રીલીઝ થયું સોનુ સુદ નું અને નિધિ નું “સાથ ક્યાં નિભાઓગે” ગીત, ફરી સાંભળવા મળશે અલ્તાફ રાજાનો અવાજ

Posted by

સોનુ સુદ અને નિધિ અગ્રવાલનું ગીત “સાથ ક્યાં નિભાઓગે” ની રાહ લાંબા સમયથી લોકો કરી રહ્યા હતા અને આજે આ ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીત અલ્તાફ રાજા અને ટોની કક્કડે ગાયુ છે. ૧૯૯૦નું આ ગીત તે દરમિયાન ઘણું હિટ થયું હતું અને એકવાર ફરીથી લોકોને આ ગીત ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીતને મ્યુઝિક ફેક્ટરીનાં બેનર હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે.

સોનુ સુદ અને નિધિ અગ્રવાલ ઉપર ફિલ્માવામાં આવેલું ગીત પંજાબમાં શુટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તેમની પ્રેમ કહાની બતાવવામાં આવી છે. સોનુ સુદ આ મ્યુઝિક વિડિયોમાં એક એવા કિશાનનો કિરદાર નિભાવતા નજર આવી રહ્યા છે, જે બાદમાં પોલીસ ઓફિસર બની જાય છે. આ ગીતને ફરાહ ખાન કુંદેર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે.

આ મ્યુઝિક વિડીયો માટે ફરાહ ખાને અલ્તાફ રાજા અને ટોની કક્કડની ઘણી બધી શુભકામનાઓ પણ આપી છે. નિર્દેશક ફરાહ ખાન કુંદેરે આ ગીત પર કહ્યું કે, અલ્તાફ રાજા અને ટોની કક્કદે આ યાદગાર ગીતને ફરીથી ક્રિએટ કર્યું. જે સંયોગથી મારું પહેલું ગીત છે. દેશી પ્રેમની કહાની પર આધારિત છે. “સાથ ક્યાં નિભાઓગે” ગીતમાં એક દેશી ટચ છે. જે ગીતને વધારે સુંદર બનાવે છે. મને ખુબ જ આનંદ છે કે આ ગીત આજે રિલીઝ થઈ ગયું છે અને મને લાગે છે કે આ ગીતમાં ચાર્ટ બસ્ટર હિટ થવાની ક્ષમતા છે.

વળી સોનુ સુદે આ ગીત પર કહ્યું કે સાથ ક્યાં નિભાઓગે ની શુટિંગનો અનુભવ એ મારી ઘણી યાદોને તાજા કરી દીધી છે. ફિલ્મ હેપ્પી ન્યુ યર માં ફરાહ સાથે કામ કરી કરવાથી લઈને ૧૯૯૦નાં દશકમાં અલતાફ રાજા ના ઓરીજનલ ગીતને રેડિયો પણ સાંભળવા સુધી. એટલું જ નહીં પંજાબમાં કરવામાં આવેલી આ ગીતની શુટિંગે મને ઘરની યાદ અપાવી દીધી. હું આશા કરું છું કે અમારી મહેનત રંગ લાવશે અને ઓડિયન્સ આ ગીતનો આનંદ ઉઠાવશે.

આ ગીતનાં રિલીઝ પર દેશી મ્યુઝિક ફેક્ટરીનાં અધ્યક્ષ અને એમડી અંશુલ ગર્ગે કહ્યું કે “ઘણો આનંદ છે કે અમે લોકો ‘સાથ ક્યાં નિભાઓગે’ ગીત રીલીઝ કરી રહ્યા છીએ. આ ગીતની લગેસી વધારી રહ્યા છીએ. ગીત પ્રત્યે લોકોનો ઉત્સાહ જોઇને અમને ઘણો આનંદ થઈ રહ્યો છે. અમારું લેબલ એક સાર્થક સોનિક અનુભવ પ્રદર્શિત કરવાની કોશિશ કરી રહ્યું છે અને આ ગીતનાં રિલીઝ સાથે અમારા એ લક્ષ્યને આગળ લઈ જતાં અમને ઘણો આનંદ થઈ રહ્યો છે.”

આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે સોનું અને નિધિ પરિસ્થિતિઓને કારણે અલગ થઈ જાય છે. ઘણા વર્ષો પછી જ્યારે તેઓ મળે છે તો નિધિ એક બાર ડાન્સર બની જાય છે. તેવામાં સોનુ તેમને બચાવે છે. ઘણા વર્ષો પછી જ્યારે આ બન્ને એકબીજાને જુએ છે તો તેમને પોતાનો જુનો પ્રેમ યાદ આવી જાય છે અને જુની યાદો તાજા થઇ જાય છે. આ ગીતના અંતમાં સોનુ નિધિને બચાવે છે અને આ બંને એક થઈ જાય છે. થોડા જ ઓછા સમયમાં આ ગીતને લાખો લોકોએ જોઈ લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *