રેસ્ટોરન્ટ જેવુ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવો, બસ ધ્યાન રાખો આ ૫ વાતો, આંગળા ચાટી જશો

Posted by

જ્યાં વાત જંકફુડની કરવામાં આવે છે ત્યાં સૌથી પહેલા પિઝા અને બર્ગર ધ્યાનમાં આવે છે. એવું હંમેશા જોવામાં આવે છે કે રેસ્ટોરન્ટ જેવું બર્ગર જો ઘર પર બનાવવાની કોશિશ કરવામાં આવે તો ક્યાં તો તેમાં વધારે તેલ થઈ જાય છે કે પછી બન એવો સોફ્ટ અને જ્યુસી નથી બની શકતો કે પછી પૈટીમાં કોઈ મુશ્કેલી થઈ જાય છે. આ સમસ્યા માત્ર તમારી સાથે નથી પરંતુ બધા જ લોકો સાથે થાય છે. ઘણા લોકો ને એવું લાગે છે કે બહારનું અને હેલ્ધી ખાવાથી સારું છે કે આપણે ઘરે જ કંઈક સારું બનાવી લઈએ, પરંતુ એવું નથી થતું.

Advertisement

પરંતુ ઘણીવાર હેલ્ધી અને સારા ઇગ્રીડીયંટ્સ નાખ્યા બાદ પણ એવું થઈ જાય છે. એવામાં આપણે થોડી ટિપ્સને ધ્યાનમાં રાખીએ, જેનાથી આપણું બર્ગર પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જવું સારું બને. આપણે આ ૫ વાત ધ્યાન રાખવાની છે, જે સૌથી વધારે બર્ગરનો સ્વાદ બગાડવાનું કામ કરે છે.

ઘણા વધારે સ્ટફિંગ નાખવાની કોશિશ ન કરો

ઘરનાં બર્ગરમાં વધારે સમસ્યા એ હોય છે કે આપણે બધું નાખવાની કોશિશ કરીએ છીએ. ઈંડા, કાંદા, ટામેટા, લેટસ, ૪-૫ જાતના સોસ, નોનવેજ બર્ગર માં મિટ, વટાણા, બીટ રૂટ અને અન્ય ઘણું બધુ. જો તમે તમારા બર્ગરમાં સારા ઇગ્રીડીયંટ્સ ઉમેરવા પણ ઇચ્છો છો તો તમારે તેની પણ રેસિપી જોવા પડશે.

તમારે પેટીને બનાવતા સમયે જરૂર ધ્યાન રાખવું જોઈએ કે ઘણા ઇગ્રીડીયંટ્સ એક સાથે મેળ નથી ખાતા અને તે સ્વાદ મિક્સ કરી દે છે. એટલા માટે પોતાના બર્ગર માં  વધારે સ્ટફિંગ નાખવાની કોશિશ ન કરો.

બર્ગરમાં ઘણા બધા મસાલાની જરૂરિયાત નથી હોતી

તમારા ઘર પર બર્ગર બનાવતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે બર્ગરમાં ઘણા બધા મસાલાની જરૂરિયાત નથી હોતી અને એટલા માટે તમારે બર્ગરમાં ઘણા બધા મસાલા નાખવા જોઈએ નહીં. રેસ્ટોરન્ટમાં તો વધારે કસ્ટમાઈઝડ મસાલા કે પછી મીઠું અને મરી જ નાખવામાં આવે છે. પરંતુ જો તમે ઘર પર બર્ગરની આલુ ટીકી સમજીને એમાં બધા મસાલા ઉમેરી દો છો તો એ ખોટું છે. એટલા માટે બર્ગરમાં શાકભાજી તો નાખો પરંતુ મસાલા લિમિટેડ નાખવાની કોશિશ કરો તો વધારે સ્વાદ આપશે.

બર્ગરને વધારે દબાવવાની કોશિશ ન કરો

ઘણીવાર અજાણતામાં જ પેટી શેક્તાં સમયે કે પછી બંધ કરતા સમયે કે પછી આખો બર્ગર અસેમ્બ્લ કર્યા બાદ આપણે એને દબાવી દઈએ છીએ અને આ રીત ખોટી સાબિત થઇ જાય છે. મતલબ બર્ગરને વધારે દબાવવાથી એનો ફેટ બહાર આવી જાય છે અને અંદરથી બર્ગર ડ્રાય થઇ જાય છે.

વધારે પકાવવાની જરૂરિયાત નથી

અહીં પણ જ્યાં આલુ ટીકી અને બર્ગરનું અંતર ધ્યાનમાં રાખવું જરૂરી છે. તમે ભલે જે પણ વસ્તુની પેટી બનાવી રહ્યા છો. એને એક સાઈડ થી ૫-૭ મિનિટ થી વધારે ન પકાવો. આલુ ટીકી ની જેમ તેને ક્રિસ્પી કરવાની કોશિશ કરશો તો એ ખોટું રહેશે.

જો તમને વધારે શેકેલો સ્વાદ સારો લાગે છે તો ઠીક છે, નહીં તો રેસ્ટોરન્ટ જેવો સ્વાદ જોઈએ તો બંને સાઈડ થી ૭-૭ મિનીટ જ શેકો. એનાથી વધારે કરવામાં સ્વાદ બગડી જશે.

બનને વધારે ન શકો

બર્ગર ને બંને સાઈડથી શેકેલો જરૂર હોય છે, પરંતુ ઘણા લોકો એને પાવભાજીનાં બન ની જેમ એટલા વધારે શેકે છે કે તે સારી રીતે પોતાની ઇલાસ્ટિસિટી મેન્ટેન નથી કરી શકતું, એવું નથી કરવાનું. બર્ગરનાં બન ને માત્ર થોડો રોસ્ટ કરવાનો હોય છે અને એનાથી વધારે શેકવાથી તે ખરાબ થઈ જશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *