રીલાયન્સ જીયોએ લોન્ચ કરી વિડિયો કોલિંગ એપ જીયોમીટ, HD વિડિયો કોન્ફેરેન્સ કરી શકશે યુઝર

Posted by

કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને કારણે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધી રહ્યું છે. જેના કારણે વીડિયો કોન્ફરન્સિંગ અને રીમોટ વર્કિંગ થી જોડાયેલ એપ્લિકેશન્સની માંગ ખૂબ જ ઝડપી વધી ગઈ છે. આ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ એપ ઝૂમ અને ગુગલ મીટ્સ ખૂબ જ પ્રસિદ્ધ થયેલ છે અને તેના યુઝરબેઝમાં ખૂબ જ વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ટેલિકોમ પ્લેટફોર્મ જીયો એ વીડિયો કોન્ફરન્સિંગ એપ જીયોમીટ લોન્ચ કરી છે.

એચડી વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા

જાણકારી અનુસાર જીયો નાં આ વીડિયો કોન્ફરન્સિંગ એપ દ્વારા યુઝર એચડી વિડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. આ ટૂલ મોબાઇલ અને ટેબ્લેટ બંનેમાં ઉપલબ્ધ છે. રિલાયન્સે ગુરુવારે ચોથા ક્વાટરનાં આંકડા રજૂ કર્યા હતા અને આ સમયે તેમણે આ સેવાને નેશનલવાઇડ વિડીયો પ્લેટફોર્મ જણાવ્યું. જોકે આ એપને પહેલા જ લોન્ચ કરવામાં આવી ચૂકી છે, પરંતુ તેની આધિકારિક ઘોષણા હવે કરવામાં આવી છે. યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર, એપલ એપ સ્ટોર, મેક એપ સ્ટોર અને માઈક્રોસોફ્ટ વિન્ડો માર્કેટપ્લેસ પરથી ડાઉનલોડ કરી શકે છે. અત્યાર સુધીમાં આ એપને ૧ લાખથી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.

ફ્રી પ્લાનમાં પાંચ યુઝર કરી શકે છે વિડીયો કોન્ફરન્સ

રિલાયન્સ જીયોમીટ નાં બે પ્લાન લોન્ચ કર્યા છે. ફ્રી પ્લાનમાં વધુમાં વધુ પાંચ યુઝર એક સાથે વીડિયો કોન્ફરન્સ કરી શકે છે. વળી તેના બિઝનેસ પ્લાનમાં ૧૦૦ યુઝર્સ એક સાથે વિડિયો કોન્ફરન્સિંગનો ભાગ બની શકે છે આ સર્વિસ પર ઈમેલ અને ઓટીપી આધારિત લૉગિન મિટિંગ્સ હોસ્ટ કરવામાં આવી શકે છે. ગૂગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સ નાં માધ્યમથી પણ જીયોમીટ નો ઉપયોગ કરવામાં આવી શકે છે.

આ છે તેના ખાસ ફીચર

  • સિમ્પલ કોન્ફરન્સ લીંકની મદદથી ગેસ્ટને ઈન્વાઈટ કરી શકો છો.
  • કોન્ફરન્સ દરમિયાન લાઈવ ચેટ મેસેજની સુવિધા.
  • કોલ દરમિયાન ઓડિયો-વીડિયો મોડમાં આપી શકાય છે ઉત્તર.
  • કોન્ફરન્સ ની હિસ્ટ્રી જોઈ શકે છે યુઝર.
  • લો નેટવર્ક ઝોનમાં પણ કોલ ડ્રોપ નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *