આ ૫૨ ચીની મોબાઇલ એપ થી યુઝરને છે ખતરો, તુરંત મોબાઇલ માંથી કાઢી નાંખો : ભારતીય જાસુસી એજન્સી

ભારતીય જાસૂસી એજન્સીઓએ સરકારને ચીન સાથે લિન્ક ધરાવતી ૫૨ મોબાઇલ એપ્લિકેશનનું એક લિસ્ટ આપ્યું છે. તેમણે સરકારને કહ્યું છે કે આ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે અથવા લોકોને અપીલ કરવામાં આવે કે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દે. તેમણે તે વાતની ચિંતા છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ સુરક્ષિત નથી. તે ચોરીછૂપીથી મોટી સંખ્યામાં આપણા ભારતીયોનો ડેટા ઇન્ડિયાની બહાર મોકલી શકે છે.

સુરક્ષા સ્થાપના (Security Establishment) દ્વારા સરકારને જે એપ્લિકેશનનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે, તેમાં ઘણી પોપ્યુલર એપ્લિકેશન સામેલ છે. જેમકે વીડિયો કોન્ફરન્સિંગ એપ Zoom, શોર્ટ વિડીયો એપ TikTok અને US Browser, Xender, SHAREit, Clean Master વગેરે.

ભારતીયો માટે ખતરો છે ચીની એપ

એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું કે જાસૂસી એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ ભલામણનું રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. તેઓનું માનવું છે કે આ એપ ભારતીય સુરક્ષા માટે હાનિકારક બની શકે છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર આ ભલામણ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. તેઓએ કહ્યું હતું કે પહેલા દરેક મોબાઇલ એપ સાથે જોડાયેલ પેરામીટર અને રિસ્કનું આંકલન કરવામાં આવશે.

અહીંયા જુઓ આખું લીસ્ટ

ભારતીય જાસૂસી એજન્સીઓના રડાર પર નીચે દર્શાવવામાં આવેલી ચીની એપ છે. જો તમારા ફોનમાં પણ આ એપ્લિકેશન હોય તો તેને તુરંત હટાવી દો.

સરકારી કામોમાં Zoom ઉપર પ્રતિબંધ

મહત્વપૂર્ણ છે કે આ વર્ષમાં એપ્રિલ મહિનામાં ગૃહ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી રજૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી કામમાં વીડિયો કોન્ફરન્સિંગ એપ Zoom પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેની ભલામણ તેમને નેશનલ સાયબર સિક્યુરિટી એજન્સી દ્વારા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે ભારત એવો પહેલો દેશ નથી જેને સરકારી ક્ષેત્રમાં Zoom નાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હોય. આ પહેલા તાઇવાન, જર્મની અને યુનાઈટેડ સ્ટેટ્સ પણ આવું કરી ચૂક્યા છે.

આ પહેલા પણ લોકોના ડેટાની સુરક્ષા સાથે સમાધાન કરવા વાળી કંપની ઉપર આંગળી ઉઠી રહી છે અને વધારે મોટી અને લોકપ્રિય કંપનીઓ તેનાથી ઈનકાર કરતી આવી છે. ઉદાહરણ માટે ચીની ઇન્ટરનેટ કંપની ByteDance દ્વારા નિર્મિત પોપ્યુલર વીડિયો શેરિંગ એપ TikTok દ્વારા તે વાતનો ઇનકાર કરવામાં આવ્યો હતો કે તે યુઝર્સની સુરક્ષા સાથે સમાધાન કરી રહી છે.

જોકે અધિકારીઓનું કહેવું છે કે ચીનની ડેવલપર્સ અથવા ચીની કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી Android અને iOS ને spyware અથવા malicious ware ની સંભાવના બનેલી છે. સિક્યુરિટી એજન્સીઓએ પણ સિક્યુરિટી સાથે સંબંધિત કામ કરવાવાળા બધા ડિપાર્ટમેન્ટને સલાહ આપી છે કે તેઓ આ પ્રકારની ચીની એપનો ઉપયોગ ના કરે. ફક્ત ઇન્ડિયાનાં જ નહીં પરંતુ વેસ્ટર્ન સિક્યુરિટી એજન્સીઓ પણ આ ચીની એપનાં ઉપયોગ પર સુરક્ષાની ચિંતા દર્શાવી ચૂકી છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ચીન ભારત સાથે વિષમ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ ખોટા કામ માટે કરી શકે છે.