રિલાયન્સ જીયો કરશે મોટો ધમાકો : દરેક લોકો ખરીદી શકશે સૌથી સસ્તો JioPhone Next, ફક્ત ૫૦૦ રૂપિયામાં થશે બુક

Posted by

દેશની દિગ્ગજ નેટવર્ક પ્રોવાઇડર કંપની રિલાયન્સ જીઓ ખુબ જ જલ્દી પોતાના સૌથી સસ્તા 4G સ્માર્ટફોનને લઈને આવી રહી છે. કંપનીએ આ સ્માર્ટફોનને ગુગલની સાથે મળીને બનાવેલ છે. જે બંને ની એપ્સ થી સજ્જ થશે. દરેક લોકો સરળતાથી ફોનને કોઈ પણ પરેશાની વગર ખરીદી શકે તેના માટે પણ રિલાયન્સ જીઓ દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલ છે. જણાવી દઈએ કે કંપનીએ પોતાના સસ્તા સ્માર્ટફોન નાં વેચાણને ફાઇનાન્સ કરવા માટે પ બેંક સાથે કરાર કરેલ છે. આ વાતની જાણકારી મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવી છે. JioPhone Next ખરીદવા વાળા ગ્રાહકોએ ફોનની કિંમતનાં ૧૦% પહેલાં આપવાના રહેશે અને બાકીની રકમ બેંક દ્વારા ફાઇનાન્સ કરવામાં આવશે.

આ બેંકો સાથે મિલાવ્યો હાથ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પિરામલ કેપિટલ, આઈડીએફસી ફર્સ્ટ એશ્યૉર અને ડીએમઆઈ ફાઇનાન્સ દ્વારા ૧૦ હજાર કરોડ રૂપિયાના વેપારનો ભરોસો આપ્યો છે. તે સિવાય ચાર અન્ય નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા ૨૫૦૦ કરોડ રૂપિયાના ક્રેડિટ સપોર્ટનો ભરોસો આપ્યો છે.

આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. બેઝિક વેરિએન્ટ ૫,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે. વળી એડવાન્સમાં ૭,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે. જિયોએ વેચાણ માટે ડિસ્ટ્રીબ્યુટર અને ફાઈનાન્સ સાથે અમુક ટાર્ગેટ નક્કી કરેલા છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં રિલાયન્સ લિમિટેડ ની ૪૪ મી એન્યુઅલ જનરલ મિટિંગ માં સસ્તો 4G સ્માર્ટફોન રજુ કરવામાં આવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રિલાયન્સ JioPhone Next 4G સ્માર્ટફોન માટે શરૂઆતી પ્રોડક્શન ઓર્ડર આપેલ છે, જેને Google સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવી રહેલ છે.

JioPhone Next ફીચર્સ

ફીચર અને સ્પેસિફિકેશન ની વાત કરવામાં આવે તો JioPhone Next માં પોલીકાર્બોનેટ બેક આપવામાં આવશે અને ટોપ સેન્ટર પર પિલ-શેપ્ડ કૅમેરા મોડ્યુલ હશે. કૅમેરા સેટઅપ ની વાત કરવામાં આવે તો તેમાં એક લેન્સ અને એક એલઇડી ફ્લેશ હશે. આ ફોનમાં રિયર પેનલમાં સ્પીકર ગ્રીલ આપવામાં આવશે અને સાથોસાથ Jio બ્રાન્ડિંગ પણ હશે.

આ ફોનનાં ફ્રન્ટ પેનલમાં સેલ્ફી કેમેરા ની સાથે થિક ટોપ અને બોટમ બેઝલ હશે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો કંપનીએ જણાવ્યું હતું કે આ ફોન એન્ડ્રોઇડની સ્પેશિયલ વર્ઝન પર કામ કરશે. આ સ્માર્ટફોનમાં Google આસિસ્ટન્ટ, Text-To-Speech, લેંગ્વેજ ટ્રાન્સલેશન AR ફિલ્ટર વાળો કેમેરો અને ઘણું બધું આપવામાં આવશે.

કૅમેરા એપને ગુગલ અને Jio એ મળીને તૈયાર કરેલ છે. આ એપ નાઈટ મોડ, HDR એનહાન્સ અને સ્નેપચેટ AR ફિલ્ટર જેવા ફીચર્સ થી સજ્જ હશે. સ્ટોરેજ ની વાત કરવામાં આવે તો આ ફોનમાં 4GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. પ્રોસેસર ની વાત કરવામાં આવે તો આ ફોન Unisoc SoC પર કામ કરશે. લોન્ચિંગની તારીખ ની વાત કરવામાં આવે તો JioPhone Next ને ૧૦ સપ્ટેમ્બરનાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *