈનાં નામનું સિંદુર પોતાના માથા પર નથી લગાવતા, પરંતુ ફેશનનાં રૂપમાં તેને લગાવે છે. રેખાએ કહ્યું હતું કે તેની ઉપર સિંદુર ખુબ જ સારું લાગે છે, તેના મેકઅપની સાથે સુટ કરે છે એટલા માટે તેઓ તેને લગાવવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે રેખાએ પોતાના તરફથી જે સ્પષ્ટતા કરી પરંતુ તેમ છતાં પણ ઘણી વાતો બનતી રહી છે. એવું પણ કહેવામાં આવે છે કે રેખા સંજય દત્તને ખુબ જ પ્રેમ કરતી હતી. બંનેએ લગ્ન કરી લીધા હતા. સંજય દત્તનાં નામનું સિંદુર રેખા પોતાના માથામાં લગાવે છે. હવે હકીકત શું છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હકીકત એજ છે કે રેખા સિંદુર આજે પણ લગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *